Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 73
________________ ૨/૪/૧૧૦ જાણીને ગીતાર્થ સાધુ પાદપોપગમન અનશન કરે છે. તેમને આ વ્યાઘાતવાળું કહેવાય, વ્યાઘાતરહિત તો સૂત્રાર્થ નિષ્ઠિત, ઉત્સર્ગથી બાર વર્ષ પર્યન્ત કૃતપરિકમાં થઈને અનશન કરે તે. તેનો વિધિ આ પ્રમાણે છે– ૧૩૧ આગમોક્ત વિધિથી શરીરાદિ શોષણરૂપ સંલેખના ત્રણ પ્રકારે - ૧-જઘન્ય છ માસની, ૨-મધ્યમ એક વર્ષની, ૩-ઉત્કૃષ્ટ બાર વર્ષની, તેમાં ઉત્કૃષ્ટ કહે છે.] ચાર વર્ષ પર્યન્ત છટ્ઠ, અટ્ઠમાદિ વિચિત્ર તપ, પછી ચાર વર્ષ વિગઈરહિત પારણા, પછી બે વર્ષ એકાંતર આયંબિલ, - પછી છ માસ અતિગાઢ તપ ન કરે પણ પારણે પરિમિત આયંબિલ કરે, પછી છ માસ વિકૃષ્ટ તપોકર્મ કરે. બારમે વર્ષે - એક વર્ષ પર્યન્ત કોટિ સહિત આયંબિલ કરીને આનુપૂર્વી વડે, સંઘયણાદિને અનુરૂપ એટલો કાળ પર્યન્ત નિયમથી વીતાવે. શરીરની સંલેખના ન કર્યો છતે ઉતાવળથી ધાતુઓ ક્ષય પામતા ચરમ કાળમાં જીવને આર્તધ્યાન થાય છે. કહ્યું છે– જિનેશ્વરે કહેલ ધ્યાન યોગ વડે ભાવકષાયોની પણ જે સંલેખના કરે છે તે સદ્ભૂત અર્થની ભાવનાઓ વડે બોધિના મૂલોની વૃદ્ધિ કરે છે. ભાવિતાત્મા, વિશેષથી સૂત્ર વડે ભાવના ભાવે, મરણ સમયે સંસાર સમુદ્રના સ્વભાવથી નિર્ગુણપણું વિચારે. જન્મ-જરા-મરણરૂપ જલવાળો, અનાદિ, દુઃખરૂપ મત્સ્યાદિ જીવો વડે વ્યાપ્ત, કષ્ટરૂપ, રૌદ્ર એવો આ સંસારસમુદ્ર જીવોન દુઃખનું કારણ છે. હું ધન્ય છું કે જેથી મેં અત્યંત અપાર ભવરૂપ સમુદ્રને વિશે લાખો ભવ વડે પામવું દુર્લભ એવું સદ્ધર્મરૂપ વહાણ મેળવ્યું. એકવારના પ્રયત્નથી પાલન કરાયેલ એવા ધર્મરૂપ વહાણના પ્રભાવથી જન્માંતરમાં પણ જીવો દુઃખ-દુર્ગતિને પામતા નથી. આ ભવસમુદ્રમાં આ ધર્મરૂપી વહાણ મુક્તિનું સાધક હોવાથી અપૂર્વ ચિંતામણિ રત્ન છે, અપૂર્વ એવું કલ્પવૃક્ષ છે, પરમમંત્ર છે, પરમ અમૃત છે. મહાન્ પ્રભાવવાળા સદ્ગુરુ આદિની વૈયાવચ્ચને હું ઇચ્છુ છું, જેઓના પ્રભાવ વડે ધર્મયાન મેં પ્રાપ્ત કર્યુ અને વિઘ્નરહિત પાળ્યું. જેણે ઉપકાર નથી કર્યો એવા બીજાના હિત કરવામાં તત્પર જે સદ્ગુરુઓ, જીવોને ધર્મયાન આપે છે, તે સદ્ગુરુને નમસ્કાર, પુનઃ નમસ્કાર. એવી રીતે આત્માની સંલેખના કરીને, પાટપાટલાદિ પાછા સોંપીને ગુરુ આદિને ભાવશુદ્ધિ વડે સારી રીતે ખમાવીને, ગુરુ આદિથી અન્ય સર્વને વિશે પ્રતિબદ્ધ અન્યોન્ય પ્રશંસા કરીને ધર્મને વિશે વિશેષ ઉધમ કરવો જોઈએ. સંસારસમુદ્રમાં જે સંયોગો છે તે વિયોગવાળા છે. વળી યથાવિધિ ભગવંતોને વંદન કરીને, શેષ ગુરુ આદિને વંદન કરીને, પછી ગુરુની પાસે સર્વ આહારનું પચ્ચક્ખાણ કરીને, વળી સમભાવથી સ્થિર રહેલ આત્મા, સિદ્ધાંતમાં કહેલ માર્ગ વડે પર્વતીય ગુફામાં જઈને પાદપોપગમન અનશન કરે છે. સર્વત્ર પ્રતિબંધ રહિત, દંડની જેમ લાંબા આદિ સંસ્થાનમાં રહીને જીવનપર્યન્ત નિશ્ચેષ્ટ થઈને વૃક્ષ સમાન રહે છે. પ્રથમ સંઘયણને વિશે પ્રાયઃ મહાનુભાવો શુભ ભાવથી ઉત્કૃષ્ટ નિશ્વલપદના સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સાધનભૂત પાદપોપગમન અનશન કરે છે. [હવે ભક્તપ્રત્યાખ્યાન કહે છે.] ભક્તપરિજ્ઞા અનશન ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાથી થાય છે, તે જેવી રીતે સમાધિ થાય તેવા નિયમથી સપ્રતિકર્મ કહેલું છે. બે સ્થાનના વર્ણનને કારણે અહીં ઈંગિત મરણ નથી કહ્યું, તેનું લક્ષણ આ પ્રમાણે - ઇંગિત જાણેલ દેશમાં સ્વયં ચતુર્વિધાહારનો ત્યાગ કરે. ઉર્તનાદિ પણ બીજા પાસે ન કરાવે તે ઈંગિનીમરણ. - ભગવંતે મરણાદિનું આ સ્વરૂપ લોકમાં પ્રરૂપેલ છે, તેથી લોકના સ્વરૂપની પ્રરૂપણા કરાવવા પ્રશ્નપૂર્વક કહે છે ૧૩૨ - સૂત્ર-૧૧૧,૧૧૨ - આ લોક શું છે ?, - જીવ અને અજીવ છે, લોકમાં અનંતા શું છે ? - જીવો અને જીવો, લોકમાં શાશ્વતા શું છે? - જીવો અને અજીવો. બોધિ બે ભેદે કહેલ છે - જ્ઞાનબોધિ, દર્શનબોધિ. બે ભેદે બુદ્ધો કહ્યા બુદ્ધ, દર્શનબુદ્ધ. એ રીતે મોહ અને મૂઢતા બબ્બે ભેદો છે. • વિવેચન-૧૧૧,૧૧૨ : છે [૧૧૧] સૂત્રમાં જે પ્રશ્નાર્થક છે. યં પદ દેશથી પ્રત્યક્ષ અને સમીપ અર્થવાચી છે, જેમાં ભગવંતે મરણ આદિ પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વસ્તુ સમૂહના તત્વને કહ્યું છે. જે જોવાય તે લોક એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કહ્યો પંચાસ્તિકાયમયત્વથી લોક જીવ-જીવરૂપ છે. કહ્યું પણ છે કે - પંચાસ્તિકાયમય લોક, જિનેશ્વરે અનાદિ અનંત કહેલ છે. લોકસ્વરૂપભૂત જીવ-અજીવોનું સ્વરૂપ પ્રશ્નપૂર્વક બે સૂત્ર વડે કહે છે - લોકને વિશે અનંતા શું છે ? તેનો ઉત્તર કહે છે - જીવો અને અજીવો છે. જીવ અને અજીવ એ બે જ દ્રવ્યાર્થતાથી શાશ્વતા છે અનંતા અને શાશ્વતા જે આ જીવો છે તે બોધિ-મોહ લક્ષણરૂપ સ્વભાવથી બુદ્ધો અને મૂઢો થાય છે, તે દેખાડવા માટે બે સ્થાનોના અનુપાત થવાથી ચાર સૂત્રો કહે છે - યુવિજ્ઞત્યાદિ, [૧૧૨] બોધવું તે બોધિ-જિનધર્મનો લાભ. જ્ઞાનબોધિ-જ્ઞાનાવરણના ક્ષયોપશમ વડે થયેલ જે જ્ઞાનપ્રાપ્તિ, દર્શનબોધિ-દર્શનમોહનીયના ક્ષયોપશમાદિથી પ્રાપ્ત-શ્રદ્ધાનો લાભ. આ બંનેથી યુક્ત બુદ્ધો બે ભેદે છે. એ બુદ્ધો ધર્મથી જ ભિન્ન છે, ધર્મપણે નહીં. કેમકે જ્ઞાન-દર્શનનું અન્યોન્ય રહિત અસ્તિત્વ નથી. જેમ બોધિ અને બુદ્ધ બે ભેદે કહ્યા તેમ મોહ અને મૂઢો જાણવા. તેથી મોહના બે ભેદ-જ્ઞાનમોહ, દર્શનમોહ. જે જ્ઞાનને આચ્છાદન કરે છે. તે જ્ઞાનમોહ-જ્ઞાનાવરણનો ઉદય. એ રીતે સમ્યગ્દર્શન મોહનો ઉદય તે દર્શનમોહ. મૂઢ પણ બે ભેદે (૧) જ્ઞાનમૂઢ-ઉદિત જ્ઞાનાવરણ અને (૨) દર્શનમૂઢ-મિથ્યાĚષ્ટિ, બે પ્રકારનો પણ આ મોહ જ્ઞાનાવરણથી કર્મનો બંધક છે, તે સંબંધ વડે જ્ઞાનાવરણાદિ કર્મોનું આઠ સૂત્રો વડે વૈવિધ્ય • સૂત્ર-૧૧૩ : ૧-જ્ઞાનાવરણીય કર્મ બે ભેદે - દેશ જ્ઞાનાવરણીય, સર્વ જ્ઞાનાવરણીય. ૨-દર્શનાવરણીય કર્મ પણ એ રીતે બે ભેટે છે. ૩-વેદનીય કર્મ બે ભેદે - સાતા

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104