________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો તેને તેઓ આદર આપે. કોઈ અન્ય સમુદાયના સાધુમહારાજ હોય તોપણ એની સાધુતાને વંદન કરવાનું ચૂકે નહિ. આચાર્યશ્રીની અપાર ઉદાર ભાવનાને કારણે તેઓ અજાતશત્રુ રહ્યા. પ્રત્યેક સમુદાયના સાધુને એમના પ્રત્યે અગાધ આદર અને ચાહના રહેતી. દરેક સાધુ ભગવંતની સેવાનો લાભ મેળવવા તત્પર રહેતા. આની પાછળ એમના હૃદયમાં રહેલો નમ્રતા, ઉદારતા અને વૈયાવચ્ચનો ગુણ હતો. એમની ઉદારતા તો એવી કે કોઈ સારું પુસ્તક વાંચે તો મોટી સંખ્યામાં એની નકલો મંગાવે. જે કોઈ સાધુ આવે એમને સાદર સમર્પણ કરે. બાકીની વધેલી નકલો જ્ઞાનભંડારમાં મૂકાવે. એક વાર પદ્મસાગરજી મહારાજે ભગવાન મહાવીરસ્વામીની સુખડની કલાત્મક મૂર્તિ આચાર્યશ્રીને આપી. એમણે કહ્યું કે આ મૂર્તિ આપના ધ્યાન માટે જ આપું . કોઈ માગે તો આપી દેશો નહિ. થોડા દિવસ બાદ એક શ્રાવક આચાર્યશ્રીને મળવા આવ્યો. સુખડની કલાત્મક મૂર્તિ જોઈ આનંદવિભોર બની ગયો. એણે જિજ્ઞાસાભેર આચાર્યશ્રીને પૂછયું. ‘મહારાજસાહેબ, આ મૂર્તિ ખરેખર નયનરંજક અને ભાવપ્રેરક છે. કેવી સરસ છે આ મૂર્તિ ! આવી મૂર્તિ ક્યાં મળે છે તે કહેશો ?” પૂ. આચાર્યશ્રીએ શ્રાવકની આતુરતા પારખી લીધી અને એને પોતાની પાસેની એ મૂર્તિ આપી દીધી. થોડા દિવસ વીતી ગયા. પદ્મસાગરજીએ જોયું તો પેલી મૂર્તિ દેખાય નહિ. એમણે આચાર્યશ્રીને પૂછયું પ્રભુ મહાવીરની પેલી મનોરમ મૂર્તિ કયાં ગઈ ?” પૂ. આચાર્યશ્રીએ કહ્યું ‘એ મૂર્તિ તો મેં શ્રાવકને આપી દીધી. તમે મને રાખવાનું કહ્યું હતું પણ મારી પાસે રાખવા કરતાં એની પાસે રહે તેમાં વધુ લાભ છે. ઓછામાં ઓછું શ્રાવકને સાધના તો થશેને ?” મિરામ્બિકા સોસાયટીમાં ઉપધાનતપનો પ્રસંગ હતો. આ સમયે રામસૂરીશ્વરજી (ડહેલાવાળા) મહારાજસાહેબ પધાર્યા હતા. આ પ્રસંગે આચાર્યશ્રી એમની બાજુમાં બેઠા, એટલું જ નહિ પણ પ્રથમ માળ અને મુખ્ય શાલનું માન પણ એમને આપ્યું. અન્યને આગળ કરવાની એમની ભાવના અનન્ય હતી અને એની પાછળ એમના હૃદયની સમણિશીલતા પણ પ્રગટ થતી. એક વાર પૂજય યશોદેવસૂરિજી રાજસ્થાન તરફ જતા હતા. વિહારમાં રસ્તામાં મહેસાણા આવતું હતું. પૂ. આચાર્યશ્રીએ એમને બહુમાનપૂર્વક બોલાવ્યા. એટલું જ નહિ પણ એમની પાસે વિધિ પણ કરાવી. સાણંદમાં સાગરગચ્છ અને વિજયગચ્છ એમ બે ગચ્છનો મોટો પ્રભાવ. બન્ને ગચ્છના જુદા ચાતુમસિ થાય. આચાર્યશ્રીએ આ બંનેને ભેગા કર્યા સાગરગચ્છ અને વિજયગચ્છનો ગોચરીવ્યવહાર જુદો હતો. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી વિજયગચ્છના ભકસૂરિજી પાસે આવ્યા અને
૮૮
For Private And Personal Use Only