Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૩/૯૦ થી ૯૪
કસ્કરિક, રાજગલ, પુષ્પકેતુ અને ભાવકેતુ. આ ૮૮ [૯] મહાગ્રહો પ્રત્યેક બબ્બે જાણવા.
૧૦૯
• વિવેચન-૯૦ થી ૯૪ઃ
મંજૂરીને, ઇત્યાદિ બે સૂત્રો છે. પ્રકાશ કરતા હતા અથવા પ્રકાશનીય હતા. એ પ્રમાણે પ્રકાશ કરે છે, પ્રકાશ કરશે. બંને ચંદ્રો સૌમ્યદીપ્તિક હોવાથી પ્રભાસન માત્ર કહ્યું. બંને સૂર્યો તીક્ષ્ણ કિરણત્વ હોવાથી તપાવતા હતા, એમ જ તપાવે છે. તપાવશે. એ રીતે વસ્તુનું તાપન કહ્યું. આ ત્રણકાળમાં પ્રકાશના કથન વડે સર્વકાળ ચંદ્રાદિ ભાવોનું અસ્તિત્વ કહ્યું. આ કારણથી જ કહે છે - ક્યારેય પણ જગત્ આવું ન હતું તેમ નહીં, અથવા વિધમાન જગનો કર્તા છે એવું કલ્પવું પણ યુક્ત નથી. કેમકે તેવું પ્રમાણ નથી.
[શંકા] સન્નિવેશ વિશેષવાળું જે દ્રવ્ય તે કારણપૂર્વક બુદ્ધિમાન પુરુષ વડે ઘડાની જેમ જોવાયેલ છે, તે સન્નિવેશ વિશેષવાળા પૃથ્વી, પર્વત વગેરે છે. જે બુદ્ધિમાન છે તે આ ઈશ્વર જગત્કર્તા છે. [સમાધાન] એવું નથી. સન્નિવેશ વિશેષવાળો રાફડો હોવા છતાં તેમાં બુદ્ધિમાન પુરુષના કારણપણું જોવાતું નથી. અહીં ઘણું કહેવા યોગ્ય છે, તે સ્થાનાંતરથી જાણવું.
ચંદ્રની બે સંખ્યા હોવાથી તેના પરિવારનું પણ દ્વિત્વપણું કહે છે. તે બે કૃતિકાદિ સૂત્રથી બે ભાવકેતુ પર્યંત કહેલ છે. તેનો અર્થ સુગમ છે. વિશેષ એ કે - બે કૃતિકા છે તે નક્ષત્રની અપેક્ષાએ જાણવું, તારાની અપેક્ષાએ નહીં. [૯૧ થી ૯૩] ત્રણ ગાથા વડે નક્ષત્ર સૂત્રનો સંગ્રહ છે.
[૯૪] કૃતિકાદિ ૨૮ નક્ષત્રોના અનુક્રમે અગ્નિ આદિ ૨૮ દેવો છે. તે કહે છે - બે અગ્નિ, એ પ્રમાણે પ્રજાપતિ, સોમ [ઇત્યાદિ મૂલાર્ય મુજબ જાણવા.] વિશેષ એ કે પચીશમાં વિવૃદ્ધિને બદલે ગ્રંથાંતરમાં અહિર્બુઘ્ન છે.
ગ્રંચાંતરમાં અશ્વિનીથી આરંભીને રેવતી નક્ષત્ર સુધી દેવતાઓના નામ આ પ્રમાણ છે - અશ્વી, યમ, દહન, કમલજ, શશી, શૂલભૃત, અદીતિ, જીવ, ફણી, પિતર્, યોનિ, અર્યમા, દિનકૃત્, ત્વષ્ટા, પવન, શક્રાગ્નિ, મિત્ર, ઐન્દ્ર, નિતિ, તોય, વિશ્વ, બ્રહ્મા, હરિ, બુધ, વરુણ, અજપાદ, અહિર્બુઘ્ન, પુષા,
અંગાસ્ક આદિ ૮૮ ગ્રહો સૂત્ર સિદ્ધ છે. કેવલ અમારા વડે જોવાયેલ કેટલાંક પુસ્તકોમાં યથોક્ત સંખ્યા મળતી છે. અહીં સૂર્યપ્રજ્ઞપ્તિ અનુસારે આ સંખ્યા મેળવવી જોઈએ. સૂર્યપ્રજ્ઞપ્તિનું સૂત્ર છે - નિશ્ચયથી ૮૮ મહાગ્રહો કહ્યા છે, તે આ પ્રમાણે - ઇંગાલક, વિચાલક, લોહિતાક્ષ ઇત્યાદિ. [આ નામો અહીં સૂત્રો-૯૪માં આપ્યા મુજબના જ છે. માત્ર તેમાં પુષ્પમાંક અને અંકુશ એ બે નામોનો ઉલ્લેખ નથી, જે બે નામો મ ંગ સૂત્રમાં છે. આવા જ પાઠને દર્શાવતી સંગ્રહણી ગાથાઓ - નવગાથાઓ - વૃત્તિકારશ્રીએ વૃત્તિમાં નોંધી છે.
તેમાં ગાથા-૧માં ઇંગાલકથી કનકસંતાનક સુધીના ૧૧ મહાગ્રહોના નામો,
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ગાથા-૨માં સોમથી શંખવર્ષાભ એ બીજા દશનામો, એ રીતે અનુક્રમે નવગાથામાં છેલ્લા ભાવકેતુ પર્યન્તના ૮૮ ગ્રહોનો ઉલ્લેખ કરેલો છે. [આ નામો સ્થાનાંગ સૂત્રના આ સૂત્ર-૯૪ના મૂવાઈ મુજબ છે માટે નોંધ્યા નથી, પુષ્પમતક-અંકુશ એ બે નામો અહીં સંગ્રહણી ગાથામાં પણ નથી.] હવે જંબુદ્વીપાધિકારે બીજું કહે છે–
• સૂત્ર-૯૫ થી ૯૭ :
૧૧૦
[૫] જંબુદ્વીપ નામક દ્વીપની વેદિકા ઉંચાઈથી બે ગાઉ ઉર્ધ્વ કહેલી છે. લવણ સમુદ્ર ચક્રવાલ વિષ્ફભથી બે લાખ યોજન છે, તેની વેદિકા બે ગાઉ ઉંચી
કહી છે.
[૬] ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધ મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણે બે વર્ષક્ષેત્રો કહ્યા છે. તે બહુ સમતુલ્ય છે. યાવત્ તે ભરત અને ઐરવત છે. જેમ જંબુદ્વીપના ભરત અને ઐરવતનું વર્ણન કર્યું તેમ અહીં પણ જાણવું. યાવત્ બંનેમાં મનુષ્યો છ પ્રકારના કાલને અનુભવતા વિચરે છે.
તે આ ભરત અને ઐરવતમાં વિશેષ એ કે - ફૂટશાલ્મલી અને ધાતકીવૃક્ષ છે. ગરૂલ દેવ છે તેના નામ વેણુ અને સુદર્શન. ધાતકીખંડદ્વીપના પશ્ચિમાઈમાં મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણે બે વર્ષોત્રો છે સાવત્ ભરત અને ઐવત યાવત્ છ પ્રકારના કાલને અનુભવતા વિચરે છે. આ ભરત-ઐવતમાં વિશેષ એ છે કે ત્યાં ફૂટશાલ્મલી અને મહાધાતકી વૃક્ષ છે. ગરુલજાતિય વેણુદેવ, પ્રિયદર્શન દેવો છે. ધાતકીખંડ નામના દ્વીપમાં - પ્રત્યેક બબ્બે–
ભરત, ઔરવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યક્ વર્ષ, પૂર્વવિદેહ, પશ્ચિમવિદેહ, દેવકુટુ, ઉત્તરકુ ક્ષેત્રો છે. બબ્બે - દેવકુટુના મહાવૃક્ષો, દેવકુના મહાવૃક્ષના વાસી દેવો, ઉત્તરકુરુ, ઉત્તરકુના મહાવૃક્ષો, ઉત્તરપુર મહાવૃક્ષના નિવાસી દેવો છે.
બબ્બે - લઘુહિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી, શબ્દાપાતી, શબ્દાપાતીવાસી સ્વાતિ દેવો, વિકટાપાતી, વિકટાપાતીવાસી પ્રભાસ દેવો, ગંધાપાતી, ગંધાપાતીવાસી અરુણ દેવો, માહ્યવંતપર્યાય, માલ્સવંતપર્યાયવાસી પાદેવો, માલવંત, ચિત્રકૂટ, પફૂટ, નલિનકૂટ, એકીલ, ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન, સૌમનસ, વિદ્યુતપ્રભ, અંકાવતી, પદ્માવતી, આશીવિશ્વ, સુખાવહ, ચંદ્રપર્વત, સૂર્યપર્વત, નાગપર્વત, દેવપર્વત, ગંધમાદન,
જુકાર પર્વત આ દરેક ભ કહેવા.
બબ્બે - લઘુ હિમવંતકૂટ, વૈશ્રમણકૂટ, મહાહિમવંતકૂટ, વૈકૂટ, નિષધ ફૂટ, રુચકકૂટ, નીલવંતકૂટ, ઉપદર્શનકૂટ, મણિકાનકૂટ, શિખરીકૂટ, તિગિÐિકૂટ, પદ્મદ્રહવાસી શ્રીદેવીઓ, મહાપદ્રહ, મહાપદ્રહવાસી ડ્રીદેવીઓ, એવી રીતે યાવત્ પુંડરીકદ્રહ, પુંડરીક દ્રહવાસી લક્ષ્મીદેવીઓ, ગંગા પાદ્રહ યાવત્ તવતી પ્રપાતદ્રહ એ દરેક બન્ને છે.