Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 26
________________ ૧/-/૭ થી ૧૬ થાય છે. જેમ દુઃખાનુભૂતિ અનુરૂપ પાપકર્મથી ઉત્પન્ન થયેલ છે. એવું તમે સ્વીકારો છો, તેમ સુખાનુભવ પણ અનુરૂપ પુન્યકર્મ પ્રકર્ષથી થાય છે. એ પ્રમાણ ફળ છે. પુન્યનો પ્રતિપક્ષભૂત પાપ, તે કહે છે– [૧૨] ‘ì પાવે’ - આત્માને બાંધે છે, વિકલ કરે છે, પાડે છે, આનંદ રસને શોષે છે અને ક્ષીણ કરે છે, તે પાપ છે. તેના જ્ઞાનાવરણીયાદિ-૮૨-ભેદ છે— ૧ થી ૫ જ્ઞાનાવરણીય, ૬ થી ૧૦-અંતરાય, ૧૧ થી ૧૯ દર્શનાવરણીય, ૨૦ થી ૪૫-છવીસ મોહનીય, ૪૬-અસાતા વેદનીય, ૪૭-નકાયુ, ૪૮-નીચગોત્ર, ૪૯,૫૦-નકગતિ, નરકાનુપૂર્વી, ૫૧,૫૨-તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી, ૫૩ થી ૫૬ પહેલા સિવાયના પાંચ સંસ્થાન, ૬૩ થી ૭૦-અશુભ વર્ણાદિ ચાર, ૭૧-ઉપઘાત, ૩૨અશુભવિહાયોગતિ, ૭૩ થી ૮૨-સ્થાવર દશક. એ ૮૨ પાપપ્રકૃતિ છે અથવા પુન્યાનુબંધી અને પાપાનુબંધી બે છે અથવા જીવોને આશ્રીને તેના અનંતભેદ છે. તો પણ અશુભના સમાનપણાથી પાપ એક છે. 39 [શંકા] કર્મ છે તો પણ એક પુન્ય છે, પાપકર્મ નથી. શુભ-અશુભ ફલોની સિદ્ધિ પુન્યથી જ થાય છે. - ૪ - ૪ - ૪ - પરમ ઉત્કૃષ્ટ જે શુભ ફળ છે, તે પુન્યનું ઉત્કર્ષ કાર્ય છે અને પુન્યના અપકર્ષથી હીનપુન્યનું ઓછામાં ઓછું જે ફળ તે જ દુઃખ છે, પુન્યાત્મક બંધનો અભાવ તે મોક્ષ છે. જેમ અતિ પથ્ય આહારના સેવનથી આરોગ્ય સુખ અને પથ્ય આહાર ત્યાગથી આરોગ્ય સુખની હાનિ થાય છે, સર્વ આહાર ત્યાગે પ્રાણનો નાશ થાય છે. [સમાધાન] જે આ દુઃખ પ્રકર્ષની અનુભૂતિ તે સુખપ્રકનુિભૂતિ માફક અનુભવ હોવાથી - ૪ - દુઃખ છે, તે પ્રમાણનું ફળ છે. - ૪ - હવે હમણાં જ કહેલ પુન્ય પાપકર્મના બંધના કારણના નિરૂપણ માટે આશ્રવ કહે છે– [૧૩] આત્મામાં જેના વડે કર્મો પ્રવેશ કરે તે આશ્રવ, કર્મબંધ હેતુ છે. તે આશ્રવ-આ રીતે - ૪ - ઇન્દ્રિય-૫, કસાય-૪, અવ્રત-૫, ક્રિયા-૨૫, યોગ-૩-એ રીતે ૪૨ ભેદે છે. અથવા દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. છિદ્રવાળી નાવ પાણીમાં હોય તો છિદ્રો દ્વાર પાણી પ્રવેશે તે દ્રવ્યાશ્રવ અને જીવરૂપી નાવમાં ઇન્દ્રિયાદિ છિદ્રોથી થતો કર્મજળનો સંચય તે ભાવાશ્રવ છે, પણ આશ્રવના સમાનપણાથી તે એક જ છે. હવે સંવરનું સ્વરૂપ કહે છે– [૧૪] જે પરિણામ વડે કર્મના કારણભૂત પ્રાણાતિપાતાદિ અટકાવાય તે સંવર, આશ્રવ-નિરોધ છે. તે સંવરના ૫૭ ભેદ છે. સમિતિ-૫, ગુપ્તિ-૩, ધર્મ-૧૦, અનુપ્રેક્ષા૧૨, પરીષહો-૨૨, ચાસ્ત્રિ-૫ અથવા સંવરના બે ભેદ છે. દ્રવ્યથી-જલમાં રહેલ નાવના છિદ્રો બંધ કરવા તે અને ભાવસંવર-જીવમાં કર્મનો પ્રવેશ જેના વડે થાય, તે ઇન્દ્રિયાદિ છિદ્રોનો નિરોધ કરવો તે. આ બે પ્રકાર છતાં સંવરનું સમાનપણું હોવાથી સંવર એક છે. માત્ર સંવર હોવા છતાં અયોગિ અવસ્થામાં કર્મનું વેદન થાય, બંધ નહીં, માટે વેદના કહે છે— સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ [૧૫] કર્મના સ્વાભાવિક ઉદય કે ઉદીરણા કરવા વડે ઉદયાવલિકામાં પ્રવેશ પામેલ કર્મનો અનુભવ કરવો તે વેદના. જે જ્ઞાનાવરણીયાદિ કર્મ અપેક્ષાએ આઠ પ્રકારે છે, પણ વિષાકોદય અને પ્રદેશોદય અપેક્ષાએ બે પ્રકારે છે. વળી કેશલુંયનાદિ આશ્રુપગમિકી અને રોગાદિ જનિત ઔપક્રમિકી એમ બે ભેદે છે, તો પણ વેદનાના સમાનપણાથી એક જ વેદના છે. ભોગવાયેલ રસ કર્મપ્રદેશોથી ખરી જાય છે, તે હેતુથી કર્મની નિર્જરાનું સ્વરૂપ કહે છે— [૧૬] નિર્જરા એટલે વિશેષ નાશ પામવું, સર્વથા ખરી જવું તે આઠ પ્રકારના કર્મ અપેક્ષાએ આઠ ભેદ છે, બાર પ્રકારના તપથી જનિત બાર ભેદ છે. ઇચ્છા રહિતપણે ભૂખ, તરસ, શીત, આતપ, દંશ, મશક, મલસહન, બ્રહ્મચર્ય ધારણ આદિ અનેકવિધ કારણે અનેક પ્રકારે છે. અથવા દ્રવ્યથી વસ્ત્રાદિનો નાશ અને ભાવથી કર્મોનું ખરવું એ બે પ્રકારે છે. તો પણ નિર્જરાના સમાનપણાથી એક જ નિર્જરા છે. નિર્જરા અને મોક્ષમાં શું ભેદ ? દેશથી કર્મક્ષય તે નિર્જરા અને સર્વયા કર્મક્ષય તે મોક્ષ. અહીં જીવ વિશિષ્ટ નિર્જરા ભાજન પ્રત્યેક શરીર અવસ્થામાં જ થાય છે, સાધારણ શરીર અવસ્થામાં નહીં, તેથી પ્રત્યેક શરીર અવસ્થામાં રહેલ જીવના સ્વરૂપના નિરૂપણ માટે કહે છે– 36 • સૂત્ર-૧૭ થી ૪૩ -- [૧૭] પ્રત્યેક શરીરમાં રહેલો જીવ એક છે..[૧૮] બાહ્ય પુદ્ગલો લીધા વિના જીવોની વિક્ર્વણા એક છે.. [૧૯] મન એક છે.. [૨૦] વાન એક છે.. [૨] કાય વ્યાપાર એક છે..[૨૨] ઉત્પાદ એક છે..[૩] વિનાશ એક છે.. [૨૪] મૃત જીવશરીર એક છે..[૨૫] ગતિ એક છે..[૬] આગતિ એક છે.. [૨] ચ્યવન એક છે.[૨૮] ઉપપાત એક છે..[૨] તર્ક એક છે..[૩૦] સંજ્ઞા એક છે..[૩૧] મતિ એક છે..[૩] વિજ્ઞતા એક છે..[૩] વેદના એક છે.. [૩૪] છેદન એક છે..[૩૫] ભેદન એક છે..[૩૬] ચરમ શરીરીનું મરણ એક છે..[૩] સંશુદ્ધ યથાભૂત પાત્ર એક છે..[૩] એકભૂત જીવોનું દુઃખ એક છે. [૩૯] જેનાથી આત્મા કલેશ પામે તેવી અધર્મપ્રતિજ્ઞા એક છે. [૪૦] જેનાથી આત્મા જ્ઞાનાદિ યિવાળો બને તે ધતિજ્ઞા એક છે. [૪૧] તે તે સમયમાં દૈવ, અસુર, મનુષ્યોને મન એક છે. [૪૨] તે તે સમયમાં દેવ, અસુર, મનુષ્યોને ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ એક છે. [૪૩] જ્ઞાન એક છે, દર્શન એક છે, ચારિત્ર એક છે. • વિવેચન-૧૭ થી ૪૩ : [૧૭] : - કેવલ, જીવ્યો છે - જીવે છે અને જીવશે તે જીવ-પ્રાણ ધારણ સ્વભાવવાળો આત્મા. એક જીવ પ્રતિ પ્રત્યેક શરીર નામકર્મના ઉદયથી પ્રાપ્ત જે શરીર તે પ્રત્યેક. તે પ્રત્યેક વડે - જીર્ણ થાય તે શરી-દેહ. તે જ અનુકંપિત આદિ સ્વભાવસહિત શરીર. તેના વડે જણાતો-પ્રત્યેક શરીર આશ્રિત જીવ એક છે. - x

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104