Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 33
________________ ૧/-/પ૧ પૃથ્વી-પાણી-અગ્નિ-વાય વાદળા આદિના વિકારરહિત મૂd જાતિયત્વથી ગાય આદિના શરીરની જેમ જીવના શરીરો છે, વાદળાદિ વિકારો મૂdજાતિયત હોવા છતાં તે જીવના શરીરો નથી તે દોષના પરિહાર માટે હેતુમાં અભાદિવિકારવર્જિત વિશેષણ મૂક્યું. કહ્યું છે કે- * * * પૃથ્વી આદિ શસ્ત્રહિત હોય તો નિર્જીવ, અન્યથા સજીવ છે. હવે વનસ્પતિનું વિશેષથી સચેતનવ કહે છે : જન્મ, જરા, જીવન, મરણ, સંરોહણ, આહાર, દોહદ, રોગ અને ચિકિત્સા વડે સ્ત્રીની માફક વૃક્ષો ચેતન સહિત છે. રીસામણી આદિ વનસ્પતિ, કીડાદિ માફક સ્પર્શ માત્રથી સંકોચાય છે. હે વ્યક્તી તું જાણે કે વેલડી આદિ સ્વરક્ષણ માટે વાડ પર આશ્રય માટે ચડે છે. શમી આદિ વૃક્ષો, નિદ્રા-જાગવું-સંકોયાદિ પામે છે, એમ સ્વીકારેલ છે, બકુલ, ચંપકાદિ શબ્દાદિ વિષયથી સાક્ષાત્કાર પામે છે. ‘UT Pવસ' ભવિષ્યકાળમાં થનારી સિદ્ધિ નિવૃત્તિ જેઓને છે તે ભવસિદ્ધિક-ભવ્યો છે, તેનાથી વિપરીત તે અભવસિદ્ધિક-અભવ્ય છે. [શંકા જીવપણું સમાન છતાં ભવ્ય-અભયમાં શો ભેદ છે? સ્વભાવથી ભેદ છે, દ્રવ્યવથી જીવઆકાશની સમાનતા છે, પણ સ્વભાવથી ભેદ છે. જીવ અને આકાશનું દ્રવ્યવ, સત્વ, પ્રમેયવાદિપણે તુચ છતાં સ્વભાવથી ભેદ છે - અજીવ, જીવ માફક છે, તેમ ભવ્યઅભવ્યનો સ્વભાવ ભેદ છે. • x - I HAક્રિયા - સમ્યમ્ - અવિપરીત, દૈષ્ટિ-દર્શન. જેમને તવોની રુચિ છે તે સમ્યગદષ્ટિ જીવો, મિથ્યાત્વ મોહનીયના ક્ષય, ક્ષયોપશમ, ઉપશમથી થાય છે. તથા મિથ્યા-વિપયરવાળી, તીર્થકર વડે કહેવાયેલ પદાર્થમાં જેમની શ્રદ્ધારહિત દૈષ્ટિ છે, તે મિથ્યાદેષ્ટિ જીવો, મિથ્યાત્વ મોહનીયના ઉદયથી જીનવનની અરચિવાળા છે. કહ્યું છે કે સૂત્રોકત એક અક્ષર પણ ન રુચવાથી મનુષ્ય મિથ્યાદૈષ્ટિ થાય છે. તીર્થકર ઉક્ત સૂત્ર તેમને અપમાણ છે. તયા જેમની સમ્યક - મિથ્યા દૃષ્ટિ છે તે મિશ્રદૈષ્ટિ જીવો જિનોક્ત ભાવો પતિ ઉદાસીન હોય છે. આ ગંભીર સંસારસમુદ્ર મણે વર્તતો જીવ અનાભોગ - 1 - યથાપ્રવૃત્તિ કરણ વડે પ્રાપ્ત થયેલ અંતઃ કોડાકોડી સાગરોપમાં સ્થિતિક મિથ્યાત્વ વેદનીય કર્મની સ્થિતિને અંતર્મુહૂર્ત ઉદય ક્ષણથી ઓળંગી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની સંજ્ઞાવાળા વિશુદ્ધ વિશેષો વડે અંતર્મુહૂર્ત કાલરમાણ અંતઃકરણ કરે છે. તે કરવાથી કર્મની બે સ્થિતિ થાય છે અંતકરણની નીચેની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત માત્ર છે, તેની ઉપરની બાકીની સ્થિતિ તે બીજી સ્થિતિ. ત્યાં પ્રથમ સ્થિતિમાં મિથ્યાત્વના દલિકોના વેદનથી આ જીવ મિથ્યાદેષ્ટિ છે, તે જીવ અંતર્મુહર્ત વડે તે પ્રથમ સ્થિતિ નાશ થતાં મિથ્યાત્વ દલિક વેદના અભાવથી અંતકરણના પ્રથમ સમયે તે ઔપશમિક સમ્યકત્વને પામે છે. • x - મિથ્યાત્વ મોહનીયના કર્મના વેદનરૂ૫ અપ્તિ. અંતકરણને પ્રાપ્ત થઈને ઠરી જાય છે. તે પથમિક સમ્યકત્વને પામીને દર્શન-મોહનીયરૂપ અશુદ્ધ કર્મ ત્રણ પ્રકારે થાય સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અશુદ્ધ, અર્ધવિશુદ્ધ, વિશુદ્ધ. તે ત્રણ પુંજ મધ્યે જ્યારે અર્ધ વિશુદ્ધપુંજ ઉદય થાય ત્યારે તેના ઉદયવલથી જીવને અરિહંતે કહેલ તત્વોનું શ્રદ્ધાનું અર્ધવિશુદ્ધ રૂપે થાય છે, ત્યારે મિશ્ર શ્રદ્ધાચી અંતર્મુહૂર્ત તે જીવ મિશ્રર્દષ્ટિ થાય છે. પછી વય સમ્યકત્વ કે મિથ્યાત્વ jજને પામે છે. સખ્યણ-મિથ્યા-મિશ્રદષ્ટિ વડે વિશેષિત અન્ય દંડક કહ્યો. તેમાં નાક, અસુરાદિ ૧૧-પદોને વિશે ત્રણ દૈષ્ટિ છે. તેથી કહ્યું કે - પૃથ્વી આદિ પાંચ દંડકમાં એક મિથ્યાદૈષ્ટિ જ છે. તે કારણથી પૃથ્વી આદિ મિથ્યાત્વથી ઉપદેશાય છે. કહ્યું છે - ચૌદે ગુણસ્થાનકવાળા ત્રસ જીવો છે, સ્થાવરો મિથ્યાર્દષ્ટિ જ છે. બેઇન્દ્રિયાદિને મિશ્રદૃષ્ટિ નથી, કેમકે સંજ્ઞીને જ તેનો સદ્ભાવ છે. તેથી તેમને સમ્યગુર્દષ્ટિ, મિથ્યાષ્ટિપણાએ જ વ્યપદેશ કરાય છે. એ રીતે ત્રણ-ચાર ઇન્દ્રિયવાળાને બેઇન્દ્રિય માફક વર્ગણા રોકત્વ કહેવું. પંચેન્દ્રિય તિર્યચ- આદિ પાંચ દંડકોમાં દર્શન ત્રણ પણ છે, તેથી તેનું ત્રણ પ્રકારે કથન છે. આ કારણથી જ કહ્યું. મા ને. - X - X - - હવે કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિકનાં લક્ષણ કહે છે - જે જીવોને અપાદ્ધ પગલ પરાવર્ત સંસાર બાકી હોય તે નિશ્ચયથી શુક્લપાક્ષિક છે, જેમને તેથી અધિક સંસાર હોય તે કૃષ્ણપાક્ષિક છે. આ ચોથો દંડક છે. TI #ફ્લેસન. જેનાથી જીવ કર્મની સાથે ચોટે તે લેગ્યા. કહ્યું છે - ચિમકાર્યમાં શ્લેષની જેમ કર્મબંધની સ્થિતિને કસ્નારી આ વેશ્યાઓ છે. તથા કૃણાદિ દ્રવ્યની સહાયતાથી સ્ફટિક જેવો જે આત્માનો પરિણામ, તેમાં આ લેગ્યા શબ્દ જોડાય છે આ લેણ્યા યોગની પરિણતિપત્નથી અને યોગ શરીર નામકર્મની પરિણતિ વિશેષ હોવાથી શરીર નામકર્મ પરિણતિરૂપ છે. પ્રજ્ઞાપના વૃત્તિકર્તા કહે છે. - યોગના પરિણામ તે લેશ્યા. આમ કેમ કહ્યું? જે હેતથી સયોગી કેવલી શુકલ લેયાના પરિણામ વડે વિયરીને શેષ તd રહેતા યોગનિરોધ કરે છે, તેથી અયોગીd, અલેશ્યત્વ પામે છે. આ કારણથી યોગના પરિણામ તે વેશ્યા. તે યોગ શરીરનામકર્મની પરિણતિ વિશેષ છે, તેથી કહ્યું છે - કર્મ જ કામણ અને અન્ય શરીરોનું કારણ છે તેથી ઔદાકિ શરીયુક્ત આત્માની વીર્ય પરિણતિ વિશેષ તે કાયયોગ છે. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના વ્યાપાસ્થી ગ્રહણ કરેલ વાદ્રવ્ય સમૂહની સહાયતાથી જીવનો વ્યાપાર તે વાગયોગ. દારિક શરીર વ્યાપારથી ગૃહીત મનોદ્રવ્ય સમૂહની સહાયતાથી જે જીવ વ્યાપાર તે મનોયોગ. તેથી જેમ કાયાદિ કરણયુક્ત આત્માની વીર્ય પરિણતિ યોગ કહેવાય, તેમ વેશ્યા પણ આત્માની વીર્ય પરિણતિરૂપ છે. અન્ય આચાર્ય કહે છે - કર્મનો જે સ તે લેશ્યા. તે દ્રવ્ય-ભાવથી બે પ્રકારે છે. કૃષ્ણાદિ દ્રવ્યો તે દ્રવ્ય લેશ્યા. ભાવલેશ્યા તે કૃણાદિ દ્રવ્યોથી ઉત્પન્ન જીવના પરિણામ. આ લેફ્સા છ પ્રકારે છે, તેનું સ્વરૂપ જાંબૂના ફળને ખાનાર છે પુરુષ

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104