Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 148
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનમંદિર, શિલ્પકળા અને મુહૂર્તશાસ્ત્ર વગેરેમાં ઊંડો અભ્યાસ ધરાવે છે. ગુરુ ભગવંતના આશીર્વાદથી એમને શાસ્ત્રોની ઊંડી જાણકારી પ્રાપ્ત થઈ છે. મહેસાણાના ભવ્ય એવા શ્રી સીમંધરસ્વામી તીર્થની રચનામાં તેઓ આચાર્યશ્રીની અંતરભાવના પુષ્ટ કરવામાં નિમિત્ત બન્યા. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી અને કલ્યાણસાગરજી બન્ને સીમંધરસ્વામી પરમાત્માના ખાસ ઉપાસક. આચાર્ય કલ્યાણસાગરસૂરિજીને કોઈ સુયોગ્ય સ્થાને આ તીર્થંકર પરમાત્માનું ભવ્ય જિનમંદિર નિર્માણ થાય એવી પ્રબળ શુભ ભાવના એમના અંતરમાં જાગી ઊઠી અને એ જ શુભ ભાવના મહેસાણાના વિશાળ શ્રી સીમંધરસ્વામીના તીર્થધામની સ્થાપનાનું બીજ બની ગઇ. એ સમયે પ. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીએ અવસર જોઇને એ કામ હાથ ધર્યું. અમદાવાદમાં મહેસાણાના એ તીર્થનું આયોજન થયું. વળી ઉસ્માનપુરા સંઘમાં વહન થયેલ ઉપધાનતપ ની માળ પરિધાનની દેવદ્રવ્યની ઉપજમાંથી સારી એવી રકમ મળી. એ પછી મુંબઈ અને ત્યારબાદ દરેક સંઘોએ જિનમંદિરના દેવદ્રવ્યમાંથી આ ભવ્ય જિનમંદિર નિર્માણમાં સારો એવો ફાળો આપ્યો. આ જિનાલયોની રચના પાછળ એની સંખ્યા વધારી પ્રસિધ્ધિ મેળવવાનો કોઈ મોહ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીને કે આચાર્ય શ્રી કલ્યાણસાગરજીને નહોતો. એમની તો એટલી જ ઝંખના હતી કે સાધુ-સંતોની વધુ ને વધુ સેવા થાય. ધર્માનુરાગી શ્રાવકોમાં પ્રભુભકિતનો મહિમા વધે. યાત્રિકો દેવમંદિરના સાંનિધ્યમાં સહકુટુંબ રહીને તપશ્ચર્યા કરે. વૃધ્ધો અને અશકતો ઉત્તરકાળમાં આનંદથી પરમાત્માની અતૂટ ભકિત કરીને સદ્ગતિને વરે. આથી જ એમણે શંખેશ્વર, તારંગાજી, મહુડી, શેરીસા, પાનસર, ભોયણી જેવાં ગુજરાતનાં તીર્થો અને રાજસ્થાનનાં અનેક તીર્થોની યાત્રા કરનાર યાત્રિકોને માટે મધ્યનું અને અનુકૂળ ગામ મહેસાણા પસંદ કર્યું અને એમાંય ધોરીમાર્ગ પર દેરાસરની રચના કરીને અનેક લોકોને ઉપકારક આ તીર્થસ્થાન બન્યું. પોતે સ્થાનકવાસી અવસ્થામાં અજ્ઞાનપણામાં મંદિર-મૂર્તિનો વિરોધ કર્યો હતો. તે ભૂલમાંથી મુકત થવા માટે આથી બીજો કયો વધુ સારો માર્ગ હોઈ. શકે ? જિનમંદિર અને જિનમૂર્તિઓથી લોકોને માયામાંથી મુકત કરવા પ્રયાસ કયાં. વળી એમનું પુણ્ય એવું કે બધા કરતાં વિશેષ સફળ થયા. આચાર્યશ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજે એમના વ્યકિતત્વની વિશેષતા દર્શાવતાં કહ્યું કે, “ એમને જોઈને જ સામી વ્યકિતને ભકિત કરવાનું મન થઈ જતું. સામી વ્યકિત જ પ્રસન્નતાથી માગણી કરે કે આચાર્યશ્રી અમને કંઈક લાભ આપો”. વાત્સલ્યમૂર્તિ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીને એક વાત ભારે ખટકતી હતી. તેઓને તિથિના વિભાગોની બાબતમાં સંઘમાં એકતા કરવી હતી. ૧૪૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170