Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 124
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એટલે સાંજે પણ મળવાની શકયતા નહોતી. આથી મહેશ ચાલીને જવાનો વિચાર કરતો હતો, પણ એના મિત્ર વિજયે કહ્યું કે ઘણે દૂર ગયા પછી તને બસ મળશે, એને બદલે મારી મોટર સાઇકલ પર આવી જા. મહેશની ઓફિસેથી એનું ઘર ૧૪ કિલોમીટર દૂર હતું. ૧૩ કિલોમીટર જેટલું અંતર પસાર થયું. એક કિલોમીટરનું અંતર બાકી હશે, ત્યાં એક ટ્રક આવી અને ટ્રકે ઓવરટેક કરવા જતાં મોટરસાઇકલ પાડી દીધી. મહેશ બેભાન બનીને રસ્તા પર ઢળી પડયો. એના માથામાંથી પુષ્કળ લોહી વહેતું હતું. વિજય સહેગલનું ખભાનું હાડકું તૂટી ગયું, પણ એ સદ્ભાગ્યે ભાનમાં હતો. એણે પોતાના ખમીશ અને રૂમાલથી મહેશના માથામાંથી નીકળતું લોહી રોક્યું. કોઇએ એને હોસ્પિટલમાં પહોંચાડયો. ધીરેધીરે એ ભાનમાં આવ્યો. પણ હજી ભયમુકત થયો નહોતો. એને વિશિષ્ટ સારવાર મળે તે માટે અકસ્માતથી થયેલી ઈજાની સારવારના નિષ્ણાત (એકસીડન્ટ સ્પેશ્યાલીસ્ટ) ડૉકટરને બોલાવવામાં આવ્યા, બસો કેસમાંથી અડધો ટકો પણ ન બચે એવી ગંભીર ઇજા મહેશને થઇ હતી. ભાનમાં આવેલા મહેશને દૃઢ શ્રધ્ધા હતી કે એને કશું નહિ થાય. એના ગળામાં પૂ. કૈલાસસાગરજીની મુદ્રાવાળું તાવીજ પડયું હતું. બે-ત્રણ દિવસ બાદ મહેશને રજા મળી, પણ એને માનસિક શ્રમ લેવાની ડોકટરે ના પાડી હતી. વીસ-એકવીસ દિવસ પછી એ ઓફિસમાં પોતાની નોકરી પર આવ્યો. મહેશ જયારે ભાનમાં આવ્યો ત્યારે એ તદૈન નિર્ભય હતો. એણે કહ્યું કે એના પર તો ગુરુ મહારાજના આશીર્વાદ છે. આજે પણ એ મહેશ નોકરી કરવા જાય તે અગાઉ પાંચેક મિનિટ આચાર્યશ્રીની છબી સમક્ષ ઊભો રહે છે. મનોમન આશીર્વાદની પ્રાર્થના કરે છે અને પછી જ નોકરી કરવા જાય છે. જ આચાર્યશ્રીની પ્રતિભાના સ્પર્શે અનેક વ્યક્તિઓના જીવનમાં ધાર્મિકતા અને સાત્ત્વિકતાએ પ્રવેશ કર્યો છે. એ બધામાંથી એક દૃષ્ટાંતરૂપ સુમતિભાઇ હરડેની વાત જોઇએ. વિ. સ. ૨૦૧૭માં પૂ. કૈલાસસાગરજી સમેતશિખરની પ્રતિષ્ઠા કરાવીને મુંબઇ આવ્યા, ત્યારે સુમતિભાઇને પહેલીવાર એમનો પરિચય થયો. વિ. સં. ૨૦૧૭નો પૂ. કૈલાસસાગરજીનો ચાતુર્માસ માટુંગામાં હતો. સુમિતભાઇ કાપડનો વેપાર કરે. તમાકુના પાનની ભારે આદત. રાતના બાર વાગે પણ પાન વિના ન ચાલે. એકવાર પૂ. કૈલાસસાગરજી મહારાજનું વ્યાખ્યાન સાંભળવા ગયા. ત્યાં તેમની સાદી, સરળ અને હૃદયસોસરી ઊતરી જાય તેવી વાણી સુમતિભાઇના હૃદયને સ્પર્શી ગઇ. વ્યાખ્યાનમાં ભારેખમ અલંકારો નહિ. અઘરી વાતો નહિ. ૧૨૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170