Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 57
________________ ૨|| ૧oo સ્થિતિક દેવો વસે છે. તે • કૃતમાલક, નૃત્યમાલક, ઐરાવત હોમના દીધી વૈતાદ્યમાં બે ગુફાઓ કહી છે યાવત્ ભરત માફક જાણવું. ભૂદ્વીપના મેર પતિની દક્ષિણે લધુ હિમવંત નામે વધિર પર્વતમાં બે ફૂટ કહ છે બહુસમતુલ્ય ચાવતુ પહોળાઈ, ઉંચાઈ, સંસ્થાન, પરિધિ વડે સિમાન છે તે લઘુહિમવંતકૂટ અને વૈશ્રમણકૂટ, જંબૂદ્વીપના મેરની દક્ષિણે મહાહિમવંત નામે વર્ષઘર પર્વતમાં બે કૂટ કહેલ છે. તે બહુસમતુલ્ય યાવતું મહાહિમવતકૂટ અને વૈડૂકૂટ નામે છે. એ રીતે નિષધ વધિર પર્વતમાં બે ફૂટ છે - યાવત - નિuધકૂટ અને ચકાભકૂટ. જંબૂદ્વીપના મંદરપર્વતની ઉત્તરે નીલવંત વર્ષધર પર્વતમાં બે ફૂટ કહ્યા છે, તે બહુરામ યાવ4 નીલવંતકૂટ ઉપદનકૂટ નામે છે. એ રીતે શિખરી નામે વધિર પર્વતમાં બે ફૂટ કહ્યા છે - ચાવ4 - શિખરીફૂટ તિગિછિકૂટ, • વિવેચન-૮૭ : જંબૂ, ઇત્યાદિ - વર્ષ - ફોગ વિશેની વ્યવસ્થા કરનારા હોવાથી વર્ષધર, ‘ચલ્લ’ મોટાની અપેક્ષાએ લઘુ તે લઘુહિમવંત, ભરતક્ષેત્રથી અનંતર છે. શિખરી પર્વત સ્વતની પાસે છે. તે બંને પૂર્વ-પશ્ચિમ લંબાઈથી લવણસમુદ્ર સુધી જોડાયેલા છે. લઘુ હિમવંત પર્વતની જીવા લંબાઈ વડે ૨૪,૯૩૨ યોજન અને અદ્ધ કલા છે. એ રીતે શિખરી પર્વતની જીવા જાણવી. બંને પર્વત ભરતક્ષેત્રથી બમણા વિસ્તારવાળા, ૧૦૦ યોજન ઊંચા, ૨૫ યોજન ભૂમિમાં, લંબચોરસ સંસ્થાન વડે રહેલા છે, તેની પરિધિ ૪૫,૧૦૯ યોજન અને ૧૨શી કલા છે. જેમ હિમવંત અને શિખરી પર્વત જંબદ્વીપ ઇત્યાદિ અમિલાપ વડે કહ્યા તેમ મહાહિમવંત આદિ પણ કહેવા. - તેમાં લઘુની અપેક્ષાએ મહાહિમવંત છે. તે મેરુની દક્ષિણે છે અને ઉત્તરમાં કમી પર્વત છે. એ રીતે નિષધ-નીલવંત પણ છે. વિશેષ એ કે - તેની લંબાઈ વગેરે વિશેષથી “ોત્રસમાસ' ગ્રંથથી જાણવા. અહીં તેની ગાથા વડે કિંચિત્ કહે છે - પ૨૬ યોજના ૬ કલાનો પહોળો ભરતક્ષેત્ર છે, ૧૦૫ર યોજન, ૧૨ કળાનો પહોળો લઘુ હિમવંત પર્વત છે. હૈમવત ફોગ ૨૧૦૫ યોજન અને પ-કળા પહોળો છે. તથા મહાહિમવંત પર્વત ૪૨૧૦ યોજન, ૧૦-કળા પહોળો છે. હરિવર્ષ ક્ષેત્ર ૮૪૨૧ યોજન, ૧-કળા પહોળું છે, નિષધ પર્વત ૧૬,૮૪૨ યોજન, કળા પહોળો છે. મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ 33,૬૮૪ યોજન, ૪-કળા છે. શિખરી અને લઘુહિમવંત પર્વત ૧00 યોજન ઉંચા અને સુવર્ણમય છે, રુકિમ તથા મહાહિમવંત ૨૦ યોજન ઉંચા છે, તેમાં રુકિમ પર્વત પ્ય કનકમય છે. નિધિ અને નીલવંત પર્વત ૪૦૦ યોજન ઉંચા છે, નિષધ તપાવેલ સુવર્ણમય અને નીલવંત વૈર્ય મણિમય છે. પર્વતોનો જમીનમાં અવગાઢ પ્રાયઃ ઊંચાઈથી ચોથો ભાગ હોય છે. વૃત પરિધિ પોતપોતાની પહોળાઈથી ત્રણગણી અને કંઈક ન્યુન છ ભાગમુક્ત હોય છે, ચોસ પરિધિ લંબાઈ અને પહોળાઈથી દ્વિગુણ હોય છે. ધૂ. ઇત્યાદિ - સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્યાલાના આકાર હોવાથી વૃત્ત વૈતાઢ્ય એવા નામથી બે પર્વતો છે. સર્વતઃ ૧૦૦૦ યોજના પરિમાણ અને રૂપામય છે. તેમાં મેરની દક્ષિણે હૈમવત ફોગમાં શબ્દાપાતી, ઉત્તરમાં ઐરાવત ફોટામાં વિકટાપાતી પર્વત છે. તે બે વૃત વૈતાદ્યમાં અનુક્રમે સ્વાતિ અને પ્રભાસ નામે બે દેવ વસે છે. કેમકે ત્યાં તેમના ભવન છે. એ રીતે હરિવર્ષ ક્ષેત્રમાં ગંધાપાતી, રમ્યોગમાં માલ્યવત્પર્યાય પર્વત છે, ત્યાં ક્રમ વડે અરુણ અને પદા નામે બે દેવ વસે છે. ન્યૂ ઇત્યાદિ, પાશબ્દનો પ્રત્યેકમાં સંબંધ હોવાથી પૂર્વના પડખે અને પશ્ચિમના પડખે બે પર્વત છે. પ્રજ્ઞાપક વડે ઉપદેશ કરાતા ક્રમશઃ સૌમનસ અને વિધુતપ્રભ કહેલ છે. તે અશ્વના સ્કંધ સમાન આદિમાં નમેલા અને અંતે ઊંચા છે. આ કારણથી નિષધપર્વત સમીપે ૪૦૦ યોજન ઊંચા અને મેરની સમીપે ૫oo યોજન ઊંચા છે. કહ્યું છે કે - વધર પર્વતની સમીપ ૫o0 યોજન વિસ્તારવાળા, ૪00 યોજના ઊંચા અને ૧૦૦ યોજન જમીનમાં છે. મેરુની પાસે ચાર વક્ષસ્કાર પર્વતો ૫૦૦ યોજના ઊંચા, ૫૦૦ કોશ ઉંડા અને અંગુલના અસંખ્યાત ભાગ માગ પહોળા છે. ચારે વક્ષસ્કાર પર્વતોની લંબાઈ ૩૦,૦૦૦ યોજન, ૬-કળા છે. કંઈક ન્યૂન ચંદ્રાકાર થતુ ગજદંતાકૃતિના જેવા સંસ્થાન વડે રહેલા તે અપાદ્ધચંદ્ર-સંસ્થાન સંસ્થિત છે. ક્યાંક “અદ્ધચંદ્ર સંસ્થાન સંસ્થિત “પાઠ છે. ત્યાં અદ્ધ શબ્દ વડે વિભાગ માત્ર વિવક્ષા કરાય છે. પણ સમવિભાગ નહીં. તે બે પર્વત વડે દેવકર અર્ધ ચંદ્રાકાર કરાયેલ છે. આ કારણથી વક્ષારાકાર ક્ષેત્રને કરનારા બે પર્વતો વક્ષાર [વક્ષસ્કાર] પર્વતો કહેવાય છે. ન્યૂ ઇત્યાદિ વર્ણન તેમજ જાણવું. વિશેષ એ કે - ઉત્તરકુરુ ફોગમાં પશ્ચિમની પાસે ગંધમાદન અને પૂર્વની પાસે માલ્યવંત વક્ષસ્કાર પર્વત છે. તો ટીવેયd, વૈતાદ્યનો નિષેધ કરવા ‘દીધ' શબ્દનું ગ્રહણ કરેલ છે. શબ્દનો વૈતાદ્ય કે વિજયાટ્ય સંસ્કાર થાય છે. તે બે પર્વત ભરત અને ૌરવતના મધ્ય ભાગમાં પૂર્વ અને પશ્ચિમચી લવણસમુદ્રને સ્પર્શ કરીને રહેલ છે. તે બંને ર૫-યોજન ઊંચા છે, ૨૫-ગાઉ ઉંડા છે, ૫-જોજન પહોળા છે. આયત સંડાણવાળા છે, સર્વ રૂપામય અને બંને પડખાથી બહાર કાંચનમંડનથી અંકિત છે. * * * મરણ - આદિ વૈતાઢ્ય પર્વતમાં પશ્ચિમ ભાગમાં તમિસા ગુફા ૫૦ યોજના લાંબી, ૧૨ યોજન પહોળી, ૮ યોજન ઊંચી છે. આયતચતુરસ સંસ્થાનવાળી, વિજયદ્વાર પ્રમાણ દ્વારવાળી, વજના કમાડથી ઢાંકેલી, બહુ મધ્ય ભાગે બે યોજના અંતરવાળી અને ત્રણ યોજન વિસ્તારવાળી ઉન્મ—જલા અને નિમગ્નજલા નામે બે નદી વડે યુકત છે. તમિસા માફક પૂર્વમાં ખંડપપાતા ગુફા જાણવી. તમિસામાં કૃતમાલ્ય, ખંડપ્રપાતામાં નૃત્યમાલ દેવ વસે છે. ઐરાવત ક્ષેત્રમાં પણ ભરતફોમની માફક જાણવું. બંધૂ ઇત્યાદિ - હિમવંત વર્ષધર પર્વતમાં ૧૧-કૂટો છે. - સિદ્ધાચતન, લઘુ હિમવંત, ભરત, ઇલા, ગંગા, શ્રી, રોહિતાશા, સિંધુ, સુરા, હૈમવત અને વૈશ્રમણ છે. પૂર્વ દિશામાં સિદ્ધાયતન ફૂટ છે, તે પછી ક્રમશઃ પશ્ચિમથી બીજા કૂટો સર્વ રનમય

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104