Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ આપ્તવાણી-પ ૧૮ આપ્તવાણી-પ દાદાશ્રી : હા, એ તો પોતાની જાતને જ ખ્યાલ હોય કે “હું નિમિત્ત છું.” મને લોકો એમ કહે કે ‘દાદા તમે આમ કર્યું ને તમે તેમ કર્યું.’ પણ હું તો જાણે ને કે આમાં હું તો નિમિત્ત છું ! કર્તા થાય તેને કર્મ બંધાય. તમે કોઈ પણ વસ્તુના કર્તા થાઓ છો ખરા ? પ્રશ્નકર્તા : સવારથી સાંજ સુધી કર્તા જ થઈએ છીએ. દાદાશ્રી : હવે તમે કર્તા છો કે નહીં, તેની તમને ખાતરી જોવી કોઈ જીવને કરવાની શક્તિ છે જ નહીં, આ કર્તા શેના થઈ બેઠા છે ? ખરેખર તો સ્વપરિણામના કર્તા છે. હવે પર પરિણામના કર્તા કોઈ હોઈ શકે ખરા ? આ જન્મ્યા તે મરણ સુધી બધું ફરજિયાત છે, અને તે પર પરિણામ સ્વરૂપ છે ! એના આપણે કર્તા માનીએ છીએ એટલે આવતા ભવનું બીજ પડે છે. વ્યવહાર આત્મા : નિશ્ચય આત્મા અજ્ઞાનતામાં આત્મા (વ્યવહાર-આત્મા) અનૌપચારિક વ્યવહારથી દ્રવ્યકર્મનો કર્તા છે. અનૌપચારિક વ્યવહાર એટલે જેમાં ઉપચાર પણ કરવો નથી પડતો, એવા વ્યવહારથી દ્રવ્યકર્મનો કર્તા છે. અને સ્વરૂપનું ભાન થયે કાયમ સ્વપરિણામી છે. એમાં એ કંઈ વિકત થયા નથી. વિકૃતિ જો થાય તો બદલાઈ જ જાય, ખલાસ થઈ જાય. આટલું જ સમજાય તો કામ થાય. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તમે, “રાત્રે દસ વાગ્યે ઊંઘી જવાનું અને છ વાગ્યે ઊઠવાનું છે.' એમ બોલો છો, પછી ત્યાં આગળ પલંગમાં સૂઇને માથે ઓઢીને તમે શું શું યોજના ઘડતા હો ? પછી એકાએક વિચાર આવે કે ફલાણાને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા, તેનું આજે ખાતું પડાવવાનું રહી ગયું હતું. તે પછી તમને ઊંઘ આવે ખરી ? જો ઊંઘ પોતાના હાથમાં નથી, તો બીજી કઈ વસ્તુ પોતાના હાથમાં છે ? વહેલું ઊઠવું હોય તો પેલી ઘંટડી મૂકવી પડે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તેય પોતાના હાથમાં નથી ! સંડાસ જવાનુંય પોતાના હાથમાં નથી. કશું જ આપણા હાથમાં નથી. આ તો કુદરતી રીતે એની મેળે ચાલ્યા કરે છે. તેને આપણે “એડજસ્ટ થઈ જઈએ છીએ કે “ આ કરું છું.’ આ દરેક વસ્તુ બીજી શક્તિના આધીન ચાલે છે. ઇશ્વરેય કર્તા નથી અને તમે પણ આના કર્તા નથી. આના કર્તા તમે છો, એવું માનો છો એ જ છે તો આવતા ભવનું બીજ છે. એક દહાડો આ બધું સમજવું તો પડશે જ ને ? એટલે પેલા અખાએ કહ્યું છે કે, કર્તા માટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ ”, “જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી.” આ કરું છું એવું માને છે. અલ્યા, તું ક્યાં અહીં આગળ છે ? આ તો સચર છે, ‘મિકેનિકલ’ આત્મા છે. એની મહીં અચર છે એ શુદ્ધાત્મા છે. બહાર પ્રકૃતિ એ સચર વિભાગ છે અને અચર આત્મવિભાગ છે. લોકો સચરને સ્થિર કરવા માંગે છે. પ્રકૃતિ તો મૂળ સ્વભાવથી જ ચંચળ છે. જગત ઘડીવારેય વિસ્મૃત થાય તેવું નથી. ર્તાપણાનું મિથ્યાત્વ શાસ્ત્રો તો બધા જાણે છે, પણ અજાણ શેનાથી છે ? આત્માથી ! બધું જાણ્યું પણ આત્માથી અજાણ રહ્યો. એ તો એમ જ જાણે કે, “આ હું કરું તો જ થાય.” શું કહે છે ? અલ્યા, દેવતામાં બેસ. એની મેળે થઈ જશે બધું ! દેવતા પર બેસવાથી એની મેળે ફોલ્લા થાય કે ના થાય ? અલ્યા, આ બીજુ બધું જાણ્યું એનાથી તો “ઈગોઈઝમ” વધશે ઊલટો ! જે કરે તેને બંધન થાય. જે જે કંઈ કર્યું તે બધું બંધન છે. ત્યાગ કરે કે ગ્રહણ કરે-બધુંય બંધન છે. લીધા તે આપવા પડશે ને આપ્યા

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 222