Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 25
________________ ૧/- થી ૧૬ ૩૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કારણ સિવાય કર્મ સાથે યોગ થાય તો મુક્ત જીવને કર્મને યોગ થવો જોઈએ. જો આત્મા નિત્યમુક્ત જ છે, તો મોક્ષની જિજ્ઞાસાથી શું ? બંધના અભાવે મુકતના કથનનો અભાવ થશે. પહેલા કર્મ અને પછી આત્મા પણ બરોબર નથી. કેમકે કત અભાવે આત્માથી પર્વે કર્મની ઉત્પત્તિ ન થાય. - X - X - કર્મ અને જીવની સહ ઉત્પતિનો પક્ષ પણ યોગ્ય નથી. કેમકે - x - “આ કર્તા આ કર્મ” આવા પ્રકારનો યોગ્ય વ્યવહાર નહીં થાય. જો જીવ-કર્મનો યોગ આદિ રહિત છે એવું સ્વીકારતા આત્મા અને કર્મનો વિયોગ નહીં થાય. • x - સિમાધાન આદિસહિત પક્ષના દોષો અમે આ પક્ષ ન સ્વીકારતા હોવાથી નિરસ્ત થાય છે અને અનાદિ જીવ-કર્મના યોગોને વિશે અનાદિપણાથી જીવ-કમનો વિયોગ ન થાય તેમ તમે કહો છો તે અયોગ્ય છે, કેમકે સંયોગના અનાદિપણાં છતાં પણ સુવર્ણ અને માટીની જેમ વિયોગ થાય છે. કહ્યું છે કે - જેમ અનાદિકાલનો સુવર્ણ અને માટીનો સંયોગ પણ અગ્નિતાપાદિથી નાશ પામે તેમ જીવ અને કર્મનો સંયોગ નાશ પામે છે. જેમ બીજ અને અંકુરમાંથી કોઈ પણ એક કાર્યને ઉત્પન્ન કર્યા સિવાય નાશ પામે તો તેની સંતતિ નાશ પામે છે, તેમજ કુકડી-ઇંડામાં પણ સમજવું. અનાદિ બંધનો સદ્ભાવ છતાં કોઈક ભવ્યાત્માનો મોક્ષ થાય છે. તેથી હવે સૂત્રમાં મોક્ષનું સ્વરૂપ કહે છે– [૧૦] ‘ી નોવ' મૂકાવવું - કર્મપાશથી છૂટવું તે આત્માનો મોક્ષ. કહ્યું છે - સર્વકર્મનો ક્ષય થવાથી મોક્ષ થાય છે. તે મોક્ષ એક છે. જ્ઞાનાવરણીયાદિ કર્મની અપેક્ષાએ આઠ ભેદ છે પણ મૂકાવાની સમાનતાથી કે મુક્તના ફરી મોક્ષના અભાવથી કે સિદ્ધશીલા પુરવી દ્રવ્યાપિણે એક છે કે • x - છૂટવાપણાની સમાનતાથી મોક્ષ એક છે. [શંકા જીવ અને કર્મનો સંયોગ અંતરહિત છે, અનાદિ છે, તો કર્મના વિયોગરૂપ મોક્ષ હોવાથી જીવને મોક્ષ કેમ થાય ? (સમાધાન] અનાદિત હેતુ અનૈકાંતિક છે, ધાતુ અને કાંચનનો સંયોગ અનાદિ હોવા છતાં જેમ ક્રિયા વિશેષથી અંત પામે છે તેમ સમ્યગ્રદર્શન, જ્ઞાન ચારિત્ર વડે કર્મના સંયોગથી જીવનો મોક્ષ થાય છે. જીવ-કર્મ વિયોગ તે મોક્ષા. [શંકા નાકાદિ પર્યાય સ્વરૂપ સંસાર છે, બીજો નથી, તે નાકાદિ પર્યાયથી જુદો કોઈ જીવ નથી, નાકાદિ પર્યાયો જ જીવ છે, કેમકે તેનો એક જ અર્થ હોવાથી, સંસારનો અભાવ થતાં નાકાદિ પર્યાયરૂપ જીવનો જ અભાવ છે. તેથી મોક્ષ એ અસત્ પદાર્થ છે. આ શંકાનું સમાધાન કરે છે. • x • આપનું કહેવું અયુક્ત છે. કેમકે અનર્વાનર હેતુ અર્નકાંતિક છે. જેમ સુવર્ણ ને વીંટીનું અનારપણું સિદ્ધ છે, છતાં વીંટીનો નાશ થતા સુવણનો નાશ થતો નથી, તેમ નાકાદિ પર્યાય નાશ થતાં સર્વથા જીવનો નાશ થશે નહીં. • x • સંસાર કર્મકૃત છે. તેથી કર્મનો નાશ થતાં સંસારનો નાશ થાય, પણ જીવપણું કર્મકૃતુ નથી, તો કર્મનાશે જીવ નાશ કેમ થાય? મોક્ષ પુન્ય-પાપનો ક્ષય થવાથી થાય છે, માટે પુન્ય-પાપનું સ્વરૂપ કહેવું જોઈએ. તેમાં મોક્ષ અને પુન્યના શુભ સ્વરૂપના સામર્થ્યથી પહેલા પુચ કહે છે. [૧૧] અને પુv-પુ ધાતુ શુભ અર્થમાં છે. શુભ કરે છે અથવા આત્માને પવિત્ર કરે છે. માટે પુન્ય શુભ કર્મ છે. તેના ૪૨-ભેદો કહ્યા છે - ૧-સાતા વેદનીય, ૨-ઉચ્ચગોત્ર, 3-મનુયાયુ, ૪-તિર્યંચાયુ, પ-દેવાયુ, ૬-મનુષ્યગતિ, મનુષ્ય આનુપૂર્વી, ૮-દેવગતિ, ૯-દેવાનુપૂર્વી, ૧૦-પંચેન્દ્રિયજાતિ, ૧૧ થી ૧૫ દારિક આદિ પાંચ શરીર, - ૧૬ થી ૧૮-દારિક-વૈક્રિય-આહાક અંગોપાંગ, ૧૯-વજ ઋષભનારાય સંઘયણ, ૨૦-સમચતુસ્ત્ર સંસ્થાન, ૨૧ થી ૨૪ શુભ વર્ણાદિ ચતુર્ક, ૫-અગુરુલઘુ, ૨૬-પરાઘાત, ૨૭-ઉચ્છવાસ, ૨૮-આતપ, ૨૯-ઉધોત, 30-શુભ વિહાયોગતિ, ૩૧ થી ૪૦-ત્રણ દશક, ૪૧-નિમણ, ૪ર-તીર્થકર. ઉક્ત ૪ર-પ્રકૃતિ છે અથવા પુન્યાનુબંધી, પાપાનુબંધી બે ભેદ છે અથવા પ્રતિ પ્રાણિ વિચિત્રવથી અનંતભેદ છતાં સામાન્યથી પુન્ય એક છે. | (શંકા] પ્રત્યક્ષાદિ પ્રમાણથી કર્મ જ નથી, તો પુચકર્મ કઈ રીતે સંભવે ? તમારી વાત ખોટી છે. કર્મ અનુમાનથી સિદ્ધ છે. કેમકે કર્મ સુખ-દુઃખના અનુભવનો હેતુ છે - જેમ બીજ અંકુરનો હેતુ છે. અનુભવનો હેતુ હોવાથી કર્મ છે. જો તમે એમ કહો કે - સુખ-દુ:ખનો અનુભવ તો ઇષ્ટાવિષ્ટમય દંષ્ટ જ છે, પણ અહીં દેટની કલાના કેમ કરવી ? •x • તો તમારું કહેવું અયુક્ત છે. અહીં ઈષ્ટ શબ્દાદિ વિષયસુખના સાધન સહિત બે મનુષ્યોને ફળમાં તફાવત દેખાય છે અથતુ એકને દુ:ખનો અનુભવ થાય છે, બીજાને સુખનો અનુભવ થાય છે. તેવું જ અનિષ્ટ સાઘનમાં પણ છે. આ ભેદ હેતુ વિના ન સંભવી શકે. સુખદુ:ખના અનુભવના હેતુરૂપ જે દેટ હેતુ તે સાધનોનો વિપર્યાય હોવાથી યોગ્ય નથી. • x • સમાન સાધનયુકત બંનેમાં જે તેના કુલ વિશેષમાં હેતુ છે તે કર્મ છે. તેથી કર્મ કહે છે. • x • કર્મની સિદ્ધિ માટે બીજું અનુમાન પ્રમાણ ઇન્દ્રિયાદિ વિશિષ્ટ હોવાથી આ બાલશરીર અન્ય દેહપૂર્વક છે, આ અનુમાનમાં જે શરીર ઇન્દ્રિયવાળું છે, તે શરીર અન્ય શરીરપૂર્વક જોવાય છે. • x - જે અન્યશારીપૂર્વક આ બાલશરીર છે, તે કર્મ. માટે કર્મ છે. • x - [શંકા કર્મનો સદ્ભાવ છતાં એક પાપ જ વિધમાન છે, પુન્ય નથી. જે પુન્યનું કળ સુખ કહેવાય છે, તે તરતમ યોગથી અા પાપનું જ ફળ છે, જેથી પાપના પરમ ઉત્કર્ષ વડે અતિ અધમ ફળ થાય તેમ તરતમયોગ વડે * * અતિ અા પાપ માત્રામાં જ અતિ શુભપણું છે. પાપના ઘટવાથી અને સર્વથા ક્ષય થવાથી મોક્ષ થાય છે. જેમ અપથ્ય આહારના સેવનથી રોગ થાય છે. તેમાં ઘટાડો કરવાથી તે આરોગ્યકર બને, સર્વથા આહારત્યાગે પ્રાણ નાશ થાય છે. - x - તેનું સમાધાન કરતા કહે છે “અતિ અલા પાપ તે સુખનો ઉત્કર્ષ”. તમારું આ કથન અયુક્ત છે. કેમકે સુખનો અનુભવ સ્વાનુકૂલ કર્મનો અનુભવ હોવાથી દુઃખના અનુભવ માફક ઉત્પન્ન

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104