Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 78
________________ ૩/૧/૧૨૭ આયુવાળા છે. દેવકુરુ આદિના યુગલિકને ભવનપતિ આદિ ઇન્દ્રપણાએ ઉત્પન્ન થવાનો સંભવ છે. (૨) વળી એક ભવિક જ ઇંદ્રાયુÒ બાંધ્યા પછી બદ્ધાયુક કહેવાય છે. કેમકે આગળ આ કાલ વિશેષથી આયુષ્યના બંધનો અભાવ હોવાથી તે ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વના ત્રીજા ભાગ પર્યન્ત હોય છે. (૩) અભિમુખ નામ ગોત્રરૂપ અભિમુખ એટલે સન્મુખમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પછી ભાવિપણાએ ઇન્દ્ર સંબંધી નામ-ગોત્ર જેને છે તે અભિમુખ નામ ગોત્રરૂપ તથા ભાવ ઐશ્વર્યયુક્ત તીર્થંકરાદિ ભાવેન્દ્રની અપેક્ષાએ અપ્રધાનપણાથી શક્ર વગેરે ઇન્દ્રો પણ દ્રવ્યેન્દ્ર જ છે. દ્રવ્ય શબ્દની અપ્રધાન અર્થમાં પણ પ્રવૃત્તિ છે. ૧૪૧ ત્રણ સ્થાનકના અનુરોધથી અહીં ભાવેન્દ્ર કહેલ નથી. તેનું લક્ષણ આ છે - ભાવ ઐશ્વર્યની ક્રિયાના અનુભવ લક્ષણના પરિણામને આશ્રીને અથવા ઐશ્વર્યના પરિણામ વડે ઇન્દ્ર થાય છે, તે ભાવ અને ભાવ એવો ઇન્દ્ર તે ભાવેન્દ્ર - ૪ - તે ભાવેન્દ્ર બે પ્રકારે છે - આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી ઇન્દ્ર શબ્દના જ્ઞાનના ઉપયોગસહિત જે જીવ તે ભાવેન્દ્ર પ્રશ્ન - ઇન્દ્રના ઉપયોગ માત્રથી ભાવેન્દ્રમયપણું કેમ જણાય છે ? કેમકે અગ્નિના જ્ઞાનના ઉપયોગવાળો માણવક અગ્નિ ન કહેવાય કેમકે માણવકમાં દહન, પાન અને પ્રકાશાદિ અર્થક્રિયાના સાધકપણાનો અભાવ હોય છે. સમાધાન - આમ કહેવું અયોગ્ય છે. અભિપ્રાયને ન જાણવાથી સંવિત્, જ્ઞાન, અવગમ અને ભાવ એ બધા એકાર્થક વાચક છે. તેમાં અર્થને કહેનારા પ્રત્યયો તુલ્યનામવાળા છે. આ કારણથી સર્વદર્શનવાળાઓને વિસંવાદનું સ્થાન નથી. - x - ૪ - x - ઇત્યાદિ દલીલો વૃત્તિથી જાણવી - x - નોઆગમથી ભાવેન્દ્ર, ઇન્દ્રના નામકર્મ અને ગોત્રકર્મને અનુભવતો એવો પરમૈશ્વર્યનું પાત્ર છે. કેમકે ‘નો' શબ્દ સર્વથા નિષેધવાચી છે. જે કારણથી તેમાં ઇન્દ્ર પદાર્થનું જ્ઞાન, ઇન્દ્રના વ્યવહારના સંબંધ વડે વિવક્ષિત નથી. ઇન્દ્રની ક્રિયાની જ વિવક્ષા હોવાથી અથવા તથાવિધ જ્ઞાન અને ક્રિયા સહિત જે પરિણામ, તે કેવલ આગમ નથી તેમ કેવળ અનાગમ પણ નથી. આ કારણથી મિશ્રવચનપણાથી ‘નો’ શબ્દ નોઆગમથી કહેવાય છે. શંકા-નામ, સ્થાપના અને દ્રવ્યને વિશે ઇન્દ્ર એવું નામ અને દ્રવ્યપણું સમાન વર્તે છે કેમકે વિવક્ષિત ભાવ વડે શૂન્ય હોય છે, તેથી આમાં શું વિશેષ છે ? સમાધાન - ૪ - જે રીતે સ્થાપના ઇન્દ્રમાં ઇન્દ્રનો આકાર જોવાય છે, તથા કર્તાનો સદ્ભુત ઇન્દ્ર સંબંધી અભિપ્રાય હોય છે, વળી જોનારને ઇન્દ્રનો આકાર જોવાથી ઇન્દ્રનો નિર્ણય થાય છે, વળી નમન કરવાની બુદ્ધિવાળા અને ફલની ઇચ્છાવાળા જીવો સ્તુતિ માટે પ્રવર્તે છે અને કેટલાંક દેવતાના અનુગ્રહથી ફળને પણ પામે છે તથા નામેન્દ્ર, દ્રવ્યેન્દ્રને વિશે તેવું કાંઈ જણાતું નથી, તેથી સ્થાપનાનો આ ભેદ કહ્યો છે. જેમ દ્રવ્યેન્દ્ર ભાવેન્દ્રના કારણપણાને પામે છે, તથા ઉપયોગની સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અપેક્ષામાં પણ તે ભાવેન્દ્રની ઉપયોગતાને પામે છે અને પ્રાપ્ત કરેલ છે, તેમ નામ, સ્થાપના ઇન્દ્ર પ્રાપ્ત કરતા નથી. દ્રવ્યેન્દ્રમાં આ વિશેષ છે. જેમ દ્રવ્ય ભાવનું કારણ છે અને ઉપયોગ અને પરિણતિમા જે ભાવ તે દ્રવ્યનો પર્યાય છે, તેમ નામ, સ્થાપના ભૂત અને ભાવિમાં પર્યાય થતા નથી. નામ, સ્થાપના, દ્રોન્દ્ર કહ્યા. હવે ભાવેન્દ્રને ત્રણ સ્થાન વડે કહે છે– સૂત્રો સુગમ છે. વિશેષ કહે છે કે - જ્ઞાન વડે, જ્ઞાનના કે જ્ઞાનને વિશે ઇન્દ્રપરમેશ્વર તે જ્ઞાનેન્દ્ર અર્થાત્ અતિશયવાન્, શ્રુતાદિ કોઈપણ જ્ઞાનાધીનના વશથી વિવેચન કરેલ વસ્તુના વિસ્તારવાળા તે અથવા કેવલી, એ રીતે “દર્શનેન્દ્ર” ક્ષાયિક સમ્યગ્દર્શનવાળા. ચામેિન્દ્ર-યયાખ્યાત ચાસ્ત્રિવાળા. તેઓનું સર્વભાવમાં શ્રેષ્ઠ ક્ષાયિક લક્ષણ વડે કે વિવક્ષિત ક્ષાયોપશમિક લક્ષણ વડે અથવા પરમાર્થથી ઇન્દ્રપણું હોવાથી સર્વ સંસારી જીવો વડે ભૂતકાળમાં ન પ્રાપ્ત કરાયેલ ગુણરૂપ લક્ષ્મીલક્ષણ પરઐશ્વર્યયુક્ત હોવાથી ભાવેન્દ્રપણું જાણવું. ૧૪૨ આધ્યાત્મિક ઐશ્વર્યની અપેક્ષાએ ભાવેન્દ્રનું ત્રિવિધપણું કહ્યું, હવે બાહ્ય ઐશ્વર્યની અપેક્ષાએ તે ભાવેન્દ્રનું જ ત્રિવિધપણું કહે છે - અર્થ સુગમ છે. વિશેષ એ કે - દેવો એટલે વૈમાનિકો અથવા જ્યોતિકો અને વૈમાનિકો, રૂઢિથી અસુરભવનપતિ વિશેષો અથવા ભવનપતિ અને વ્યંતરો તે સુર ન હોવાથી અસુર છે. ચક્રવર્તી આદિ મનુષ્યેન્દ્ર છે. આ ત્રણેમાં વૈક્રિયકરણાદિ શક્તિયુક્ત ઇન્દ્રત્વ છે. આ કારણથી વિકુર્વણાનું નિરૂપણ કરવા માટે કહે છે– - સૂત્ર-૧૨૮,૧૨૯ : વિકુર્વણા ત્રણ પ્રકારે કહી છે - બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિકુર્વણા, બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યા વિના કરાતી વિકુર્વણા, બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કે ગ્રહણ કર્યા વિના કરાતી વિકુર્વણ... વિકુર્વણા ત્રણ પ્રકારે કહી છે - અત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિકુર્વણા, અત્યંતર પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કરાતી વિકુર્વણા, અત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને કે કર્યા વિના કરાતી વિપુર્વણા... વળી ત્રણ પ્રકારે વિકુર્વણા કહી છે - બાહ્યાાંતર પુદ્ગલ ગ્રહણ કરીને એક, બાહ્યાભ્યતર પુદ્ગલ ગ્રહણ કર્યા વિના એક, બાાાંતર પુદ્ગલ ગ્રહણ કરીને કે કર્યા વિના એક એવી ત્રણ વિપુર્વણા કરાય છે. - [૨૯] નૈરયિક ત્રણ પ્રકારે કહ્યા છે કતિસંચિત, અકતિસંચિત, અવક્તવ્યસંચિત. એ પ્રમાણે એકેન્દ્રિયને વર્જીને વૈમાનિકપર્યંત જાણવું. • વિવેચન-૧૨૮,૧૨૯ : [૧૨૯ ત્રણ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે બાહ્ય પુદ્ગલો - ભવધારણીય શરીરને અવગાહીને ન રહેલ બહારના ક્ષેત્ર પ્રદેશમાં વર્તનારા પુદ્ગલોને વૈક્રિય સમુદ્દાત વડે ગ્રહણ કરીને જે વિણા કરાય તે પહેલી., તે બાહ્ય પુદ્ગલોને ગ્રહણ

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104