Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 80
________________ ૩/૧/૧૩૨ ૧૫ ન ઉત્પન્ન થવાના સ્વભાવરૂપ યોગ્ય કામ પરિયાક દેવ વિશેષ હોય છે. તથા અન્ય દેવ પહેલા બે પ્રકારના ત્યાગપૂર્વક છેલ્લા પ્રકાર વડે પરિચારણા કરે છે, એ ત્રીજી પરિચારણા જાણવી કેમકે અપકામ અને અસાકદ્ધિક દેવ વિશેષનો સ્વામી હોય છે. [૧૩૧] મૈથુન વિશેષ હમણાં કહ્યું. તે મૈથુનની જ સામાન્ય પ્રરૂપણા કરતા કહે છે - સૂગ સુગમ છે. વિશેષ એ કે - સ્ત્રીપુરુષનું યુગલ તે મિથુન, તે બંનેનું કાર્ય તે મૈથુન. નાસ્કોને દ્રવ્યથી મૈથુન સંભવતું નથી, તેથી ચોથો ભેદ કહ્યો નથી. મૈથુન કરનારને કહે છે - તમો ત્યાર સુગમ છે, તેઓના જ ભેદોને કહે છે. તો જુઓ, ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે • વિચક્ષણો સ્ત્રી આદિના લક્ષણ આ રીતે કહે છે - યોનિ, મૃદુત્વ, અદ્વૈર્ય, મુગ્ધત્વ, કાયરતા, બે સ્તન, પુરુષ કામના. આ સાત સ્ત્રીવના લક્ષણો છે. પુરષ ચિલ, કઠોરતા, દેઢત્વ, શૂરવીરતા, શ્મશ્ર, ધૃષ્ટતા, સ્ત્રીની ઇચ્છા આ સાત લક્ષણો પુરુષપણામાં છે. તથા સ્તનાદિ અને દાઢી-મૂછાદિ ભાવ અભાવ સમન્વિત અને મોહરૂપ અગ્નિ વડે પ્રજવલિત હોય તેને ડાહ્યા પુરુષો નપુંસક કહે છે. વળી અન્યત્ર પણ કહ્યું છે કે સ્તન અને કેશવતી સ્ત્રી હોય, રોમવાળો પુરષ હોય, સ્ત્રી તેમજ પુરુષ બંનેમાં જે અંતર છે તેના અભાવમાં નપુંસક હોય છે. આ બધાં યોગવાળા હોય છે, માટે યોગ - કહે છે– • સૂઝ-૧૩૨ - યોગ ત્રણ પ્રકારે કહેલ છે . મનોયોગ, વચનયોગ, કાયયોગ. એવી રીતે વિકલૅન્દ્રિયને વજીને નૈરયિકશી વૈમાનિક પર્યન્ત ત્રણ યોગ હોય છે. ત્રણ પ્રકારે પ્રયોગ કહેલ છે - મનપયોગ, વચનપયોગ કાયપયોગ. જેમ યોગમાં કહ્યું તેમ વિકસેન્દ્રિયને વજીને પ્રયોગમાં પણ ગણવું. કરણ ત્રણ ભેદ કહેલ છે . મનકરણ, વચન , કાયકરણ. એ પ્રમાણે વિકલૅન્દ્રિયને વજીને વૈમાનિક પર્યન્ત જાણવું...કરણ ત્રણ ભેદે કહ્યા છે - આરંભકરણ, સંરંભકરણ, સમારંભકરણ. તે વૈમાનિક પર્યન્ત બધાને છે. • વિવેચન-૧૩૨ - યોગ ત્રણ પ્રકારે - અહીં વયન્તિરાયના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત લબ્ધિ વિશેષના પ્રત્યયરૂપ અભિસંધિ અને અનભિસંધિપૂર્વક આત્માનું જે વીર્ય તે યોગ. કહ્યું છે કે - યોગ, વીર્ય, સ્થાન, ઉત્સાહ, પરાક્રમ, ચેટા, શક્તિ અને સામર્થ્ય આ આઠ યોગના પયિો છે. તે વીર્ય બે પ્રકારે છે - સકરણ, અકરણ. તેમાં અલેશ્ય કેવલીને સમસ્ત શેય અને દેશ્ય પદાર્થને વિશે કેવલજ્ઞાન, કેવલદર્શનને જોડનાર જે પરિસ્પદ, પ્રતિઘાત રહિત વીર્ય વિશેષ તે એકરણવીર્ય. તેનો અહીં અધિકાર નથી, સકરણવીર્યનું જ બિસ્થાનકમાં અવતારિતપણું હોવાથી તેમાં જ યોગ શબ્દની વ્યુત્પત્તિ છે. તેને આશ્રીને સૂત્રની વ્યાખ્યા છે. કર્મથી જીવ જેના વડે જોડાય છે, કર્મ જોગના નિમિત્તથી બંધાય છે. આ [5/10] ૧૪૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વયનથી જે પયય પ્રત્યે વિશેષ જોડાય છે તે યોગ- વીાિરાયના ક્ષયોપશમ જનિત જીવના પરિણામ વિશેષ. કહ્યું છે કે - મન વડે, વચન વડે કે કાયા વડે યુક્ત જીવનો આત્મ સંબંધી જે વીર્ય પરિણામ, તે જિનેશ્વરે યોગસંજ્ઞા કહેલ છે. અગ્નિના યોગ વડે ઘડાનો જેમ સતાપણું પરિણામ થાય છે. તેમ જીવના કરણ પ્રયોગમાં વીર્ય પણ આત્માનો પરિણામ થાય છે. | મનકરણથી યુક્ત જીવનો યોગ-વીર્ય પર્યાય, દુર્બલ માણસને લાકડીની જેમ જે મદદગાર થાય છે, તે મનોયોગ. તે ચાર પ્રકારે કહ્યો છે - સત્યમનોયોગ, મૃષા મનોયોગ, સત્યમૃષા મનોયોગ અને અસત્યામૃષા મનોયોગ અથવા મનનો યોગ કરવું, કરાવવું, અનુમતિરૂપ જે વ્યાપાર તે મનોયોગ ચાર પ્રકારે છે. એ જ રીતે વચનયોગ તથા કાયયોગ જાણવો. કાયયોગ સાત પ્રકારે છે : ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર, કામણકાયયોગ. તેમાં શુદ્ધ ઔદારિકાદિનો બોધ સુગમ છે. ઔદારિકમિશ્ર તો અપરિપૂર્ણ દારિક જ મિશ્ર કહેવાય છે. જેમ ગોળ મિશ્ર દહીંનો ગોળ કે દહીં રૂપે વ્યવહાર કરાતો નથી, કેમકે તે ગોળ કે દહીં વડે અપરિપૂર્ણ હોય છે. એવી રીતે ઔદારિક, કાર્પણની સાથે મિશ્ર છે, તે દારિકપણાએ વ્યવહાર કરવાનું શક્ય નથી અને કામણપણાએ પણ વ્યવહાર કરવા યોગ્ય નથી. અપરિપૂર્ણ હોવાથી દારિક મિશ્ર એવો તેનો વ્યવહાર કરાય છે. એ રીતે વૈક્રિયમિશ્ર, આહારકમિશ્ર જાણવું. આ શતક નામક કર્મગ્રંથની ટીકાનો લેશ [અંશ જાણવો. પન્નવણાની વ્યાખ્યાના અંશ તો આ પ્રમાણે છે - શુદ્ધ ઔદારિક વગેરે કાયયોગો ઔદારિકાદિ શરીરપર્યાતિ વડે પર્યાપ્તકને અને મિશ્રો અપયપ્તિકને હોય છે. તેમાં ઉત્પતિકાળમાં ઔદાકિકાય, કાર્પણ સાથે મિશ્ર થાય છે અને દારિક શરીરવાળા જીવનો વૈક્રિય અને આહારક શરીર કરવાના કાળમાં વૈક્રિય અને હાસ્ક વડે મિશ્ર થાય છે. એ રીતે દારિક મિશ્ર થાય છે. તથા વૈક્રિયમિશ્ર દેવાદિના ઉત્પતિકાળમાં કામણ વડે થાય છે અને કૃત વૈક્રિયના ઔદાકિના પ્રવેશકાળમાં ઔદારિક સાથે મિશ્ર થાય છે. આહાફ મિશ્ર તો તે શરીરનું પ્રયોજન જેણે સિદ્ધ કર્યું છે, તે ફરીથી ઔદારિક શરીરના પ્રવેશકાળમાં દારિક સાથે મિશ્ર થાય છે. કામણયોગ વિગ્રહગતિમાં અથવા કેવલિ સમુઠ્ઠાતને વિશે છે. આ બધાં યોગ પંદર પ્રકારે છે. • x - સામાન્યથી યોગની પ્રરૂપણા કરી વિશેષથી નાકાદિ ચોવીશ પદોમાં યોગનો અતિદેશ કરતું સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - અતિ પ્રસંગના પરિહાર માટે કહ્યું કે • પંચેન્દ્રિય સિવાય. એકેન્દ્રિયોને તો કાયયોગ જ હોય, વિકલેન્દ્રિયોને કાય અને વાણુ યોગ હોય, મન વગેરે સંબંધથી આ પ્રમાણે કહે છે - પ્રયોગ ત્રણ છે, તેમાં વિશેષ એ કે • વ્યાપાર કરતાં મન વગેરેનું હેતુમાં કતરૂપ જીવ વડે જે પ્રયોજન છે પ્રયોગ, મનનો જે પ્રયોગ તે મન:પ્રયોગ. એ રીતે કાયપયોગ વચનપયોગ પણ

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104