________________
આપ્તવાણી-૫
છે'. એ તો એવું માને છે કે, “સામાયિક, જપ, તપ, યોગ ‘હું’ જ કરું છું. ‘હું’ જ આત્મા છું ને ‘હું' જ આ કરું છું.” હવે ‘કરે છે’ શબ્દ આવ્યો ત્યાંથી એ મિથ્યાત્વ છે ! ‘કરોમિ, કરોસિ ને કરોતિ' એ બધું મિથ્યાત્વમાં છે !
૨૧
પ્રકૃતિ કરે વાંકુ : પુરુષ કરે સીધું
પ્રકૃતિ વાંકું કરે, પણ તું અંદર સીધું કરજે. પ્રકૃતિ ક્રોધ કરવા માંડી ત્યારે ‘આપણે’ ‘ચંદુભાઈ’ને શું કહેવું પડે ? ચંદુભાઈ આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ.' એટલે ‘તમારું’ કામ પૂરું થઈ ગયું ! પ્રકૃતિ તો કાલે સવારે અવળીય નીકળેને સવળીય નીકળે. એની સાથે આપણે લેવાદેવા નથી. ભગવાન શું કહે છે કે ‘તું તારું બગાડીશ નહીં.'
મનુષ્યોનો સ્વભાવ કેવો હોય છે કે જેવી પ્રકૃતિ એવો પોતે થઈ જાય. જ્યારે પ્રકૃતિ સુધરતી નથી ત્યારે કહેશે, ‘મેલ છાલ !’ અલ્યા, ના સુધરે તો કશો વાંધો નથી, તું આપણે અંદર સુધાર ને ! પછી આપણી ‘રિસ્પોન્સિબિલિટી’ નથી ! આટલું બધું આ ‘સાયન્સ’ છે !!! બહાર ગમે તે હોય તેની ‘રિસ્પોન્સિબિલિટી' જ નથી. આટલું સમજે તો ઉકેલ આવી જાય. તમને સમજ પડી, હું શું કહેવા માંગું છું તે ?
પ્રશ્નકર્તા : હા. સમજણ પડી.
દાદાશ્રી : શું સમજણ પડી ?
પ્રશ્નકર્તા : ખાલી જોવાનું, એની જોડે તાદાત્મ્ય નહીં થવાનું. દાદાશ્રી : એવું નહીં. તાદાત્મ્ય થઈ જાય તોય આપણે તરત કહેવું, ‘આમ ના હોવું જોઈએ.’ આ તો બધું ખોટું છે ! પ્રકૃતિ તો બધું જ કરે, કારણ એ બેજવાબદાર છે. પણ આટલું બોલ્યા કે, તમે જવાબદારીમાંથી છૂટ્યા. હવે આમાં કંઈ વાંધો આવે એવું છે ?
પ્રશ્નકર્તા : વાંધો ના આવે, પણ જ્યારે ક્રોધ થાય ત્યારે તે વખતે ભાન ન આવે.
૨૨
આપ્તવાણી-૫
દાદાશ્રી : આપણું જ્ઞાન એવું છે કે ભાનમાં રાખે. પ્રતિક્રમણ
કરે, બધું જ કરે. તમારે ભાન રહે છે કે નહીં ? પ્રશ્નકર્તા : રહે છે, દાદા.
દાદાશ્રી : દરેક વખતે રહે છે ?
પ્રશ્નકર્તા : હા. દરેક વખતે રહે છે.
દાદાશ્રી : આપણું જ્ઞાન એવું છે કે નિરંતર જાગૃતિ ને જાગૃતિમાં જ રાખે અને જાગૃતિ એ જ આત્મા છે.
પ્રકૃતિ તો અભિપ્રાયેય રાખે ને બધુંય રાખે, પણ આપણે અભિપ્રાય રહિત થવું. આપણે જુદા, પ્રકૃતિ જુદી, આ ‘દાદા’એ એ જુદું પાડી આપ્યું છે. પછી આપણે ‘આપણો’ ભાગ જુદો ભજવવો. આ ‘પારકી પીડા’માં ઊતરવું નહીં.
વીતરાગોતી રીત
વીતરાગોનો મત એ છે કે ‘પેલો અભિપ્રાય બાંધ્યો કે આ આવા છે', એ એનો ગુનો.'
‘અમે’ ખાલી ચેતવી જાણીએ. પછી તમારે વાંકું કાઢવું હોય તો તેને પહોંચી જ ના વળાય ને. એ તો ભગવાન મહાવીરના વખતમાં જ તેમનો શિષ્ય ગોશાળો ફરી ગયો હતો. ગોશાળો ભગવાનની સામે વ્યાખ્યાન આપતાં કહે છે, ‘હુંય મહાવીર જ છું.’ આમાં મહાવી૨ શું કરે ? તે દહાડે આવા પાકતા હતા, તે આજે મહીં બે જણ એવા પાકે તો તેને આપણાથી કંઈ ના કહેવાય ? અને એવા હોય ત્યારે જ સારું ને ?
આ તો વીતરાગનું વિજ્ઞાન કેવું છે ? આપણે અભિપ્રાય બાંધ્યો કે ‘આ ખોટા છે અને આ ભૂલવાળા છે', તો એ પકડાયા ! અભિપ્રાય અપાય તો નહીં, પણ આપણી દૃષ્ટિય બગડવી ના જોઈએ ! હું ‘સુપરફલુઅસ’ રહું છું. અહીં કેટલા બધા મહાત્માઓ છે, તે બધાયની