________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૂ. કૈલાસસાગરજીએ હસતાં-હસતાં કહ્યું, “જો એ છોકરો બચી જાય અને એની પ્રસન્નતા હોય તો એને દીક્ષા આપતા રોકશો નહિ ને ?”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાએ કહ્યું, “મારા જેવી અભાગણના આવા ભાગ્ય કયાંથી ? ગુરુ મહારાજ! આપ જલદી પધારો. એ છોકરો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે. કદાચ મોડા ન પડીએ.”
यू- કૈલાસસાગરજી એ બાળકને આશીર્વાદ આપવા ગયા અને કુદરતી બન્યું એવું કે એ બાળકની તબિયત સુધરવા લાગી. મોટો થતાં એને આપોઆપ દીક્ષાનો ભાવ જાગ્યો. પૂ. કૈલાસસાગરજીએ એને શાસ્ત્રાભ્યાસમાં બરાબર તૈયાર કર્યો, પણ દીક્ષા પોતાને બદલે પૂ. પદ્મસાગરસૂરિજી પાસે પાદરું (રાજસ્થાન) માં વિ.સ.૨૦૪૦માં લેવડાવી અને સહુને કહ્યું કે એના ભવિષ્યનો ખ્યાલ રાખીને હું એને પૂ. પદ્મસાગરજી પાસે દીક્ષા લેવડાવું છું.
આચર્યશ્રી જે કોઇ ધર્મપ્રવૃત્તિ કરતા તે ઉત્સાહભેર કરતા. કોઇ પણ ધર્મકાર્ય લીધું હોય તો એને સાંગોપાંગ પાર પાડવાની એમનામાં નૈસર્ગિક શકિત હતી. વિ. સ. ૨૦૨૪માં મહુડીમાં ઉપધાન તપની આરાધના રાખી હતી. આ સમયે દોઢેક લાખ જેટલી રકમ ખૂટતી હતી. આગેવાનોની મૂંઝવણ હતી કે આટલી બધી રકમ કઇ રીતે ભેગી થશે? તોટો પડશે, તેનું શું કરીશું? બધા પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરિજી પાસે ગયા અને આચાર્યશ્રીને પૂછ્યું કે આપ કંઇક માર્ગદર્શન આપો. પૂ. આચાર્યશ્રીએ કહ્યું કે તમે ચિંતા ન કરો. બધું થઇ રહેશે. આમ છતાં શ્રાવકો ચિંતિત હતા. એમને એમ થતું કે આટલી મોટી રકમ ભેગી કરવી નાની સૂની વાત નથી. પણ હકીકતમાં એ સમયે પંચકલ્યાણક પૂજામાં જ આટલી રકમ ભેગી થઇ ગઇ. આમ પૂ. કૈલાસસાગરજીમાં એવી શક્તિ હતી કે જે પ્રસંગ લે તે નિષ્ફળ જતો નહિ. આર્થિક સગવડના અભાવે કશું અટકતું નહિ. એમની ભાવનાનું બળ જ એટલું કે તેઓ જે ધારે તે સિધ્ધ થતું.
ન
આ જ મહુડીમાં પ્રતિષ્ઠા સમયે ધાર્યા કરતાં ખૂબ મોટી સંખ્યામાં અઢારે આલમના ભાવિકજનો એકત્રિત થયા. બધાને થયું કે હવે રસોઇ ખૂટી પડશે. એમણે એક કપડું લઇને રસોઇ પર ઢાંકયું અને કહ્યું કે આ કપડું રહેવા દેજો. તમારે આમાંથી જેટલી રસોઇ કાઢવી હોય તેટલી કાઢજો. બન્યું પણ એવું કે બધા નિરાંતે જમી રહે એટલી રસોઇ તો થઇ અને થોડીક વધી પણ ખરી.
આવી જ રીતે લીંબોદરામાં દેરાસરની એકસો વર્ષની ઉજવણી પ્રસંગે પધારવાની વિનંતી કરવા માટે કેટલાક શ્રાવકો આચાર્યશ્રીની પાસે અડપોદરા ગયા.લીંબોદરા ગામ પર આચાર્યશ્રીનો મોટો ઉપકાર હતો અને તેથી જ સહુને તેઓ પધારે તેવો આગ્રહ રાખ્યો. સાંજે આઠ વાગ્યે શ્રાવકો અડપોદરા પહોંચ્યા,
૧૨૦
For Private And Personal Use Only