________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્દઢતા જોઈને સંસ્થાને વિચારવું પડ્યું. તેઓ રોજ પાઠશાળામાં આવીને પંડિતજી પાસે બેસીને અભ્યાસ કરતા.
જેમણે વિદ્યા આપી છે તેમના તરફ પૂ. પંન્યાસશ્રી કૈલાસસાગરસૂરિજીને અગાધ આદર હતો. પંડિતજી કોઈ વાર પૂ. પં. શ્રી કૈલાસસાગરસૂરિજી પાસે જઈને વાસક્ષેપ નાખવાની વિનંતી કરતા, ત્યારે સેંકડોની હાજરી વચ્ચે નિખાલસભાવે પૂ. કૈલાસસાગરસૂરિજી કહેતા કે આપ તો મારા વિદ્યાગુરુ છો. આપને વાસક્ષેપ નાખતાં મને સંકોચ થાય છે. મારે તો આપની પાસેથી હજી જ્ઞાનોપાર્જન કરવું છે. આ રીતે પૂ. કૈલાસસાગરસૂરિજી આચાર્ય કે ગચ્છાધિપતિ બન્યા પછી પણ એમના જીવનમાં સતત લઘુતાનો ભાવ વહેતો રહ્યો.
એમની નમ્રતા જ કંઈક અનોખી હતી. તેઓ નાનામાં નાના સાધુને વાણીથી તો આદર આપતા પણ એથીયે વિશેષ ધર્મપ્રવૃત્તિઓમાં પણ એમને મોખરે રાખતા. જેમ પિતાને પોતાનો પુત્ર સવાયો થાય અને એ જેટલા આનંદનો અનુભવ કરે એટલો જ આનંદ સાધુને પોતાનો શિષ્ય સવાયો થાય તેથી થાય છે તેમ કહેતા. ઇંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં જૈન સમાજ, યુરોપ દ્વારા રચાતા જૈન દેરાસર માટે આચાર્યશ્રીએ મૂર્તિ તૈયાર
કરાવી.
આ સમયે ઘણાં પંથમાં ‘સાગર’ શબ્દ હોવાથી ક્યારેય કલેશ ન થાય એ માટે મૂર્તિ પર લેખ કોતરવાનો હતો. આચાર્યશ્રીએ કારીગરને કહ્યું કે એના પર તપાગચ્છીય શ્રીમદ્ભુદ્ધિસાગરસૂરિ પટ્ટપરંપરક આચાર્યશ્રી પદ્મસાગરસૂરિજી મહારાજના ઉપદેશાત્' એવો લેખ કરે. કારીગરે આચાર્યશ્રીની આજ્ઞા મુજબ એવો લેખ તૈયાર કરી દીધો. એક કામ અંગે આ કારીગર પૂજ્ય પદ્મસાગરસૂરિજીને મળવા ગયો. એણે વાતવાતમાં તૈયાર થયેલો લેખ બતાવ્યો. આ જોઈને પૂજ્ય પદ્મસાગરજી તો સ્તબ્ધ બની ગયા. એકબાજુ આચાર્યશ્રીના વિશાળ હૃદય અને પરમ શિષ્યવાત્સલ્યનો એમને અનુભવ થયો તો બીજી બાજુ તેઓ વિચારવા લાગ્યા કે આના જેવું બીજું અનૌચિત્ય કયું કહેવાય ? એમણે તરત જ લેખમાં ફેરફાર કરાવ્યો અને પોતાના નામના સ્થળે આચાર્ય શ્રીમદ્ કૈલાસસાગરસૂરિજી’ એમ લખાવ્યું. આ ઘટના બાદ પૂજ્ય પદ્મસાગરજી મૂર્તિનો એકેએક લેખ જોવાનો આગ્રહ રાખતા થઈ ગયા.
લઘુતાના સાગરસમા આચાર્યશ્રીએ અહંકાર પર વિજય મેળવ્યો હતો. તપના ગુણ સમા સરળતા, લઘુતા અને સમભાવદૃષ્ટિ પામ્યા હતા. આત્મશુદ્ધિ તરફ જેનું લક્ષ હોય અને જેના તારેતાર પરમાત્મા સાથે જોડાયા હોય એને વળી પોતાનું શું ? સંયમશીલ સાધુમાં સહેજે મમત્વ કે અહમ્ આવે એટલે આખી સાધુતા લજવાય. એમની આ લઘુતા એક સાધુ તરીકેના વ્યવહારમાં પણ પ્રગટ થતી હતી. કોઈ અન્ય સાધુ આવે
૮૭
For Private And Personal Use Only