Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 36
________________ ૧/-/પર થી પ૬ તેલના પૂડલાના આકારવાળો, એક લાખ યોજન લાંબો-પહોળો, ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૨૮ ધનુષ, ૧all અંગુલથી કંઈક અધિક પરિધિવાળો જંબૂદ્વીપ એક જ છે, બીજા વિશેષણો યુક્ત અનેક જંબૂદ્વીપ છે. હવે તેના પ્રરૂપકને કહે છે– [૫૩] ઇવન - અસહાય, આનો સિદ્ધ આદિ સાથે સંબંધ છે, જે તપશ્ચર્યા કરે તે શ્રમણ. મા - સમગ્ર ઐશયાદિ લક્ષણ. કહ્યું છે . સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, લક્ષ્મી, ધર્મ અને પ્રયત્ન આ છ અર્થમાં મન શબ્દ છે. તે જેનામાં છે તે ભગવાન. વિશેષથી મોક્ષ પ્રતિ જાય છે અને પ્રાણીને પ્રેરે છે. અથવા કર્મોને દૂર કરે છે અથવા વાત - રાગાદિ શત્રુઓ પ્રતિ પરાક્રમ કરે તે વીર. નિકિતથી વીર શબ્દ છે. કહ્યું છે . જે કર્મને વિદારે છે, તપ વડે શોભે છે, તપ અને વીર્ય વડે ચુકત છે, તે કારણથી તે વીર કહેવાય છે. વીરની અપેક્ષાએ મહાન તે મહાવીર છે. કહ્યું છે કે - ત્રણ ભુવનમાં વિખ્યાત યશવાળા હોવાથી મહાયશા, કષાયાદિ શત્રુ સૈન્યના પરાજયથી વિક્રાંત તે વીર ઇત્યાદિ પૂર્વવતું. આ અવસર્પિણીમાં ચોવીશ તીર્થકરોને વિશે છેલ્લા તીર્થકર, સિદ્ધિ - કૃતાર્થ થયા, યુદ્ધ - કેવલજ્ઞાન વડે જાણવા યોગ્યને જાણનાર, મુવત - કર્મોથી મૂકાયેલ, ચાવતુ - શબ્દથી જેણે ભવનો અંત કર્યો છે તે અંતકૃત. નિવૃત્ત - કર્મકૃત વિકારના વિરહથી સ્વસ્થ થયેલ. શું પ્રાપ્ત કરે છે ? - શરીરાદિના સર્વે દુ:ખો જેના નાશ થયા છે તે સર્વ દુ:ખપક્ષીણ અથવા પ્રહીન. • x • x • અહીં તીર્થકરોમાં મહાવીરનું જ મોક્ષગમનમાં એકપણું છે, કાષભાદિનું નહીં. કેમકે દશ હજારાદિ મુનિઓસી પરિવરેલા તેઓનું સિદ્ધત્વ છે. કહ્યું છે કે - ભગવંત મહાવીર એકલા, 33 મુનિ સાથે પાર્થ, ૫૩૬ મુનિ સાથે નેમીશ્વર સિદ્ધિ પામ્યા. વીર એકાકી સિદ્ધ થયા. સિદ્ધિોત્રની નજીકમાં અનુત્તર વિમાનો છે, તેમાં વસનાર દેવોનું માન [૫૪] અનુતત્વથી અનુતર-વિજય આદિ વિમાનો, તેમાં જેમનો જન્મ છે, તેઓ અનુત્તરોપાતિક દેવો છે. • x - આ દેવો એક હાથ પ્રમાણ ઉંચા છે. • x • વસ્તુનું અધો-ઉચ્ચત્વ અનેક છે. એક ઉર્ધ્વસ્થિતનું, બીજું તિછસ્થિતનું, બીજું ગુણ ઉતિરૂપ. તેમાં બીજ, ત્રીજું છોડીને ઉર્વસ્થિતનું જે ઉચ્ચત્વ તે ઉર્વોચ્ચવ આગમમાં રૂઢ થયેલ છે. • x • સર્વજ્ઞોએ તે પ્રરૂપેલ છે અથવા અનુત્તરોપપાતિક દેવોનું ઉર્વ ઉચ્ચપણાએ એક હાથ પ્રમાણ કહ્યું છે. [૫૫] દેવના અધિકારી નધ્ય દેવોનું - ‘આદ્રા નક્ષત્ર' ઇત્યાદિ ત્રણ સૂત્રો વડે તારાનું એકપણું કહ્યું. તારા જ્યોતિકોના વિમાનરૂપ છે. કૃતિકાદિ નક્ષત્રોમાં તારાનું પ્રમાણ-કૃતિકાના છ, રોહિણીના પાંચ, મૃગશીર્ષના ત્રણ ઇત્યાદિ - x • તારાનું ફળ કહે છે - જ્યારે જે નક્ષત્રમાં તારાની સંખ્યાનું જે પ્રમાણ છે, તે પ્રમાણે જ તિથિ હોય (જેમકે કૃતિકાના છ તારા છે, તો છô કાર્ય સિદ્ધિ ન થાય, હાનિ થાય. અહીં એક સ્થાનને આશ્રીને ત્રણ નક્ષત્રના તારાનું પ્રમાણ કર્યું. બાકીના નક્ષત્રોનું તારાનું પ્રમાણ પાયે આગળ કહેવાશે. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તારાના પ્રમાણનો જ્યાં વિસંવાદ છે, તે તયાવિધ પ્રયોજનોમાં અમુક તિથિ વિશેષનું નામ વિશેષ યુક્તનું અશુભત્વ સૂચવવા માટે મતાંતરભૂત હોવાથી બાધક નથી. તારા પુદ્ગલરૂપ હોવાથી પુગલનું સ્વરૂપ કહે છે [૫૬] TIMITછે ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - એક્ય પ્રદેશોત્રના અંશ વિશેષમાં જે અવગાઢ તે એક પ્રદેશાવગાઢ છે. તે પરમાણુરૂપ અને સ્કંધરૂપે છે. આ રીતે વર્ણ-૫, ગંધ-૨, સ-પ અને સ્પર્શ-૮ ભેદ વિશિષ્ટ પુદ્ગલો કહેવા. તેથી જ કહ્યું છે - નાવ નાગુ તુવર ઇત્યાદિ. આવી રીતે અનુગમ કહ્યો. હવે કંઈક પ્રત્યવસ્થાન અવસરે નય દ્વાર કહેલું છે, તો પણ અનુયોગદ્વાર ક્રમ વડે આવેલ જયદ્વાર ફરીથી કહે છે તેમાં તૈગમાદિ સાત નયો છે. તે જ્ઞાનનય અને ક્રિયાનયમાં અંતભવ થાય છે. તે બંને વડે આ અધ્યયન વિચારાય છે. તેમાં જ્ઞાન-ક્રિયાત્મક આ અધ્યયનમાં જ્ઞાનનય જ્ઞાનને જ મુખ્ય ઇચ્છે છે, કેમકે સકલપુરુષાર્થની સિદ્ધિ જ્ઞાનના આધીનપણાથી થાય છે. કહ્યું છે - વિશેષજ્ઞાન પુરષોને ફલ દેનાર છે. ક્રિયાને ફળદાયી માની નથી. કેમકે મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તને ફળની પ્રાપ્તિ અસંભવ છે. તેથી આલોક-પરલોકના કલાર્થીએ જ્ઞાનમાં જ યત્ન કરવો. કિયાનય તો કિયાને જ ઇચ્છે છે, કેમકે પુરુષાર્થની સિદ્ધિમાં ક્રિયાનું જ પ્રયોજનપણું છે, વળી કહ્યું છે - ક્રિયા જ પુરુષોને ફલ દેનારી છે, પણ જ્ઞાન કુલને દેવામાં ઇષ્ટ નથી. જેમ સ્ત્રી અને ભક્ષ્યના ભોગને જાણનાર જ્ઞાનમાત્રથી સુખી થતો નથી. તેથી આલોક-પરલોકના દ્યાર્થીએ ક્રિયા જ કરવા યોગ્ય છે. જિનમતમાં તો આ પૈકી કોઈ એકને પુરુષાર્થ સાધનતા કહી નથી. કહ્યું છે - ક્રિયા વગરનું જ્ઞાન હણાયેલ છે અને અજ્ઞાનથી ક્રિયા હણાયેલ છે. દેખતો લંગડો અને દોડતો અંધ બંને બળી મર્યા. બંનેનો સંયોગ ફલસાધક છે. કહ્યું છે કે - તીર્થકરોએ જ્ઞાન-ક્રિયાના સંયોગની સિદ્ધિથી ફળને કહે છે. રથ ચોક પૈડાથી ચાલતો નથી, આંધળો અને લંગડો બંને વનમાં સાથે જોડાયા પછી જ નગરમાં પ્રવેશ્યા. ભાણકારે પણ કહ્યું છે કે જ્ઞાનનય, સર્વ સુખ જ્ઞાનને જ આધીન કહે છે, કિયા વડે શું ? ક્રિયાનય, કિયાથી જ સુખ કહે છે. તે બંનેના ગ્રાહકને જ સમ્યક્ત્વ છે. અથવા તૈગમ આદિ સાત નો પણ સામાન્યનય અને વિશેષનયમાં તબૂત થાય છે. તેમાં સામાન્યનય, પ્રસ્તુત અધ્યયનમાં કહેલા આત્માદિ પદાર્થોનું એકત્વ જ માને છે, કેમકે તેનું સામાન્યવાદપણું છે. સામાન્યવાદી કહે છે - સામાન્ય જ એક, નિત્ય, અવયવરહિત, નિક્રિય અને સર્વગત છે. તે નિ:સામાન્ય હોવાથી વિશેષ નથી. અહીં તિઃ સામાન્ય છે, તે છે જ નહીં. કેમકે ગધેડાનું શીંગડું. જે છે તે સામાન્યરહિત નથી, જેમકે ઘડો. વળી હૈિ વિશેષવાદી !] તમે વિશેષો, સામાન્યથી અન્ય સ્વીકારો છો કે અનન્ય ? જો સામાન્યથી અન્ય કહેશો તો તે અસત્ છે - આકાશ પુષ્પ જેમ. જો

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104