Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 11
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ પ્રાપ્ત કરી તેઓ શાસ્ત્રો રચે છે, અને એને બાર વિભાગમાં વિભક્ત કરે છે. આ પ્રત્યેક વિભાગને “અંગ” અને બારેના સમૂહને “બાદશાંગી” અથવા “બાદશાંગ ગણિપિટક' કહે છે. સમવાય નામના ચોથા અંગનું ૫૭મું સુત્ત (સં. સૂત્ર) જોતાં “ગણિપિટક” એ અંગને પર્યાય છે એમ જણાય છે. અત્યાર સુધીમાં જેન પરમ્પરા પ્રમાણે અનન્ત દ્વાદશાંગીઓ રચાઈ છે; પણ આજે તે કેવળ મહાવીર સ્વામીના અગિયાર ગણધરોમાંના પાંચમા ગણધર સુધર્મસ્વામીની રચેલી દ્વાદશાંગી ઓછેવત્તે અંશે મેજુદ છે, કેમકે બારમું અંગ નાશ પામ્યું છે. દ્વાદશાંગી ઉપરાન્ત અન્ય ધર્મશાસ્ત્ર પણ “આગમ” ગણાય છે. તીર્થંકરના ગણધર સિવાયના અમુક અમુક શિષ્યોએ, પ્રત્યેકબુદ્ધોએ, શ્રુતકેવલીઓએ અને દશપૂર્વધરોએ રચેલાં શાસ્ત્રોને પણ “આગમ” યાને સૂત્ર” કહે છે. આ માન્યતા જેનેના બે મુખ્ય ફિરકા પૈકી કેવળ શ્વેતામ્બરોની જ નથી; કેમકે દિગમ્બર પણ આગમના અર્થાત સૂત્રના પ્રણેતા તરીકે ગણધરને, પ્રત્યેકબુદ્ધોને, શ્રુતકેવલીઓને અને અભિન્નદશપૂર્વને નિર્દેશ કરે છે. ૩ સંખ્યા–દિગમ્બરના મોટા ભાગનું માનવું એ છે કે આજે એક પણ પ્રાચીન જૈન આગમ ઉપલબ્ધ નથી. વેતામ્બરની માન્યતા આથી ભિન્ન છે. મૂર્તિપૂજક કવેતામ્બરોના મતે ઉપલબ્ધ આગમોની સંખ્યા મુખ્યતયા પિસ્તાલીસની છે, જ્યારે સ્થાનકવાસીઓની માન્યતા મુજબ એ બત્રીસની છે, કેમકે એઓ ૧૧ અંગ, ૧૨ ઉવંગ, ૪ છેયસુત્ત ( જુઓ પૃ. ૧૨), ૪ મૂલસુત્ત (જુઓ પૃ. ૧૭) અને આવાસય માને છે. વિશેષમાં મૂર્તિપૂજક વેતામ્બર તરફથી આગમોની સંખ્યા ચોર્યાસીની પણ ગણાવાય છે. એને આપણે પૃ. ૧૫માં વિચાર કરીશું. આગની પિસ્તાલીસની સંખ્યા સૂચવનાર તેમજ એ પ્રમાણે પિસ્તાલીસ આગમ ગણાવનારાઓમાં વિક્રમની ચૌદમી સદીમાં થઈ ગયેલા ૧. જુઓ આ૦ આ૦ અવનું પૃ. ૮. ૨. એજન . ૨. ૩. એજન પૃ. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 250