Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 31
________________ ૧/-[૪૮,૪૯ જીવપરિણામ છે. કપાયો અનંતાનુબંધી ભેદથી કે અસંખ્યાત અધ્યવસાય સ્થાન ભેદથી અનેક પ્રકારે છે... પેા - પ્રિયનો ભાવ કે કર્મ તે પ્રેમ-તે અપ્રગટ માયા અને લોભ લક્ષણ ભેદ સ્વભાવરૂપ રાગ માત્ર છે. યોસ - દ્વેષ અથવા દૂષણ તે દોષ તે અપ્રગટ ક્રોધ-માનરૂપ અપ્રીતિ છે. ખાવ - તેમાં કલહ-કજીયો, અભ્યાખ્યાન-પ્રગટ ખોટું આળ ચડાવવું, પેશુન્યગુપ્ત રીતે છતા-અછતા દોષ પ્રગટ કરવા...પરપરિવાદ-બીજાનું ખરાબ બોલવું તે...અરતિ-રતિ:- અરતિ મોહનીયજન્ય ચિત્ત વિકાર-ઉદ્વેગ લક્ષણ અને તયાવિધ આનંદરૂપ તે રતિ. અરતિરતિ એક જ વિવક્ષિત છે, જેથી કોઈક વિષયમાં રતિ, તેને જ વિષયાંતરથી અરતિ કહે છે. - ૪ - ૪ - - *ક मायामोस - । - માયા એટલે કપટ, મૃષા તે જૂઠું બોલવું. માયા સહિત જૂઠું બોલવું તે, તેમાં બે દોષનો યોગ છે. તે માનમૃષા આદિ દોષના ઉપલક્ષણરૂપ છે. કોઈ કહે છે વેષાંતરથી લોકોને ઠગવા તે માયાભૃપા છે...પ્રેમ આદિ વિષયભેદથી કે અધ્યવસાય સ્થાન ભેદથી અનેક પ્રકારે છે. મિથ્યાદર્શન-વિપરીત દૃષ્ટિ, તે જ તોમરાદિ શલ્ય માફક દુઃખહેતુ હોવાથી મિથ્યાદર્શનશલ્ય છે. મિથ્યાદર્શન આભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિવેશિક, અનાભોગિક, સાંશયિક ભેદથી પાંચ પ્રકારે અને ઉપાધિ ભેદથી બહુતર ભેદે છે. ઉક્ત ૧૮ ભેદનું ક્રમથી અનેકપણું છતાં વધ આદિના સામ્યથી એકપણું જાણવું. આ રીતે ૧૮-પાપસ્થાનકો કહ્યા. [૪૯] ો પાળાડવાવ મળે - તે તેના વિપક્ષના એકપણાને કહે છે. આ સૂત્રો સુગમ છે. વિરમળ - તે વિરતિ, વિવે - તે ત્યાગ. પુદ્ગલસહિત જીવદ્રવ્યના ધર્મોનું એકપણું કહ્યું. હવે તેનો ધર્મ હોવાથી કાળના સ્થિતિરૂપપણાએ તેના વિશેષ એવા ઉત્સર્પિણી આદિ કહે છે— • સૂત્ર-૫૦ : અવસર્પિણી એક છે સુસમસુસમા એક છે સાવત્ દુસમામા એક છે. ઉત્સર્પિણી એક છે. દૂરમામદૂરામા એક છે. યાવત્ સુરસમસુસમા એક છે. • વિવેચન-૫૦ : કાલ કેમ જણાય છે ? તે કહે છે - બકુલ, ચંપક, અશોકાદિ વૃક્ષોમાં પુષ્પો આવવાના નિયમા દેખાવાથી, નિયામક કાળ છે. તેમાં અવસર્પિણી તે ઘટતા આકથી કે આયુષ્ય, શરીર આદિ ભાવોને ઘટાડે છે. તે દશ કોડાકોડી સાગરોપમ કાળ વિશેષ છે. સારામાં સારો, અત્યંત સુખરૂપ તે પહેલો આરો. હાનિના સ્વરૂપ વડે તેનું એકત્વ હોવાથી એકપણું છે. એમ બધે જાણવું. થાવત્ શબ્દ મર્યાદા બતાવે છે, તે સ્થાનાંતરે પ્રસિદ્ધ છે, ત્યાંથી જાણવું તે ‘દુસમદુસમ’ સુધી કહેવું. સૂત્ર લાઘવાર્થે આ અતિદેશ છે. - ૪ - - ‘એક' શબ્દ બધે જોડવો જેમકે - સુકમા, નાનુસમવુસમાં આદિ તેનું સ્વરૂપ શબ્દાનુસારથી જાણવું. તેનું પ્રમાણ ક્રમશઃ પહેલા ત્રણ આરામાં ચાર, ત્રણ, સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ બે કોડાકોડી સાગરોપમ છે, ચોથાનું ૪૨,૦૦૦ વર્ષ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ છે, છેલ્લા બેનું પ્રત્યેકનું ૨૧-૨૧ હજાર વર્ષ છે. વળી આરાની અપેક્ષાએ જે વૃદ્ધિ પામે તે અથવા ભાવો, આયુષ્યાદિની વૃદ્ધિ કરાવે તે ઉત્સર્પિણી, કાલમાન અવસર્પિણી મુજબ, અત્યંત દુઃખરૂપ તે દુસમદુસમા નામે પહેલો આરો, યાવત્ થી ા દુસમા, ા વુસમસુસમાં ઇત્યાદિ પાઠ જાણવો. કાલમાન પૂર્વોક્ત, માત્ર ઉલટાક્રમે જાણવું. જીવ, પુદ્ગલ, કાલલક્ષણ દ્રવ્યની વિવિધ ધર્મવિશેષથી એકત્વ પ્રરૂપણા કરી, હવે સંસારી મુક્ત જીવ અને પુદ્ગલદ્રવ્ય વિશેષોના તથા નાક અને પરમાણુ આદિના સમુદાયરૂપ ધર્મની - ૪ - ૪ - વર્ગણાને કહે છે. • સૂત્ર-૫૧ નૈરયિકોની વર્ગણા એક છે, અસુકુમારોની વર્ગણા એક છે, એ રીતે ચોવીશ દંડક યાવત્ વૈમાનિકોની વર્ગણા એક છે. ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, ભવસિદ્ધિક નૈરયિક, અભવસિદ્ધિક નૈયિક યાવત્ - એ રીતે ભવસિદ્ધિક વૈમાનિક, અભવસિદ્ધિક વૈમાનિક તે પ્રત્યેકની વર્ગણા એક-એક છે. સમ્યગ્દષ્ટિઓ, મિથ્યાર્દષ્ટિઓ, મિશ્રષ્ટિઓ, સમ્યગ્દષ્ટિ નૈરયિકો, મિથ્યાર્દષ્ટિ નૈરયિકો એ પ્રમાણે યાવત્ સ્તનિત કુમારો એ પ્રત્યેકની વર્ગણા એક-એક છે. મિથ્યાર્દષ્ટિ પૃથ્વીકાયિકોની વર્ગણા એક છે. એ રીતે યાવત્ વનસ્પતિકાયિકોની વર્ગણા એક છે. સમ્યગ્દષ્ટિ બેઇન્દ્રિયોની વણા એક છે, મિથ્યાષ્ટિ બેઇન્દ્રિયોની વર્ગણા એક છે, એ રીતે તેઇન્દ્રિય, ઉરિન્દ્રિયોની પણ જાણવી. બાકીનાની નૈરયિકવત્ યાવત્ મિશ્રષ્ટિ વૈમાનિકોની વર્ગણા એક છે. કૃષ્ણપાક્ષિક જીવો, શુક્લપાક્ષિક જીવો, કૃષ્ણપાક્ષિક નૈરયિક, શુકલપાક્ષિક નૈરયિકની પ્રત્યેકની એક-એક વણા છે. એવી રીતે ચોવીશે દંડકો કહેવા. કૃષ્ણવેશ્યાની, નીલલેશ્યાની ચાવત્ શુકલલેશ્યાની પ્રત્યેકની વર્ગણા એકએક છે. કૃષ્ણવેશ્યાવાળા નૈરયિકો યાવત્ કાપોતલેશ્યાવાળા નૈરયિકોની વર્ગણા એક છે, એ રીતે જેટલી જેની લેફ્સાઓ તે કહે છે– ભવનપતિ, વાણવ્યંતર, પૃથ્વી-ઉ-વનસ્પતિકાયિકોને પહેલી ચાર વૈશ્યા છે. તેઉ-વાયુ, બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોને પહેલી ત્રણ લેશ્યા છે, પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને મનુષ્યોને છ લેશ્મા છે, જ્યોતિકોને એક તેજોવેશ્યા છે, વૈમાનિકોને ઉપરની ત્રણ લેા છે. કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિકોની એક વણા છે, એ પ્રમાણે છ એ લેફ્સામાં બે-બે પદો કહેવા. કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકો અને કૃષ્ણ વેશ્યાવાળા અભવસિદ્ધિક નૈરયિકોની એક-એક વર્ગા છે. એ રીતે જેની જેટલી લેફ્સાઓ હોય તેની તેટલી કહેવી યાવત્ વૈમાનિકોની. કૃષ્ણવેશ્વિક સમ્યગ્દષ્ટિ, કૃષ્ણલેશ્યિક મિથ્યાર્દષ્ટિ, કૃષ્ણલેકિ મિશ્રદષ્ટિ

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104