________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'जं जस्स जम्मि देसंमि
जेण विहाणेण जम्मि कालंमि नादं जिणेण नियदं ज्म्म वा अहवा मरणं वा
तं तस्स तम्मि देसे तेण विहाणेण तम्मि कालंमि
को वासकइ चालेदूं
इंदो वा अहवा जिणिंदो वा “જે પુરુષને જે જે દેશમાં જે જે વિધિ વડે જે જે કાળમાં દિવસે કે રાત્રે, જિનેશ્વર ભગવંતોએ કેવળજ્ઞાનમાં જે થવાનું જોયું છે. સુખ-દુ:ખ, જન્મ-મરણ, લાભ-અલાભ તે પુરુષને તે તે દેશમાં તે જ વિધિ વડે તે જ કાળમાં થાય છે. ઈન્દ્ર અથવા જિનેશ્વર ભગવંતો પણ ફેરફાર કરવા શક્તિમાન નથી.” શ્લોકનો અર્થ પણ પૂ. કૈલાસસાગરજી મહારાજે લખાવ્યો અને સમજાવ્યું કે જે કાંઈ બને છે તેમાં ભવિતવ્યતા છે. જે જ્ઞાની પુરુષોએ જોયું છે તેમજ બન્યું છે અને બને છે. ભગવાન મહાવીર કે જેમને ત્રણે કાળનું જ્ઞાન હતું તેઓ જાણતા હતા કે જે તેજોવેશ્યાની વિદ્યા તેઓ ગોશાલકને આપી રહ્યા છે એ જ ગોશાલક એ જ વિદ્યાનો એમની સામે ઉપયોગ કરવાનો છે. પૂ. આ. કૈલાસસાગરસૂરિજીના આંતરજીવનને જાણવાથી જ એમની અભુત સૌમ્યતા અને સમતાનું કારણ પ્રાપ્ત થાય છે. ભવિતવ્યતા વિશેની એમની ઊંડી સમજણને કારણે તેઓ વિષમ પરિસ્થિતિમાં પણ સમતા રાખી શકતા હતા. સૌમ્યતા જાળવી શકતા હતા. પૂ. આ. કૈલાસસાગરસૂરિજીએ કેટલાક સૂત્રોની સમજણ આપી. પહેલું સૂત્ર છે'नाहं कर्ता पुद्गलभावानाम् ज्ञाता दृष्टा एव अहं' એટલે કે પુગલનો કર્તા હું નથી. હું તો માત્ર એનો જ્ઞાતા અને દૃષ્ટા જ છું. આથી હું કમાયો કે મેં મેળવ્યું એવું નથી. હું તો માત્ર એનો જ્ઞાતા-દ્રષ્ટા જ છું. એમણે બીજું સૂત્ર આપ્યું'शुद्धात्म द्रव्य मेवा अहं शुद्ध ज्ञान गुणो मम्' હું શુદ્ધ આત્મદ્રવ્ય છું અને શુદ્ધ જ્ઞાન એ મારો ગુણ છે. તેઓ આત્મ અનુભવની દશામાં હતા. પોતાની યોગખુમારી વ્યકત કરતાં તેઓ ગાઈ ઊઠતા
9
For Private And Personal Use Only