Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ ૧/-/૧ છે. [૪] ઓઘજીવિત-નાકાદિ પયય વિશેષ રહિત આયુદ્રવ્ય માત્ર સામાન્યજીવિત છે. [૫] ભવજીવિત-નારકાદિ ભવ વિશિષ્ટ જીવિત તે ભવજીવિત, નાકજીવિત આદિ. [૬] તભવજીવિત-સમાન જાતીયપણે પૂર્વભવનું જીવન છે. જેમકે મનુષ્ય મરીને ફરી મનુષ્ય થાય. [] ભોગજીવિત-ચક્રવર્તી આદિને હોય છે. [૮] સંયમજીવિત-સાધુઓને છે. [૯] યશજીવિત અને [૧૦] કીર્તિજીવિત-જેમ મહાવીર સ્વામીને હતું. અહીં જીવિત એટલે આયુષ્ય જ છે. તથા અહીં સંયમ, યશ અને કીર્તિ આયુષ્યનો જ અધિકાર છે. એ રીતે શેષપદોનો જેમ સંભવ હોય તેમ નિફોપો કહેવો. આ રીતે સૂઝાલાયક નિક્ષેપ કહ્યો. પદના અર્થનું વર્ણન આ પ્રકારે છે– અહીં પાંચમાં ગણધર શ્રીસુધમસ્વિામી જંબૂનામક પોતાના શિષ્યને પ્રતિપાદન કરે છે કે - “મેં સાંભળેલું છે.” માડસે - જીવિત, તે સંયમ પ્રધાનતાથી પ્રશસ્ત અથવા ઘણું આયુષ્ય છે વિધમાન જેને તે આયુષ્યમાનુ, તેના સંબોધનમાં છે આયુષ્યમાન્ ! શિષ્ય! તેf - જે નજીક, આંતરાવાળું, સૂક્ષ્મ, બાદર, બાહ્ય અને અત્યંતર સકલ પદાર્થોને વિશે અબાધિત બોલવાપણું હોવાથી યથાર્થવચનપણે આપ્તવથી જગમાં પ્રખ્યાત અથવા પૂર્વભવમાં જેણે તીર્થંકરનામકમદિ લક્ષણરૂપ પરમપુન્ય સમૂહ મેળવેલ છે, જેની અનાદિકાળની લાગેલી મિથ્યાદર્શનાદિ વાસના વિનાશ પામી છે, જેણે મહારાજ્ય છોડેલું છે, દેવાદિના ઉપસર્ગ સમૂહના સંસર્ગ વડે જેનો શુભ ધ્યાનમાર્ગ વિચલિત થયો નથી, સૂર્યની માફક ઘનઘાતિ કમરૂપ ઘન વાદળસમૂહને તોડવા વડે જેનું નિર્મળ કેવળજ્ઞાનરૂપ ભાનુમંડલ પ્રકાશિત છે, જેમના ચરણકમળ ઇન્દોરૂપ ભમરોના સમૂહે સેવેલા છે, જેનું પ્રથમ પ્રવચન ‘મધ્યમ' નામે નગરીમાં પ્રવર્તે છે. એવા જિન મહાવીર તેના વડે. જાવતા - અષ્ટ મહાપ્રાતિહાર્યરૂપ સમસ્ત ઐશ્વર્યાદિયુક્ત તે ભગવંતે હવે કહેવાનાર એવા એકવાદિ પ્રકાર વડે માહ્યતમ્ - એટલે જીવ, અજીવના લક્ષણ અસંકીર્ણતારૂપ મર્યાદા વડે અથવા સમસ્ત વસ્તુના વિસ્તાચી વ્યાપક લક્ષણ વડે રાત • આત્માદિ વસ્તુનો સમૂહ કહેલ છે. શ્રુતમ્ - અહીં આ નિર્ણયને કહેનાર શબ્દ વડે પોતે જ અવધારિત અને બીજાને કહેવા યોગ્ય કહ્યું છે. અન્યથા કહેવામાં ઉલટો દોષનો સંભવ છે. કહ્યું છે કે - જેણે સિદ્ધાંતનો સદ્ભાવ જાણ્યો નથી તે ઉન્માર્ગની દેશના વડે બીજાને કષ્ટકારી અપરાધમાં પાડે છે. તેનાથી વધુ મોટું પાપ કયું છે ? ‘પવા' આ શબ્દ ઉપક્રમ દ્વાર વડે કહેવાયેલ ભાવ પ્રમાણ દ્વાગત આત્મા અનંતર અને પરંપર ભેદ ભિન્ન આગમને વિશે આ કહેવાનાર ગ્રંથ અર્થથી અનંતરાગમ, સૂત્રથી આત્માગમ છે. | ‘બાપુથH=' શબ્દ વડે - શિષ્યના ચિતને આહાદ કરનાર કોમલ વચનો વડે આચાર્યોએ ઉપદેશ કરવો જોઈએ તેમ કહે છે. કહ્યું છે કે - ધર્મમય અતિસુંદર ભાષા વડે કારણ અને ગુણ બતાવવા વડે મનને આનંદિત કરાવતા આચાર્ય શિષ્યને પ્રેરણા કરે છે. પ્રાણીઓને આયુષ્ય અતિશય વહાલું હોવાથી આયુષ્યમનું શબ્દ અતિ ૨૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હર્ષજનક છે. કહ્યું છે કે - સર્વે પ્રાણીને આયુપિય છે અને વધ અપ્રિય છે. સુખ અનુકૂળ અને દુ:ખ પ્રતિકૂલ છે. બધાં જીવવાની ઇચ્છાવાળા છે અને જીવિત સર્વને પ્રિય છે. તથા મનુષ્યો જીવન માટે પુત્ર, સ્ત્રી, ધનસંપત્તિને તૃણ તુલ્ય પણ માનતા નથી. કેમકે તેઓને આયુષ્ય અતિ વહાલું છે - અથવા - ‘આયુષ્યમત્ર' શબ્દ વડે ગ્રહણ-ધારણાદિ ગુણવાળા શિષ્યને શાસ્ત્રનો અર્થ દેવા યોગ્ય છે, એ અર્થ જણાવવા માટે સર્વ ગુણોના આધારભૂત, સમસ્ત ગુણના ઉપલક્ષણરૂપ લાંબા આયુષ્યરૂપ ગુણ વડે શિષ્યને આમંત્રણ કરાયું છે. કહ્યું છે કે • દ્રોણ મેઘ વરસે તો પણ કાળીભૂમિમાંથી પાણી બહાર જતું નથી, એમ ગ્રહણ-ધારણ સમર્થ અને જેને દેવાથી નાશ ન થાય તેને જ્ઞાન આપવું જોઈએ. ઉક્ત ગુણથી વિપરીતને દેવામાં દોષ છે. કહ્યું છે કે - તેથી આચાર્ય અને શ્રુતનો વિવાદ થાય છે, સૂત્ર અને અર્થનો વિનાશ થાય છે, બીજાને પણ મૃતની હાનિ થાય છે. જેમ પુષ્ટ હોવા છતાં પણ વાંઝણી ગાય દૂધ ન આપે. ‘તૈન' શબ્દથી - આપ્તવાદિ ગુણોથી પ્રસિદ્ધ નામ ધરાવનાર વડે પ્રસ્તુત અધ્યયનનું પ્રામાણ્ય કહે છે. વક્તાના ગુણોની અપેક્ષાએ વચનનું પ્રમાણ હોય છે. બનાવને - શબ્દથી પ્રસ્તુત અધ્યયનની ઉપાદેયતા બતાવી. અતિશયવાનું ઉપાદેય છે. તેમનું વચન પણ ઉપાદેય છે. તેને ' આ શબ્દ વડે ઉપોદ્ઘાત નિયુક્તિમાં નિર્ગમહાર કહ્યું છે. મિથ્યાવરૂપ તમસ આદિ દોષોથી નિર્ગત પુરુષથી આ અધ્યયન નીકળેલા છે. ક્ષેત્રથી અપાપાનગરી, કાળથી વૈશાખ સુદ-૧૧ની પહેલી પોરસીમાં, ભાવથી ક્ષાયિક ભાવમાં વ છે. આ રીતે ગુરુપરંપરા રૂપ સંબંધ દેખાડેલો છે તથા તથાવિધ ભગવંતે જે કહ્યું તે સાયોજન જ છે. એવી રીતે સામાન્યથી આ અધ્યયનનું પ્રયોજન દશવ્યુિં. ભગવંત પુરષાર્થને અનુપયોગી કહેતા નથી. કેમકે તેથી ભગવંતપણાની હાનિ થાય. - X - ભગવંતે કહેલ અને સૂગરૂપે ગુંથેલ તે ઉપાય અને પુરુષાર્થ તે ઉપેય જાણવો. આ કારણથી જ શ્રોતાઓ શ્રવણમાં પ્રવર્તે છે. કેમકે સિદ્ધ અર્ચના સિદ્ધ સંબંધને સાંભળવા શ્રોતા પ્રવર્તે છે. તેથી શાસ્ત્રની આદિમાં પ્રયોજન સહિત સંબંધ કહેવો. ‘' એટલે ભગવદ્ વચનથી અમારું વચન જુદું નથી. એ રીતે સ્વવચનનું પ્રામાણ્ય બતાવ્યું. અમારું વચન સર્વજ્ઞ વચનાનુવાદ જ છે. અથવા '' તે એકવ આદિ પ્રકારોનો અભિધેયતાથી નિર્દેશ કરે છે. નિરભિધેયપણાની આશંકાથી શ્રોતાઓની પ્રવૃત્તિ ન થાય. ‘મારત' શબ્દથી આ વચન અપૌરુષેય નથી, કેમકે તેનો સંભવ નથી. કહ્યું છે કે જે હેતુથી અપૌરુષેય વેદ-વચન નિર્મિત છે, તે અત્યંત વિરુદ્ધ છે, વચન હોય તે અપૌરુષેય ન હોય. જે બોલાય છે, તે વચન પુરુષના અભાવમાં કયાંથી હોય? તેથી અપરપેયત્વમાં તેનો નિયમથી અભાવ છે અથવા ભગવંતે આ કહ્યું છે, ભીંતમાંથી નીકળેલું નથી. કોઈ કહે છે કે - “ધ્યાન પ્રાપ્ત ભગવંતને ચિંતામણિ રત્ન

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104