________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રીના જીવનમાં, આચારમાં અહિંસા, વિચારમાં અનેકાન્ત અને વાણીમાં સ્યાદ્વાદ પ્રગટ થતા હતા. ભગવાન મહાવીરે કહ્યું છે કે, “જે માનવીમાં આવા ગુણો હશે તે જેમ વાયુ ભડભડતી જવાળાઓ વચ્ચેથી પસાર થઈ જાય એ જ રીતે સંસારની સળગતી આગ વચ્ચેથી પસાર થઈને મોક્ષસુખ પામે છે.” આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીના જીવનમાં પૂ. આ. બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનાં પુસ્તકોના અભ્યાસથી પરિવર્તન આવ્યું હતું. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ યોગનાં ઉચ્ચ શિખરો સર કર્યા હતાં. જૈન પરંપરાની યોગસાધનાને જીવન સાથે વણી લેવાનો યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજે સમર્થ પ્રયત્ન કર્યો. એવા કર્મયોગી, ધ્યાનયોગી, અને જ્ઞાનયોગી આચાર્યની પરંપરાના પોતે એક સાધુ હતા, તે હકીકત પૂ. આ-કૈલાસસાગરસૂરિજી મહારાજ કદી ભૂલ્યા નહિ. તેમને આત્મધ્યાનની અનેરી લગની હતી. શ્રી સંઘના જુદા જુદા વ્યવહારો ચાલતા હોય, એની વચ્ચે પણ એમની આત્મલીનતા કયાંય લોપાતી નહિ. એકબાજુ આત્મજાગૃતિ અને બીજી બાજુ આત્મલીનતા એમના જીવનમાં તાણા અને વાણાની માફક વણાઈ ગયાં હતાં. તેઓ ઘણી વાર નદીના કિનારે, ખેતરોમાં કે નિર્જને એકાંતમાં ધ્યાન લગાવીને સતત બેસી જતા. જંગલમાં ધ્યાન કરવું એમને વિશેષ પસંદ હતું. કલાકો સુધી આનંદઘનજી મહારાજનાં પદોની સતત રટણા કરનાર આચાર્યશ્રી આત્માની મસ્તીમાં ડૂબેલો રહેતા. મહુડીમાં હોય તો એનાં કોતરોમાં ચાલ્યા જતા અને બે-બે કલાક સુધી આત્મસાધના કરીને પાછા આવતા. કોઈ પણ ગામમાં જાય તો નોકારશી વાપરીને બહાર નીકળી જાય. ગામની બહાર કોઈ વૃક્ષ નીચે કે ઓટલા પર બેસીને ધ્યાન લગાવે.કેટલો સમય વીતી ગયો એની એમને કશી ખબર ન હોય. બીજી બાજુ એમની સાથેના સાધુઓને એની જાણ પણ ન હોય કે તેઓ ક્યાં ગયા છે. આચાર્યશ્રીની મોટામાં મોટી સિધ્ધિ યોગની હતી અને એ યોગ સિધ્ધિની આછી ઝલક બાબુભાઈ કડીવાળાને મળી હતી. વિ.સં. ૨૦૩૭ની આસો સુદ છઠ્ઠનો એ દિવસ હતો. પૂ. કૈલાસસાગરજી મહારાજ એ સમયે અડપોદરામાં બિરાજમાન હતા. આ વખતે બાબુભાઈ એમને મળ્યા અને એમણે પ્રશ્ન કર્યો, “જીવનમાં ક્યારેક ન ઇચ્છીએ તેવો બનાવ બને. એવી ઘટના થાય છે કે જે સમજવી મુશ્કેલ બને, એવે સમયે સમાધાન કઈ રીતે મેળવવું?” પૂ. કૈલાસસાગરજી મહારાજે બાબુભાઈની ડાયરીમાં આ પ્રમાણે એક શ્લોક લખી આપ્યો:
७८
For Private And Personal Use Only