Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગોચરી પડી રહી હોય પણ સામાને ઊભા થવાનું ન કહે, બીજાને આવું કઈ રીતે કહી શકાય? સામાન્ય રીતે તેઓ બાર વાગ્યા પછી વહોરવા આવે અને એકાદ વસ્તુ ગ્રહણ કરે. એ પછી ઉપાશ્રયમાં કોઈ મળવા આવ્યું હોય તો ગોચરી માટે ઊઠે નહિ. નાનું બાળક આવ્યું હોય તોપણ એની સાથે વાત કરે. ઘણી વાર અગિયાર વાગ્યાની ગોચરી છેક દોઢ-બે વાગ્યા સુધી એમ ને એમ પડી હોય. બીજા સાધુઓ અકળાઈ જાય, પણ પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી તો એટલું જ કહે, “હું પછી વાપરીશ. તમે વાપરી લો,” અને અંતે છેક બે વાગ્યે ગોચરી વાપરવાનું બને! વૈશાખ મહિનાની અસહ્ય ગરમી અને અસ્વસ્થ તબિત હોવા છતાં હિંમતનગરમાં પ્રતિષ્ઠા કરાવી. શ્વાસનું દર્દ હોવા છતાં એમણે દર્દન ક શી પરવા કરી નહિ. આ સમયે તેઓ પોતે પ્રવચન આપતા હતા. સતત શ્રમ લઈને વિધિવિધાને કરાવતા હતા. એમના દર્શનાર્થે આવનાર ! પણે સતત ધસારો રહેતો હતો. આવે સમયે અન્ય કોઈ હોય તો કહી દે કે અમુક સમયે જ મળી શકે છે અથવા તો અત્યારે મળી શકાશે નહિ, પરંતુ આ લાગણીભીના આ ચાર્ય તાર સહુને માટે સદાકાળ ખુલ્લાં હતાં. એમણે કયારેય કોઈને અટકાવ્યા નથી નાનો માણસ આવે કે મોટો માણસ આવે - સહુને આજ થી ના લાવે અને પોતાની પાસે બેસાડે. તેઓ હંમેશા એક વાકય કહેતા :. સાધુનાં કાર સદાય ખુલ્લાં જ હોય, કયારેક કપરી પરિસ્થિતિ સર્જાઈ જતી. દર્શનાર્થીઓનો ધસારો ખાળવો મુશ્કેલ બનતો. પૂ. આચાર્યશ્રીને લાંબા આરામની જરૂર હોય અને ક્ષણનો પણ વિરામ મળે નહિ. આવે વખતે બીજા સાધુઓ અકળાઈ જતા. પૂ. આચાર્યશ્રી એમની અકળામણ પારખીને તરત કહી દેતા, “કોઈ પણ વ્યકિત આવે તો દિલ અને દ્વાર ખુલ્લાં રાખવા જોઈએ. આપણે સાધુઓ તો આધ્યાત્મિક હૉસ્પિટલ ચલાવીએ છીએ. ઉપાશ્રય એ ઇમર્જન્સી વૉર્ડ' કહેવાય, કોઈ ધાયલ થઇને ગમે તે સમયે આવે, પણ આપણું કામ તો એને સંતોષની સારવાર આપવાનું છે, સાંત્વનાથી ઘા રૂઝવવાનું છે. એના ચિત્તને સમાધાનની સ્વસ્થતા આપવાનું છે. ” આમ સારી કે નરસી પરિસ્થિતિ હોય. કફોડી કે કટુતાભરી હાલત હોય, તેમ છતાં પૂ. આચાર્યશ્રીએ કોઈ દિવસ એમની ભાષા-સમિતિમાં દોષ આવવા દીધો નથી. એમના સત્સંગમાં આવનાર સહુને આનો પ્રત્યક્ષ અનુભવ થતો હતો. કોઈ ૬ ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170