________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કૉલેજકાળ દરમિયાન યુવાન કાશીરામે બ્રહ્મચર્ય વિશે ઊંડુ અધ્યયન કર્યું. બ્રહ્મચર્યના રક્ષણ માટે કેવા પ્રકારનો આહાર જોઇએ એની વિસ્તૃત જાણકારી મેળવી. કોઇ આર્યસમાજીએ ચણા ખાવાનું સૂચન કર્યું. તેઓ બ્રહ્મચર્યને પોષણરૂપ ચણા આદિ લેવા માંડયા, જેથી શરીર ટકી રહે અને ચિત્તમાં વિકૃતિ ન જાગે. સંન્યસ્ત લીધા પછી પણ વિહારમાં કશું ન મળે તો ગામમાંથી ચણા અને ગોળ લાવવાનું કહે. આમ જીવનભર એમણે શુદ્ધ અને સાત્વિક આહારનો આગ્રહ સેવ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૉલેજમાં વેકેશન હોય ત્યારે કાશીરામ ઘેર જતા. ઘેર જાય એટલે દુકાને જવું
પડે. દુકાને આખો દિવસ મહેનત-મજૂરી કરવી પડે. મનમાં વિચારે કે જો આમ ને આમ મજૂરીમાં જ દિવસો પસાર થઇ જશે અને કઇ ધર્મકાર્ય નહીં થાય તો એવા જીવનનો અર્થ શો?
આ વખતે મનમાં વૈરાગ્યનો રંગ જામતો હતો. સાધુ સંતોના સમાગમ અને ધાર્મિક પુસ્તકોના અભ્યાસને કારણે ઊંડે ઊંડે સંસાર તરફ વિરકિત જાગતી હતી. એવામાં ‘ઉત્તરાધ્યયન સૂત્ર' વાંચ્યું. ભગવાન મહાવીરની સનાતન વાણી જાણી. જીવનનો અર્થ સમજવા અને મોક્ષ મેળવવાની તીવ્ર ઝંખના જાગી. ‘પરમાત્મપ્રકાશ’ તથા સ્થાનકવાસી મુનિ તરફથી મળેલાં પુસ્તકો ધેર રાખતા. ગ્રેજયુએટ થયા પછી કાશીરામને સનાતન ધર્મ કૉલેજમાં પ્રાધ્યાપક થવાની ઓફર મળી હતી, પરંતુ એનો એમણે નમ્રપણે અસ્વીકાર કર્યો હતો. કૉલેજ છોડયા પછી કાશીરામ જગરાંવમાં રહે, દુકાને જાય અને દિવસો વીતાવે. વિચાર કરે છે કે આવી જિંદગીનો અર્થ શો ? એમને જીવનની ક્ષણભંગરતા વધુ પ્રત્યક્ષ દેખાઇ આવી અને વૈરાગ્યભાવ વિશેષ તીવ્ર બન્યો. કાશીરામે મનમાં વિચાર કર્યો કે દીક્ષા લઇ લઉં, પણ પિતા રામકિશનજી એક સ્થાનિક આગેવાન હતા. તેઓ દીક્ષાની સંમતિ આપે તેમ લાગતું નહોતું. વળી પિતાનો ડર પણ ખરો અને પોતે સ્વભાવે સંકોચશીલ હતા. માતા-પિતા તરફ અત્યંત પૂજયભાવ રાખતા હતા. આ સંકોચને કારણે જ પોતાના હૃદયમાં જાગેલી સંસાર-ત્યાગની ધર્મભાવનાનો કોઇ સંકેત માતા-પિતાને આપ્યો નહિ, પરંતુ માતા-પિતા પુત્રની વૈરાગ્યવૃત્તિ અને અનાસક્તિ જોઇને એને સાંસારિક સંબંધથી જોડી દેવા ઉત્સુક હતા.
કાશીરામનું મુનિ છોટેલાલ પાસે જવા-આવવાનું ચાલુ જ હતું. તેઓ સવાર-સાંજ એક-એક કલાક મુનિશ્રી પાસે બેસતા. વળી સાથે ઘેર વાંચવા માટે ધાર્મિક પુસ્તકો લઇ આવતા. એ પુસ્તક વાંચીને બીજા દિવસે પાછું આપી દેતા. એક વાર મુનિશ્રીએ સ્વાભાવિક રીતે જ પૂછયું, “કાશીરામ, તું આજે પુસ્તક લઇ જાય છે અને આવતી કાલે તો પાછું આપી
૪૩
For Private And Personal Use Only