Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 158
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતના મુખ્ય પ્રધાને એમને એક સાચા સંત તરીકે અંજલિ આપી. લોકસભા અને ધારાસભાના સભ્યો પણ એમને શ્રધ્ધાંજલિ આપવા આવ્યા હતા. એ દિવસોમાં અમદાવાદમાં સતત તોફાનો અને રમખાણો થતાં હતાં પરંતુ ૨ રમી અને ૨૩મી મે એ રમખાણગ્રસ્ત અમદાવાદમાં નીરવ શાંતિ હતી. કયાંય કોઈ ગોળીબાર નહિ. કોઈ લૂંટફાટ નહિ. મહાપુરુષોના જીવંત દેહનો પ્રભાવ તો સહુએ જોયો હતો, પરંતુ એમના કાળધર્મ સમયે પણ લોકોને એમના શાંત અને સૌમ્ય પ્રભાવનો પરિચય થયો. આચાર્યશ્રીની આ અંતિમયાત્રા વિજયયાત્રા બની રહી. જૈન દર્શન જન્મ અને મૃત્યુના ચક્રમાંથી નીકળીને કદી જન્મવું ન પડે એવી સ્થિતિને ઝંખે છે. ફરી વાર ન જન્મવું પડે એવું ભવ્ય આ મૃત્યુ હતું. આવા મૃત્યુની સિધ્ધિ એ જ સાધુતાનું અંતિમ સોપાન હતું. આચાર્યશ્રીના અંતિમ સંસ્કાર વખતે પચાસ હજારથી પણ વધુ માનવમેદની ભેગી થઈ હતી. દરેક સંધે પાલખી લીધી. વર્ષીદાન કર્યા. અનુકંપાન કાર્ય કર્યા. જૈનશાસનના ઇતિહાસના મહાન યુગદ્રષ્ટા, અપૂર્વ પુણ્યનિધિ. મહાપ્રતાપી આચાર્યશ્રીના પાર્થિવ દેહને અશ્રુભરી વિદાય આપી. એક ઝળહળતો આત્મપ્રકાશ જગત ઉપરથી વિદાય પામ્યો. એ અમૃતસમી વાણી, એ આંખોમાં નીતરતી કરુણા, એ ચહેરા પરનું સ્મિત હવે જોવા મળે નહિ એનો વસવસો સહુને હતો જુદા મત, ગચ્છ, કે સંપ્રદાયવાળાને પણ પ્રેમની કડીએ જોડનારા વાત્સલ્યમૂર્તિએ વિદાય લીધી.જેમના પદે પદે નિઃસ્પૃહતા પ્રગટ થતી હતી એવા સત્યશોધક પૂ. આચાર્યશ્રીની સહુને ખોટ પડી. એકબાજુ ધર્મપ્રસારની અવિરત ધગશ હતી, તો બીજી બાજુ જીવનમાં આનંદઘનની મસ્તી હતી. સાધુતાની ચરમસીમા અને સંયમજીવનની પરાકાષ્ઠા આપણા વચ્ચેથી ચાલી ગઈ. આવા મહાન વ્યકિતત્વનું અવતરણ વષો પછી થતું હોય છે. આપણે એની ગુણગાથા ગાઈએ અને નતમસ્તકે વંદના કરીને એટલું જ કહીશું कैलाससागरं रि, कैलास इव निश्चलम्, गणाधीशं गणाधीशं, सादरं प्रणिदध्महे. ૧૫૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170