Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
3/4/13
૧૪૯
સમાધાન - સમને વિશેષણવ હોવા છતાં પ્રાણાતિપાતાદિ વિશેષણ અવશ્ય કહેવું જોઈએ. જે કારણથી આ સૂત્રથી બીજા સૂત્રમાં પ્રાણાતિપાતાદિથી જ શુભ દીધયુિષ્યપણાને કહેવામાં આવશે. સમાન હેતુથી કાર્ય વૈષમ્ય ન ઘટે.
વળી - હે ભગવદ્ તયારૂપ શ્રમણ કે માહણને પામુક, અનેષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે પડિલાભતા શ્રાવક વડે શું કરાય છે?
હે ગૌતમ ! તેના વડે ઘણી જ નિર્જર અને અા પાપકર્મ કરાય છે. આ પ્રમાણે ભગવતી સૂત્રના વચનથી ચોક્કસ થાય છે કે - આ ક્ષુલ્લક ભવ ગ્રહણરૂપ અપાયુષ્યપણું નથી. સ્વ૫ પાપ અને નિર્જરાના કારણભૂત અનુષ્ઠાનનું ફળ મુલકભવ ગ્રહણપણું ન સંભવે. કેમકે જિનપૂજાદિ અનુષ્ઠાનમાં પણ તેવો પ્રસંગ આવશે.
શિકા] પાસુક દાનનું ફળ તમે કહેલ અપાયુપણું થાય, પણ હિંસા અને જૂઠનું ફળ તો મુલક ભવગ્રહણ જ થશે. [સમાધાનએવું નથી, કેમકે એક કાર્યમાં પ્રવર્તવાપણું છે તેમજ અવિરુદ્ધપણું છે.
(શંકામિથ્યાષ્ટિ શ્રમણ - બ્રાહ્મણોને જે અપાસુક દાનથી અપાયુષત્વ નિરુપચરિત જ ઘટી શકે છે, તો પ્રાણાતિપાત અને મૃષાવાદને કેમ વિચારવું ?
| (સમાધાન] એવું નથી, સૂત્રમાં પ્રાસુક દાનના પણ અપાયુષ્યવાળા ફલવનો અવિરોધ હોવાથી અપાતુક વિશેષણનું નિરર્થકપણું થશે. ભગવતીજીમાં કહ્યું છે કે - હે ભંતે ! શ્રમણોપાસક વડે તથારૂપ - અસંયત, અવિરત, અપ્રતિહd, અપ્રત્યાખ્યાન પાપકર્મવાળાને પ્રાસક અથવા અપાસક, એપણીય કે અનપણીય અશન આદિ આહાર વડે પ્રતિલાભનારને શું થાય? હે ગૌતમ! એકાંતે પાપકર્મ થાય અને નિર્જરા કંઈપણ ના થાય. જે પાપકર્મનું કારણ છે તે જ અપાયુવનું કારણ છે.
[શંકા પ્રાણાતિપાત, મૃષાવાદ, અપ્રાસુક દાન કર્તવ્યરૂપે થયા?
| (સમાધાન] ભલે થાય. ભૂમિકાની અપેક્ષાએ શો દોષ છે ? કેમકે કહ્યું છે કે - શારામાં અધિકારીના વશચી ધર્મના સાધનની વ્યવસ્થા, તે ગુણ અને દોષમાં વ્યાધિની પ્રતિક્રિયા સમાન જાણવી. તથા ગૃહસ્થ પ્રત્યે જિનભવન કરાવવાનું ફળ આ પ્રમાણે છે - આ લોકમાં જિનભવનનું કરાવવું તે ભાવયજ્ઞ છે. સગૃહસ્થને જન્મનું આ ઉત્કૃષ્ટ ફળ છે. અભ્યદય પરંપરાથી મોક્ષનું બીજ છે.
કોઈ શંકા કરે કે - જિનપૂજામાં તો હિંસા થાય છે, તેનું સમાધાન કરે છે–
જો કે જિનપૂજામાં કથંચિત્ કાયવધ થાય છે, તો પણ તે ગૃહસ્થને કૂવો ખોદવાના દૈટાંતે તે પરિશુદ્ધ છે. વળી અસત્ આરંભમાં જે હેતુથી પ્રવર્તેલા છે, તે કારણે ગૃહસ્થોને તે અસદારંભની નિવૃત્તિરૂપ ફળવાળી આ જિનપૂજા જાણવી એમ વિચારવું જોઈએ. દાનાધિકારમાં તો સંભળાય છે કે શ્રાવકો બે પ્રકારના છે : સંવિનુભાષિતો અને લુબ્ધકદટાંત ભાવિતો. કહ્યું છે કે
શ્રાવકો બે ભેદે છે - (૧) સંવિગ્ન ભાવિત- સંવિગ્નમુનિ વડે સંસ્કાર પામેલ, (૨) લુબ્ધક દષ્ટાંતભાવિત - પાસત્યાદિ વડે સંસ્કાર પામેલ. * * * લુબ્ધક દષ્ટાંત
૧૫o
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભાવિત જેમ તેમ દાન આપે છે, સંવિનભાવિત ઉચિતપણે દાન આપે છે. તે આ પ્રમાણે - સામર્થ્ય છતાં અશુદ્ધ આહાર લેવામાં મુનિને અને દેનારને બંનેને અહિત થાય, તે જ અશુદ્ધ આહાર અસમર્થપણામાં લેનાર સાધુને અને દેનાર શ્રાવકને બંનેને હિતકર છે. તથા ન્યાયોપાર્જિત દ્રવ્યથી પ્રાપ્ત, કણ પાણી વગેરે દ્રવ્યોનું દાન, દેશ-કાલ-શ્રદ્ધા-સકારના ક્રમે આપે. ક્યાંક પાઠભેદ છે, ત્યાં પણ આ જ અર્થ છે. • X - X -
અથવા પ્રતિભંભન સ્થાનકના બે વિશેષણ છે. તે આ રીતે - આધાકર્મ આદિ દોષથી પ્રાણીઓની હિંસા કરીને, જૂઠ બોલીને - જેમ અહો! સાધુ! આ અમારા માટે બનાવેલ ભોજનાદિ કાનીય છે માટે તમારે શંકા ન કરવી. • ઇત્યાદિ બોલીને તે કારણથી પ્રતિભાભીને કમને બાંધે છે. અહીં બળે પદના વિશેષણપણાએ અને રોક પદના વિશેષ્યપણાથી ત્રણ સ્થાનકપણું જાણવું. આ સૂત્ર ગંભીર અર્થવાળું છે, તેથી બીજી રીતે પણ વિચારવા યોગ્ય છે.
અપાયકપણાનાં કારણો કહ્યા, હવે તેના વિપરિત દીધયુષ્યના ત્રણ કારણો કહે છે - પૂર્વવતુ જાણવું. વિશેષ કહે છે - શુભ દીર્ધાયુષ્યપણાએ જાણવું. પ્રાણાતિપાતની વિરતિ આદિ શુભ દીધયુષ્યનું જ નિમિતપણું હોવાથી કહ્યું છે કે - મહાવતો, અણુવતો, બાલતપ, અકામનિર્જરા વડે જીવ દેવનું આયુષ્ય બાંધે છે, વળી જે સમ્યગૃષ્ટિ જીવ છે, તે પણ દેવાયુને બાંધે છે.
સ્વભાવથી અલાકષાયી, દાનરત, શીલ સંયમ, મધ્યમગુણોયુક્ત જે જીવ તે મનુષ્પાયુને બાંધે છે. દેવ અને મનુષ્યાયુ શુભ છે. ભગવતીજીમાં કહ્યું છે - કે હે ભગવનું તયારૂપ શ્રમણ-માહણને પ્રાસક અને પોષણીય આહાર આદિ વડે પ્રતિલામનાર શ્રમણોપાસક વડે શું કરાય છે ? હે ગૌતમ ! એકાંતે નિર્જન કરાય છે, પાપકર્મ બંધાતું નથી. જે નિર્જરાનું કારણ, તે શુભ દીધયુષ્યના કારણપણા મહાવતવતું વિરુદ્ધ નથી.
હમણાં આયુષ્યના દીર્ધપણાના કારણો કહ્યા. તે દીધયુિષ્ય શુભ અને અશુભ બે પ્રકારનું છે. તેથી પહેલા અશુભાયુની દીર્ધતાનાં કારણ કહે છે - તે પૂર્વવતુ જાણવું. વિશેષ એ કે - અશુભ દીધયુષ્યપણા માટે - નારકાયુષ્ય માટે છે. તે આ પ્રમાણે - નકાયુ પાપપ્રકૃતિરૂપ હોવાથી અશુભ છે અને નાકાયુ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ હોવાથી અશુભદીધું છે. તેવા પ્રકારનું આયુ-જીવિત જે કર્મથી બંધાય તે અશુભ દીધયુ. તેનો જે ભાવ તે અશુભ દીધયુષ્યતા, તેના વડે. પ્રાણીઓને પ્રાણથી રહિત કરનાર હોય, જૂઠું બોલનાર હોય તથા સાધુની હેલનાદિ કરીને અશનાદિ વડે પ્રતિલાભનાર હોય છે. આ શબ્દાર્થ છે.
હીલના-જાતિ વગેરેથી ઉઘાડા પાડવું, મનથી નિંદવું તે નિંદા, લોકસમક્ષ નિંદા તે ખ્રિસના, તેમની સમક્ષ નિંદા તે ગહ, ઉભા ન થવું તે અપમાન. આ બધામાંથી