________________
આપ્તવાણી-પ
૨૩
૨૪
આપ્તવાણી-પ
હકીકત હું જાણું છું, પણ હું ક્યાં મહીં ડખો કરું ? દુરુપયોગ કરવા જેવું આ જ્ઞાન ન હોય.
પ્રશ્નકર્તા : ભગવાનને ‘શું ખોટું ને શું સારું એવું જ નથી. પછી પ્રશ્ન ઊભો થતો નથી.
દાદાશ્રી : એ ભગવાનની દૃષ્ટિમાં છે. અહીં પ્રશ્ન ઊભો થાય. આપણે હજુ ભગવાન થયા નથી, ત્યાં સુધી આપણે ગુનેગાર છીએ.
પ્રશ્નકર્તા : પણ પછી તો સાચું શું ને ખોટું શું, એ પ્રશ્ન ગૌણ થઈ જાય છે ને ?
દાદાશ્રી : ના. પણ ખેદ તો થવો જ જોઈએ. આ શબ્દ દુરુપયોગ થવા માટે હું બોલતો નથી. હું જે બોલું છું તે તમને ‘બોધરેશન' ના રહે એટલા માટે બોલું છું. કોઈના મનમાં એમ ના થાય કે, ‘મને કર્મ બંધાશે, એટલા માટે છૂટથી બોલું છું. નહીં તો હું પણ ચાળી ચાળીને ના બોલું કે, ‘કર્મ તો બંધાશે, જો તમે કદી આમ નહીં કરો તો.’
અમે તમને બધી જ રીતની છૂટ આપી છે. ‘એક માત્ર વિષયમાં જાગૃત રહેજે' એમ કહીએ છીએ અને તે પણ પોતાની સ્ત્રી અગર પોતાના પુરુષ એટલા પૂરતી જ વિષયની છૂટ આપીએ છીએ. અણહક્કના વિષય સામે અમે તમને ચેતવીએ છીએ, કારણ એમાં બહુ મોટું જોખમ છે. આપણા “અક્રમ વિજ્ઞાનમાં આટલું જ ભયસ્થાન “અમે તમને બતાવીએ છીએ. બીજે બધેથી નિર્ભય બનાવી દઈએ છીએ.
અભિપ્રાય ઉડાવો પ્રશ્નકર્તા : ઠેષ ના રહે પણ પેલો અભાવ રહે, એનું શું કારણ ?
દાદાશ્રી : અભાવ એ વસ્તુ જુદી છે. એ માનસિક બધી વસ્તુઓ છે. ષ તો અહંકારી વસ્તુ છે. અભાવ ‘લાઈક' ને ‘ડિસલાઈક' રહે. એ તો બધાને રહે. અમેય બહારથી અંદર આવીએ ને આ પાથરેલું દેખીએ ત્યાં આવીને બેસીએ. પણ કોઈ કહે કે તમારે અહીં નથી બેસવાનું, ત્યાં બેસવાનું છે. તો અમે ત્યાં બેસીએ, પણ પહેલાં ‘લાઈક' આ
પાથરેલાની કરીએ. અમને દ્વેષ ના હોય પણ ‘લાઈક-ડિસલાઈક' રહે. એ માનસિક છે, અહંકાર નથી !
પ્રશ્નકર્તા : એ અભિપ્રાયને આધારે રહે ને ?
દાદાશ્રી : એ અભિપ્રાય બધા કરેલા તેનાં ફળરૂપે આ અભાવ રહ્યા કરે. તેનું આપણે ‘પ્રતિક્રમણ’ કરીને ફેરવી નાખવું કે સામો તો બહુ સારો છે, તે આપણને પછી સારો દેખાય.
પ્રશ્નકર્તા : અભિપ્રાયનું પ્રતિક્રમણ કરવાનું કે પ્રત્યાખ્યાન કરવાનું?
દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું. કોઈના માટે ખરાબ અભિપ્રાય બેઠેલો હોય તે આપણે સારો બેસાડવાનો કે બહુ સારું છે. જે ખરાબ લાગતો હોય તેને સારો કહ્યો કે ફેરફાર થયો. એ પાછલા અભિપ્રાયને લીધે આજે ખરાબ દેખાય છે. કોઈ ખરાબ હોતું જ નથી. આપણા મનને જ કહી દેવાનું. અભિપ્રાય મને કરેલા છે. મનની પાસે સિલ્લક છે. ગમે તે રસ્તે મનને બાંધવું જોઈએ. નહીં તો મન છૂટું થઈ જાય, હેરાન કરે.
પ્રશ્નકર્તા : આપે એક વાર કહેલું કે મનને પંપાળ પંપાળ પણ નહીં કરવાનું ને દબાવવાનું પણ નહીં. તો શું કરવાનું?
દાદાશ્રી : મનને દબાવવાનું આપણે નથી હોતું, પણ એને આપણે રીવર્સમાં’ લેવાનું. એટલે જેના માટે ખરાબ અભિપ્રાય હોય તો આપણે કહેવું કે આ તો બહુ સારા છે, ઉપકારી છે, કહીએ તો મન માની જાય. જ્ઞાનના આધારે મનને કાબૂમાં લઈ શકાય. બીજી કોઈ ચીજથી મન બંધાય એવું નથી. કારણ મન એ “મીકેનિકલ’ વસ્તુ છે. મન દહાડે દહાડે ‘એક્ઝોસ્ટ' થયા કરે છે. એટલે છેવટે એ ખલાસ થઈ જવાનું. નવી શક્તિ મળતી નથી ને જુની વપરાયા કરે છે. મન કહે કે કેડમાં દૂખે છે ત્યારે આપણે એને કહીએ કે સારું છે કે પગ ભાંગ્યા નથી. એવું બોલીએ એટલે પાછું મન શાંત થઈ જાય. એને પ્લસ-માયનસ કરવું પડે !