Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 156
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગઇ સામાન્ય માનવીને મૃત્યુ મારી નાખે છે. આચાર્યશ્રી આગળ મૃત્યુ મરી ગયું. એમની જીવનભરની ઝંખના પૂર્ણ થઈ. આ અંગે પૂજય પદ્મસાગરજી મહારાજે આચાર્યશ્રીની ગુણાનુવાદની સભામાં કહ્યું, "दुनिया मौत की शिकार होती है, इस व्यकितने मौत का शिकार किया ।" આખુંય વાતાવરણ શોકના ઘનઘોર વાદળોથી ઘેરાઈ ગયું. માત્ર જૈનો નહિ, પણ જૈનેતરોય રડી પડયા. બધાના ચહેરા પર દુ:ખ અને શોકની ઉદાસીનતા જોવા મળી હતી. જાણે પોતાના પરિવારનું કોઇ નજીકનું સ્વજન ચાલ્યું ગયું ન હોય! અમીર હોય કે ગરીબ, શ્રાવક હોય કે શ્રાવિકા, જૈન હોય કે જૈનેતરબધાની આંખમાં આંસુ હતાં. મંદિરના પૂજારી હોય કે ડોળીવાળા હોય, પણ બધા એમના કાળધર્મને કારણે ડૂસકાં ભરતા હતા. પૂ. આચાર્યશ્રી તો સહુના હતા. મુંબઈમાં શિરાઝભાઈ નામના આચાર્યશ્રીના એક પરિચિત રહેતા હતા. આચાર્યશ્રી પાસેથી ધર્મભાવના અને ઉપદેશ મળ્યા હતા. શિરાઝભાઈને જયારે કાળધર્મના સમાચાર મળ્યા, ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા. એમણે લખ્યું કે પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી તો ઈશ્વરના સંદેશવાહક હતા. એમના જવાથી મને એટલો આઘાત લાગ્યો છે કે જેને માટે મને શબ્દો નથી જડતા. આથી એક શાયરીમાં મારા દિલના બોજને પ્રગટ કરતાં લખું છું, * કરી સારી ન હો વાન, સમુંદર દો યાદી , फिर भी लिखा नही जा सकता, सदमा उसकी जुदाई का । ૧૯૮પની ૨૩મી મે સવારે સાડા આઠ વાગ્યે અંકુર સોસાયટીના ઉપાશ્રયથી એમના સ્મશાનયાત્રા નીકળી. પાલખીમાં બિરાજેલા એમના શરીરમાં અંતિમ દર્શન માટે દોઢેક લાખ માણસો એકત્રિત થયા હતા. જય જય નંદા, જય જય ભદ્રાના ગગનભેદી અવાજ સાથે પૂ. આચાર્યશ્રીની જયારે પાલખી ઉપાડવામાં આવી ત્યારે હૃદયભેદક દશ્યો સર્જાયાં. શિષ્યગણ મૂક રુદન કરતું હતું. શ્રાવકોના ચહેરા પર આંસુ હતાં. શ્રાવિકાઓ દર્શન માટે આતુર હતી. વાતાવરણમાં ‘જય જય નંદા, જય જય ભદ્રા'ની ઘોષણાઓ ગાજી ઊઠી. એમના પ્રત્યેની ભકિત અને ભાવના અજોડ હતી. આદરના પ્રતીક સમું સુખડ કયાંથી લાવીશું, એવો અગ્રણીઓના મનમાં પ્રશ્ન હતો, પણ જોતજોતામાં તો પાંચ કવીન્ટલ સુખડ ભેગું થઈ ગયું. આજ સુધી કદી ન થઈ હોય તેટલી મોટી ઉછામણી થઈ. કોઈ પણ પૂ. આચાર્ય ભગવંતના અંતિમ સમયે આટલી મોટી ઉછામણી થયાનું ભાગ્યે જ કોઈને યાદ છે. ચૌદેક લાખ રૂપિયાની ઉછામણી થઈ અને અમદાવાદથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાનો અઢાર કિલોમીટર લાંબો રસ્તો શોકાતુર જનસમુદાયથી ઉભરાતો હતો. વૈશાખના ધોમધખતા તાપમાં બધા ખુલ્લા પગે ઝડપભેર જઈ રહ્યા હતા. ૧૫૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170