Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 139
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોજના કરી. કૈલાસ પર્વતના જેવું ઉન્નત અને વિશાળ દેવમંદિર એવો આનો ભાવ છે. આચાર્યશ્રી મહેસાણાથી અમદાવાદમાં આવ્યા. દસ લાખના ખર્ચથી તૈયાર થનારા વિશાળ અને ભવ્ય દેરાસરનું આયોજન કર્યું. આચાર્યશ્રીએ કોઈ કામ પોતાને માથે રાખીને કર્યું નથી. તેઓ તો માત્ર પ્રેરણા આપતા. આનું કારણ એ કે સંસ્થાના કામમાં ઘણું સહન કરવું પડે. સાધુની આરાધનામાં પણ અંતરાય ઊભો થાય અને તેથી તેઓ માત્ર પ્રેરણા આપીને અટકી જતા, પણ પ્રેરણાના પ્રતાપે કામ સાકાર થતું. એમણે. રમણભાઈ શાહ, ચંપકભાઈ હરડે તથા નિવૃત્તિ ભોગવતા સુમતિભાઈ આદિને મહેસાણાની જવાબદારી સોપી. એમના એક શિષ્યરત્ન તે શ્રી કલ્યાણસાગરસૂરિજી મહારાજને પણ સીમંધરસ્વામી પર અન્નય શ્રધ્ધા હતી. તેઓના અંતરમાં પણ આવી જ ભાવનાનો પ્રતિઘોષ થયો. એમાં પૂ. પદ્મસાગરજી મહારાજની ઉત્કટ ભાવના અને અદમ્ય તમન્ના પણ સહયોગી બની. આ ત્રિપુટીના પ્રયત્નોને પરિણામે મહેસાણાનું વિશાળ જિનમંદિર તૈયાર થયું. શ્રી સીમંધરસ્વામી તીર્થકરની પ્રશમરસ વરસાવતી ૧૪૫ ઈંચ જેટલી ઊંચી અને લગભગ ૨૩ ટન વજનની પ્રતિમાજી તૈયાર કરવામાં આવી. આટલી ભવ્ય મૂર્તિ માટે વિશાળ પથ્થર મેળવવાનો જે મહાપ્રયાસ કરવો પડ્યો એનો પણ આગવો ઈતિહાસ છે. - પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજની ભાવના એવી હતી કે ઓછામાં ઓછી ૧ર૧ ઈચની સીમંધરસ્વામીની પ્રતિમા તૈયાર કરવી. આને માટે આટલો મોટો અખંડ પથ્થર મળે કઈ રીતે? એમણે જયપુરના કારીગરોને બોલાવ્યા. કારીગરોએ કહ્યું કે ડાયનેમાઇટથી પથ્થર કાઢવો પડે. એ કેટલો મોટો નીકળે તે વિશે કશું નકકી ન કહેવાય. - પૂ. કૈલાસસાગરસૂરિજી કહે કે મારે તો ૧૨૧ ઈચની પ્રતિમા કરવી છે અને તેને માટે અખંડ પથ્થર જોઈએ છે. જયપુરના કારીગરોએ કહ્યું કે અમે પથ્થરના કદ અંગે કોઈ બાંહેધરી આપીએ નહિ. એક ભાઈએ કહ્યું કે હું ૧૨૧ ઈચની પ્રતિમા થાય તેવો પથ્થર આપીશ. દોઢેક વર્ષ રાહ જોઈ પણ એ પથ્થર મેળવી શક્યા નહિ. એક વાર જયપુરથી તાર આવ્યો કે પથ્થર મળ્યો છે. તમે અહીં આવો. સુમતિભાઈ તથા આર. ડી. શાહ જયપુર ગયા અને કહ્યું કે પથ્થર બતાવ એટલે રકમ આપી દઈએ. પેલા કારીગરે કહ્યું કે એ પથ્થર તો મકરાણામાં છે. તમે પૈસા આપોહું સોદો કરી લઈશ. તમે આવશો તો વધુ ભાવ લેશે. કારીગરની વાત કોઈએ મંજૂર રાખી નહિ. પથ્થરમાં તડ પડી હોય તો ૧૩૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170