Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 142
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ્યુનિસિપાલિટીના ચેરમેનને સહુ મળવા ગયા. એમને ખાતરી આપી કે અમે મકાનનો જે ભાગ તોડીશું તે નવેસરથી બાંધી આપીશું. આવી ખાતરી અને જામીન પછી મકાનની પછીત તથા કમ્પાઉન્ડની દીવાલ થોડી તોડવામાં આવી. ટ્રેઇલર એ રસ્તેથી પસાર થયું. લગભગ છ દિવસને અંતે આ કામ શાસનદેવની અનહદ કૃપાને કારણે પાર પડયું. આ દિવસોમાં મહેસાણામાં અપૂર્વ ઉત્સાહ પ્રવર્તતો હતો. સહુ તીર્થંકર પરમાત્માને પ્રાર્થના કરતા હતા. ક્યાંક નમસ્કાર મંત્રની ધૂન ચાલતી હતી. પોળે પોળે આબિલ થતાં હતાં. આ કપરી કામગીરી બજાવતી વખતે સુમતિભાઇ સ્વસ્થ હતા, કારણકે એશ્રધ્ધાળુ હતા. તેઓમાનતા કે પૂજય કૈલાસસાગરજી વચનસિધ્ધ સાધુ છે. ભલે આપત્તિઓ આવે, કસોટીઓ થાય, થોડો સમય કામ મુશ્કેલ લાગે, પણ અંતે તો ઉપાય મળવાનો જ. કામ તો પાર પડવાનું જ, અને પડયું પણ! ૧૬૭ ફૂટ ૫ ઈંચ લાંબું, ૯૭ ફૂટ અને ૧ ઈંચ પહોળું અને ૧૦૭ ફૂટ અને ૧ ઈંચ ઊંચું જિનાલય તૈયાર થયું. એના ધ્વજદંડ સાથે એની ઊંચાઇ ૧૨૫ ફૂટ અને ૧ ઈંચ જેટલી થાય છે. આ પરથી આ જિનપ્રાસાદની વિશાળતા અને ભવ્યતાનો ખ્યાલ આવે છે. આ જિનાલયની કોણ પૂજા કરશે એવો એક સમયે પ્રશ્ન હતો, પરંતુ વિશાળ જિનમંદિર તૈયાર થતાં આજુબાજુ અનેક ધર્મશાળાઓ અને સોસાયટીઓ થઇ ગઇ અને આજે તો એ ભવ્ય સીમંધરસ્વામી તીર્થમાં પૂજા કરનારાઓની ભીડ જામે છે. આ જિનાલય માત્ર ત્રણ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં તૈયાર થઇ ગયું. એનો ભૂમિ-ખનન-વિધિ વિ. સં. ૨૦૨૫માં વૈશાખ સુદી બીજ અને શુક્રવારના શુભ દિવસે કરવામાં આવ્યો. એ જ વર્ષે વૈશાખ સુદી સાતમ અને ગુરુવારે જિનાલયનો શિલા-સ્થાપનવિધિ કરાયો. વિ. સં. ૨૦૨૭ના ફાગણ સુદ આઠમના શુભ ચોઘડિયે મૂળનાયક સીમંધરસ્વામીની વિરાટ પ્રતિમા માટે મેળેવેલા આરસના વિશાળ શિલાખંડને વિધિપૂર્વક ગર્ભગૃહમાં પધરાવવામાં આવ્યો. વિ. સં. ૨૦૨૮ના બીજા વૈશાખ સુદ છઠ્ઠ, ગુરુવારે પ્રાત:કાળે મંગળ મુહૂર્ત જિનબિંબોનો પ્રાણપ્રતિષ્ઠાવિધિ કરવામાં આવ્યો. માઘ મહિનાની કડકડતી ઠંડીના દિવસો હતા. આચાર્યશ્રી આ સખત ઠંડીમાં કડીથી મહેસાણા તરફ આવી રહ્યા હતા. પ્રેશરનું દર્દ એમને પરેશાન કરતું હતું. વારંવાર લો-પ્રેશર થઇ જતું હતું. એવામાં એકાએક એમના હાથ પર લકવાની અસર થઇ. મહેસાણાના દેરાસરની ઘણી કામગીરી બાકી હતી. એમણે કોઇને કશું કહ્યુ નહિ ! માત્ર સીમંધરસ્વામીને પ્રાર્થના કરી, “હે પ્રભુ! હજી ઘણું કામ બાકી છે. મને સ્વસ્થ કરી દેજો.” પરમાત્માને આવી વિનંતી કરીને એમણે હાથ પર માલિશ કરવાનું શરૂ કર્યું. ૧૪૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170