Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 24
________________ ૧/-/૩ થી ૬ | [૫] ઉક્ત સ્વરૂપ આત્માના આધાર સ્વરૂપના નિરૂપણ માટે કહે છે - લોક એક છે. ૪ - અવિવક્ષિત અસંખ્ય પ્રદેશ વડે અધો, તિછદિ દિશાના ભેદ વડે નક્ષ-કેવળજ્ઞાન વડે જોવાય તે લોક. તે ધમસ્તિકાયાદિ દ્રવ્યોના આધારભૂત આકાશ વિશેષ છે. કહ્યું છે કે - જે ક્ષેત્રમાં ધમસ્તિકાયાદિ દ્રવ્યોની પ્રવૃત્તિ થાય છે, તે દ્રવ્યો સહિત લોક કહેવાય છે અને તેથી ઉલટું તે અલોક. અથવા લોક નામ આદિ ભેદથી આઠ પ્રકારે છે. કહ્યું છે કે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ અને પર્યાય એ આઠ ભેદે લોક છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યલોક જીવ, જીવ દ્રવ્યરૂપ છે. ક્ષેત્રલોક - અનંત પ્રદેશાત્મક આકાશ મણ છે. કાલલોક-સમય, આવલિકાદિ છે. ભવલોક - પોત પોતાના ભવમાં વર્તતા નાકાદિ છે. જેમકે દેવલોક, મનુષ્યલોક આદિ. ભાવલોક-ઔદયિકાદિ છ ભાવો છે. પયયલોક-દ્રવ્યોના પર્યાયમરૂપ છે. આ આઠ પ્રકારના લોકનું કેવલજ્ઞાન વડે જોવાપણું સામાન્ય હોવાથી એકપણું કહ્યું છે [૬] લોકની વ્યવસ્થા તેના પ્રતિપક્ષભૂત અલોક હોવાથી થાય છે. તેથી હવે અલોકને કહે છે - વા અનંત પ્રદેશાત્મકપણું હોય, તેની વિવાા ન કરવા વડે એક, કાનો - લોક શબ્દના નિષેધથી અલોક છે, ન જોવાપણાથી નહીં. કેમકે કેવલજ્ઞાનરૂપ પ્રકાશ વડે અલોકનું પણ જોવામળું છે. (શંકા- લોકના એક દેશના પ્રત્યક્ષપણાથી, તેના દેશાંતરના બાધક પ્રમાણના અભાવથી અમે લોકની સંભાવના કરીએ છીએ, પણ જે આ અલોકનું દેશથી પણ પ્રત્યક્ષાપણું હોવાથી આ લોક છે, એવો નિશ્ચય કઈ રીતે કરવા માટે શક્તિમાન થશો? જે કારણથી એકપણે પ્રપો છો ? (સમાધાન-] અનુમાનથી. તે આ પ્રમાણે - લોક વિધમાન વિપક્ષવાળો છે. અહીં જે વસ્તુ વ્યુત્પત્તિવાળા શુદ્ધ શબ્દથી કહેવાય છે, તેનો વિપક્ષ પણ હોય. જેમ ઘટનું વિપક્ષ અઘટ છે. તે રીતે લોકનો વિપક્ષ અલોક છે. [શંકા-] નો વ: મનોવ: એમ કહેવાથી ‘ઘટ' વગેરેમાંની જ કોઈ વસ્તુ થશે. અહીં બીજી વસ્તુની કલાના કરવાથી શું ? (સમાધાન-] તેમ નથી. નિષેધના સદ્ભાવથી નિષેધ્ય વડે સમાનપણાથી થાય છે. નિષેધ્ય લોક છે, તે આકાશ વિશેષ જીવાદિ દ્રવ્યનું પાત્ર છે, તેથી અલોક પણ આકાશ વિશેષરૂપ હોવું જોઈએ. જેમ મપતિ કહેતા વિશિષ્ટ જ્ઞાનરહિત ચેતન જ જણાય છે, અચેતન ઘટાદિ નહીં. તેમ અલોક પણ લોક સમાન જ હોય. લોક અલોકનો વિભાગ કરનાર ધમસ્તિકાયને કહે છે • સૂત્ર-૭ થી ૧૬ : ધમસ્તિકાય એક છે...અધમસ્તિકાય એક છે...બંધ એક છે...મોક્ષ એક છે...પુન્ય એક છે...પપ એક છે...આશ્રવ એક છે..સંવર એક છે...વેદના [53] સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ એક છે...નિર્જરા એક છે. વિવેચન-થી ૧૬ - [] પ્રદેશાર્થપણે અસંખ્યાત્મક પ્રદેશત્વ છતાં દ્રવ્યાર્થપણે તેનું એકત્વ હોવાથી Uવા છે. ગતિ પરિણત જીવ અને પુદ્ગલોનું સ્વાભાવિક ક્રિયાવપણું હોય ત્યારે તેનો સ્વભાવ ધારણ કરવાથી તે ધર્મ છે. પ્રતિ - પ્રદેશો, તેઓના સમૂહરૂપ હોવાથી થાય તે તવાય તે ધમસ્તિકાય. [૮] હવે તેનાથી વિપક્ષરૂપ અધર્મનું સ્વરૂપ કહે છે ને મધને - દ્રવ્યથી એક છે. ધર્મ નહીં તે અધર્મ એટલે અધમસ્તિકાય. ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલોને ગતિમાં સહાયક છે. અધમસ્તિકાય સ્થિતિ સહાયક છે. [શંકા ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયનું હોવાપણું કેમ જાણવું? અમે પ્રમાણથી કહ્યું છે - ગતિ અને સ્થિતિ સર્વલોકને પ્રસિદ્ધ કાર્ય છે. પરિણામીના અપેક્ષા કારણને આધીન આત્મલાભરૂપ કાર્ય વર્તે છે. ઘટાદિ કાર્યોમાં તે પ્રમાણે દેખાય છે. • x • x - જીવ અને પુદ્ગલમાં પરિણામ કારણપણું છે છતાં અપેક્ષા કારણ વિના ગતિ અને સ્થિતિ થવા યોગ્ય નથી. ગતિ અને સ્થિતિપણું દેખાય છે, તેથી બંનેની સત્તા જણાય છે. જે અપેક્ષા કારણ છે, તે ધર્મ અને અઘમ છે. જેમ માછલાને જળ ગતિમાં સહાયક છે, તેમ ગતિપરિણત પુદ્ગલોને ધમસ્તિકાય ગતિમાં સહાયક છે. તથા જેમ પૃથ્વી માછલાદિને સ્થિતિ સહાયક છે તેમ અધમસ્તિકાય જીવ, પુદ્ગલોને સ્થિતિ પરિણત હોય ત્યારે સ્થિતિ સહાયક છે. અનુમાન-ગતિ, સ્થિતિ કાર્ય હોવાથી ઘડાની માફક અપેક્ષા કારણવાળા છે. વળી અલોકનો સ્વીકાર કરવાથી લોકના પરિમાણને કરનારા ધર્મ-અધર્મ બંનેનો સ્વીકાર અવશ્ય થાય. અન્યથા આકાશની સામ્યતાથી લોક-અલોક એવો ભેદ નહીં રહે. તયા કેવળ આકાશ હોય તો ગતિવાળા જીવો અને પુગલોના પ્રતિઘાતના અભાવે કોઈ ચોક્કસ સ્થાન નહીં રહે. કેમકે સંબંધના અભાવથી સુખ, દુ:ખ, બંધાદિ વ્યવહાર નહીં થાય. - X - X - X - ધર્મ, અધર્માસ્તિકાય વડે ઉપગૃહીત આત્મા દંડ અને ક્રિયા સહિત કર્મથી બંધાય છે, તેથી હવે બંધનું નિરૂપણ કરાય છે. [૯] અને વંધે - બંધાવું તે બંધ. કષાયયુક્ત જીવ કમને યોગ્ય પુદ્ગલને ગ્રહણ કરે છે, તે બંધ છે. પ્રકૃતિ-સ્થિતિ-પ્રદેશ-ચીનુભાવથી બંધના ચાર ભેદો છે, પણ બંધ સામાન્યથી એક છે. મુક્તને પુનઃબંધનો અભાવ છે માટે બંધ એક છે. દ્રવ્યથી બંધ તે બેડી, ભાવથી કર્મ વડે બંધ છે. [શંકા જો જીવ અને કર્મનો સંયોગરૂપ બંધ અભિપ્રેત છે. તો તે બંધ આદિ સહિત છે કે રહિત? જો આદિસહિત પક્ષ સ્વીકારશો તો પહેલા આત્મા અને પછી કર્મ કે પહેલા કર્મ અને પછી આત્મા અથવા કર્મ અને આત્મા બંને સાથે ઉત્પન્ન થાય છે ? હવે હેતુ અભાવે આત્માની ઉત્પત્તિ પ્રથમ ન સંભવે. • x • વળી જો આત્મા અનાદિ છે, તો કારણના અભાવે આકાશ માફક આત્માનો કર્મ સાથે યોગ નહીં ઘટે.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104