________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
ક્વચિત્ સહેજ આકરા થઈને ગૃહસ્થને કંઈ કહેવું પડે તોપણ તરત જ બોલી ઊઠતા કે મારા કહેવાથી દુઃખ લાગ્યું હોય તો “
મિચ્છામિ દુક્કડમ્'. આમ ગાંઠ બંધાય તેવા કષાય થાય નહીં તેની અહર્નિશ જાગૃતિ રાખતા. એક વાર તેઓ વિહાર કરીને કલકત્તા તરફ જતા હતા. રસ્તામાં એક સ્કૂલ આવી. નિશાળના સંચાલકોએ તો સ્કૂલમાં ઊતરવાની પરવાનગી આપી હતી. પરતુ નિશાળના વિદ્યાર્થીઓએ એનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે, અમે અમારી સ્કૂલમાં આ જૈન સાધુને ઊતરવા દઈશું નહિ. પૂ. કૈલાસસાગરસૂરિજીએ કહ્યું કે અમે કંઈ રહેવાના નથી. અમારે તો સહુને મળવું છે. થોડી વારમાં નિશાળના બધા છોકરાઓ ભેગા થઈ ગયા. એમણે અંગ્રેજીમાં કેટલીક પ્રેરણાદાયી વાતો કહી. છોકરાઓ તો ખુશખુશાલ થઈ ગયા. તેઓ તો આ સાધુની પાછળ પાછળ ભમવા લાગ્યા. છોકરાઓએ જ વિનંતી કરી કે આપ સહુ અહી જરૂર રહો. જેવો એમનો ક્રોધ પર વિજય હતો એવો જ વિજયે સ્વાદેન્દ્રિય પર હતો. એમણે જીવનભર આહારના સ્વાદની કદી ખેવના કરી નહિ. ગોચરીમાં મીઠું છે કે નહિ એનો એમને કદી ખ્યાલ આવે નહિ. મીઠાઈ ખાવાની તો એમને જીવનભરની બાધા હતી. દેરાસરની પ્રતિષ્ઠા યોજાઈ હોય ત્યારે તો મોટા પાયા પર મીઠાઈ થાય. વળી પ્રતિષ્ઠાના પ્રસંગને કારણે સાધુજનો બહાર ગોચરી માટે જઈ શકે નહિ. આવે સમયે નાના શિષ્યો આચાર્યશ્રીને મીઠાઈ વાપરવા આગ્રહ કરતા. આચાર્યશ્રી એમને લાગણીભેર કહેતા, “મારે અહીં મીઠાઈ વાપરવી નથી. હું તો મહાવિદેહ ક્ષેત્રમાં જઈને દેવાધિદેવ શ્રી સીમંધરસ્વામીને પૂછીશ, “ભગવન! આજીવન આયંબિલ કરવાનો અભિગ્રહ કરું?” ભગવાન જે ફરમાવશે તે કરીશ.” આવી જ રીતે એમણે તળેલા સ્વાદિષ્ટ ફરસાણને કદી સ્પર્શ કર્યો નહિ. ચાના વ્યસન અંગે તેઓ કહેતા, “ચા વ્યસન છે અને તપમાં બાધક છે.” તેઓ ચાને બદલે ઉકાળો પીવાનું કહેતા અને ઉકાળાના ગુણો પણ વર્ણવતા. હસતાં હસતાં એમેય કહેતા કે “આ તો સરસ મજાની દેશી દવા છે.” પૂ. આચાર્યશ્રીએ જીવનમાં કદી બપોરે કોઈ નાસ્તો લીધો નહોતો. ગોચરીમાં મુખવાસ તો ક્યારેય હોય નહિ. તિથિએ આયંબિલ હોય અને ઘણાં વર્ષો સુધી દર સુદિ પાંચમે ઉપવાસ કરતા. શાસનના ઘણાં મોટાં કાર્યો કરવા છતાં ક્યાંય પોતાનું નામ લખ્યું કે લખાવ્યું નહિ. કોઈ અતિ આગ્રહ કરીને એમનો ફોટોગ્રાફ લેવા વિનંતી કરે તો અગિયાર કે એકવીસ આયંબિલ કરીને એનું પ્રાયશ્ચિત્ત પણ કરી લેતા. તેઓ ભાત કે કઢી કદી વાપરતા ન હતા. એક વાર એમણે એવું સાંભળ્યું કે દેરાસરમાં જે ચોખા અને બદામ મૂકવામાં
---
For Private And Personal Use Only