________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
ભગવાન મહાવીર સ્વામીનાં એ વચનોમાં આચાર્યશ્રીને દંઢ શ્રધ્ધા હતી ભગવાને એમ કહ્યું કે સાધુપુરુષ અર્ચના, રચના, વન્દના, પૂજન, ઋધ્ધિ, સત્કાર અને સન્માનની મનથી પણ કદી ઈચ્છા ન કર. * આશ્ચર્યભરી હકીકત એ છે કે આચાર્યશ્રીએ જીવનમાં કદી પોતાના નામનું છાપેલું લેટરપેડ બનાવ્યું નહોતું. મોટેભાગે તેઓ નોટબુકના કાગળ પર સંદેશો લખતા હતા. પોતાનું કામ તેઓ જાતે જ કરતા હતા. આટલો મોટો શિષ્યસમુદાય હોવા છતાં એમણે જીવનભર જાતે જ પત્ર-વ્યવહાર કર્યો. માત્ર પ્રતિષ્ઠા જેવા મોટા પ્રસંગોએ જ બીજા શ્રાવક પાસે પત્રો લખાવતા. એ સિવાય બધું જ જાતે કરતા. સ્વાવલંબન સાધુને માટે આવશ્યક માનતા હતા. કયાંય પોતાનું નામ કે એડ્રેસ છપાય નહિ તેની કાળજી રાખતા. કોઈ તસવીરકાર એમની તસવીર પાડવા માટે આવે તો મુખ આગળ આડી મુહપત્તી ધરી દેતા. પ્રતિષ્ઠાનો ભવ્ય પ્રસંગ હોય, કે જેમાં ઘણા ફોટોગ્રાફર સતત તસવીર ખેંચતા હોય ત્યારે પણ આચાર્યશ્રીએ કદી તસવીરકારની પરવા કરી નથી. એના તરફ લેશમાત્ર ધ્યાન આપ્યું નથી. મોટેભાગે તો એમનું મુખ નીચું હોય અને વિધિવિધાન કરાવતા હોય. જો મુખ થોડું ઊંચું હોય તો મુખવસ્ત્રિકા આડી હોય. તેમણે પોતાના જીવનકાળમાં કદી કોઈ ઉપાશ્રયમાં પોતાનો ફોટો મુકાવ્યો નથી. એક વાર કોઈ શ્રાવક ઉપાશ્રયમાં તેમનો ફોટો મૂકી દીધો. આચાર્યશ્રીની એના તરફ નજર ગઈ. નમ્ર છતાં દૃઢ અવાજે એમણે કહ્યું : “આ ફોટોગ્રાફ ઉતરાવી લો.” ફોટોગ્રાફ મૂકનાર શ્રાવકને કહ્યું, “તમારે મારો ફોટો મૂકવો હતો તો મને પૂછવું જોઈતું હતું. હવે તમે બાધા લઈ લો કે કોઈ પણ ઉપાશ્રયમાં કદી મારો ફોટો મૂકાવશો નહિ.” અને ખરેખર એમણે એ શ્રાવક પાસે આ પ્રકારની બાધા પણ લેવડાવી. તેઓ વારંવાર કહેતા કે આત્મપ્રસિદ્ધિ અને આત્મપ્રશંસા એ આરાધનામાં વિઘ્નરૂપ બને છે, એટલું જ નહિ પણ એ મહા કાતિલ વિષ
છે.
પૂ. આચાર્યશ્રી પાસે ફાઇલમાં ભાગ્યે જ એમની પ્રશંસાનો કોઈ પત્ર મળે. આવો પ્રશંસાભયો કોઈ પત્ર લખે તો વાંચીને ફાડી નાખતા. કોઈ શિષ્ય એમ કહે, “આવો કાગળ તો રાખવો જોઈએ. આમાં એણે આપની કેટલી બધી પ્રશંસા કરી છે.” આ સમયે આચાર્યશ્રી જવાબ આપતા, “ આ પત્રોમાં તો પ્રશંસા જ હોય, પણ સાધુને માટે પ્રશંસા ઝેર સમાન છે. આ ઝેર રાખીને મારે કરવું શું?”
‘અચ્ચર્ણ રયણ ચેવ, વંદણ પૂર્ણ તહા ઈડૂઢીસકકારસમ્માણ, મણે સા વિ ન પત્નએ.
૮૦
For Private And Personal Use Only