Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 8
________________ આપ્તવાણી-૫ ૧૪ આપ્તવાણી-પ દષ્ટિ - મિથ્યા તે સમ્યક્ ! દાદાશ્રી : આ ઊંધી દૃષ્ટિ છે, મિથ્યાષ્ટિ છે, તેથી આ દુ:ખો ઉત્પન્ન થયાં છે. અને સમકિત એટલે સવળી દૃષ્ટિ. કોઈ દહાડો તમારી સવળી દૃષ્ટિ થયેલી છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આખો સંસારકાળ ફરી વળ્યા, છતાં એક ક્ષણ પણ સવળી દૃષ્ટિ થઈ નથી. શું નામ છે તમારું ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : ‘તમે ચંદુભાઈ છો.’ એ સાચી વાત છે ? પ્રશ્નકર્તા : મિથ્યાત્વ લાગે છે, અહમ્પદ લાગે છે. દાદાશ્રી : તો પછી તમે કોણ છો ? પ્રશ્નકર્તા : એ ખ્યાલ નથી આવતો. દાદાશ્રી : તો અત્યાર સુધી કેમ એ જાણ્યું નહીં ? પ્રશ્નકર્તા : હંમેશાં એ જ મૂંઝવણ થતી હતી કે ‘હું કોણ છું ?” પણ એની ખબર પડતી ન હતી. દાદાશ્રી : ‘ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું, આનો ફાધર થાઉં, આનો મામો, કાકો', એ બધી ‘રોંગ બિલીફો' છે. એ “રોંગ બિલીફો’ જ્ઞાની પુરુષ ‘ફ્રેકચર' કરી આપે અને ‘રાઈટ બિલીફ’ બેસાડી આપે. એટલે આપણને સમકિત દૃષ્ટિ મળી કહેવાય. વિપરીત જ્ઞાતસમ્યક્ જ્ઞાત પહેલાં વિપરીત જ્ઞાન જાણવાનો પ્રયત્ન હતો, તેનાથી બંધનમાં અવાય. હવે સમ્યક જ્ઞાન જાણવાનો પ્રયત્ન છે. એ ‘પોતાનું છે એનાથી સ્વતંત્ર થવાય. પેલું ય જ્ઞાન છે એટલે જાણવાનો ‘ટેસ્ટ’ આવે, પણ એ પરાવલંબી છે, કોઈનું અવલંબન લેવું પડે. અને સમ્યક જ્ઞાન પોતાને સ્વસુખ આપનારું છે, સ્વાવલંબનવાળું ને સ્વતંત્ર બનાવનારું છે. પ્રશ્નકર્તા : જ્ઞાન તો એક જ પ્રકારનું હોય ને ? આત્મા એ જ જ્ઞાન છે. તો પછી વિપરીત જ્ઞાન ને આ જ્ઞાન જુદાં જુદાં કેમ હોઈ શકે ? દાદાશ્રી : વિપરીત એટલે જરૂરિયાત નથી, તે જ્ઞાનમાં પડ્યા. પ્રશ્નકર્તા : પણ એને જ્ઞાન કહેવાય ? દાદાશ્રી : જ્ઞાન જ કહેવાય ને ? અજ્ઞાન શા આધારે કહ્યું ? કે “આ હિતાકારી નથી’, માટે અજ્ઞાન કહ્યું. પ્રશ્નકર્તા : એટલે એને અજ્ઞાન જ કહેવાય ને ? જ્ઞાન કહેવાય નહીં ને ? દાદાશ્રી : જગતની દૃષ્ટિએ તો બધું જ્ઞાન જ છે ને ? સાંસારિક જે બધું જાણવાનો પ્રયત્ન છે તે મિથ્યા જ્ઞાન છે. ઊંધી શ્રદ્ધા બેઠી એટલે ઊંધું જ્ઞાન ઉત્પન્ન થાય ને ઊંધું ચારિત્ર ઊભું થાય. એનો સ્વાદેય પડે ને એનો મારેય પડે. એ રાગ-દ્વેષવાળું જ્ઞાન છે અને આ વીતરાગી જ્ઞાન છે. આ જાણવા-જોવા સાથે વીતરાગતા રહે. ને પેલું જાણતાં ને જોતાંની સાથે જ રાગ-દ્વેષ થાય. દ્રવ્યયોર - ભાવયોર મન એ આગલા અવતારનો સંકુચિત ફોટો છે. એક માણસ “ઓફિસર' હોય છે. તેની ‘વાઈફ’ તેને કહે કે તમે લાંચ લેતા નથી. આ બીજા બધા લે છે ને તેમણે બંગલા બંધાવ્યા. તે આવું બહુ વખત થાય એટલે એ મનમાં નક્કી કરે કે બળ્યું, આપણે પણ લો હવેથી ! પણ લાંચ લેવા જાય તે પહેલાં તે ધ્રૂજી જાય, ને લેવાય નહીં. મન ખાલી નક્કી કરે કે હવેથી લો. એટલે એણે ભાવ બદલ્યો, પણ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 222