Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/-/૧૭ થી ૪૩
-
• તેથી પ્રત્યેક શરીરમાં એક જીવ વર્તે છે. વૃત્તિકારશ્રી લખે છે કે - “અહીં પચિવાળું એવો પાઠ ક્યાંક દેખાય છે, તેનો બોધ ન થવાથી તેની વ્યાખ્યા કરી નથી. અહીં બધી વાચનાની વ્યાખ્યા શક્ય ન હોવાથી અમે કોઈક જ વાચનાનું વ્યાખ્યાન કરીશું.” આત્માના બંધ, મોક્ષ આદિ ધર્મો કહ્યા તે અધિકારથી જ અહીં
બીજા ધર્મો કહીએ છીએ–
૩૯
[૧૮] “જીવ એક છે'' - તે પ્રતીત છે. અપરિયાન્ન - બહારના પુદ્ગલ ગ્રહણ કર્યા વિના વૈક્રિય સમુદ્દાત વડે જે વિકુર્વણા - ભવધારણીય વૈક્રિય શરીર રચના
લક્ષણ સ્વ-સ્વ ઉત્પત્તિ સ્થાનમાં જીવો વડે જે કરાય છે, તે એક જ છે કેમકે ભવધારણીયનું એક લક્ષણ છે. જે બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરવાપૂર્વક કરાય છે તે ઉત્તરવૈક્રિયની રચના સ્વરૂપ છે, તે ઉત્તરવૈક્રિય રચના વિચિત્ર અભિપ્રાયવાળી હોવાથી, વૈક્રિયલબ્ધિવાળાને તેવી શક્તિ હોવાથી એક જીવને અનેક વિપુર્વણા પણ થાય, તે પર્યવસિત. [શંકા બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યેથી જ ઉત્તર વૈક્રિય થાય તેવો નિશ્ચય કેમ કર્યો? જેથી અહીં અપરિયાડ્તા વડે તે વિક્ર્વણા નિષેધી ?
સમાધાન-ભગવતી સૂત્રના વચનથી. - “હે ભદંત ! મહધિક ચાવત્ મહાનુભાગ દેવ, બાહ્ય પુદ્ગલો ન ગ્રહીને એક વર્ણવાળા એક રૂપને વિકુર્વવા સમર્થ છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, હે ભદંત ! બાહ્ય પુદ્ગલો ગ્રહીને વિક્ર્વવા સમર્થ છે ? હા, સમર્થ છે.” અહીં ઉત્તર વૈક્રિય બાહ્ય પુદ્ગલના ગ્રહણથી થાય તેમ વિવક્ષિત છે. [૧૯] Ì મળે - મનન કરવું તે મન. ઔદાકિાદિ શરીર પ્રવૃત્તિ વડે ગ્રહણ કરેલ મનોદ્રવ્યના સમુદાયની સહાયથી જીવનો જે વ્યાપાર. તે મનોયોગ. જેના વડે મનન કરાય તે મન, મનોદ્રવ્ય માત્ર જ છે, તે સત્ય આદિ ભેદથી અનેક છે, અથવા સંજ્ઞી જીવોનું અસંખ્યાતપણું હોવાથી અસંખ્યાત ભેદે પણ છે, તો પણ મનન લક્ષણપણે સર્વ મનોનું એકત્વ હોવાથી મન એક છે.
[૨૦] Cા વડ઼ - બોલવું તે વચન. ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાર વડે ગૃહીત ભાષાદ્રવ્યના સમૂહની સહાયતાથી જીવનો વ્યાપાર તે વચનયોગ છે. તે સત્ય આદિ અનેક ભેદે છે, પણ સર્વ ભાષાનું વચન સામાન્યમાં અંતર્ગત્
હોવાથી વચન એક જ છે.
[૨૧] ો ાવવાવામે - જેના વડે એકઠું કરાય તે કાય-શરીર, તેનો જે વ્યાપાર તે કાયવ્યાયામ. તે ઔદારિકાદિ શરીરયુક્ત આત્માની વીર્યપરિણતિ વિશેષ છે. તે ઔદારિકાદિ ભેદ વડે સાત પ્રકારે પણ છે. જીવોના અનંતપણાથી અનંત ભેદે છે, પણ કાયવ્યાયામના સમાનપણાથી એક જ છે, જે એક જીવને એક સમયમાં મન વગેરેનું એકપણું છે, તે સૂત્ર વડે જ વિશેષથી કહેશે. અહીં સામાન્યના આશ્રયથી જ એકપણાનું કથન કર્યુ છે.
[૨૨] ૩૫ - ઉત્પાદ. તે એક સમયમાં એક પર્યાય અપેક્ષાએ એક છે, તેનાં
એક સમયમાં બે વગેરે ઉત્પાદ થતા નથી અથવા ઉત્પાદ વિશેષવાળા પર્યાયની
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
[૨૩] વિપદ્ - નાશ. તે ઉત્પાદ વત્ છે. વિકૃતિ આદિ વ્યાખ્યાન કરી લેવા. [૨૪] વિપદ્મ - વિગત એટલે મરેલ. f - શરીર. મૃતક શરીર એક છે.
x - વિશિષ્ટ ઉત્પત્તિની રીતિ કે વિશિષ્ટ શોભા, સામાન્યથી એક છે.
४०
અપેક્ષા સિવાય પદાર્થપણાએ ઉત્પાદ એક છે.
[૨૫] તિ-મરણ પછી મનુષ્યત્વાદિમાંથી નાકાદિમાં જવું તે. તે એક જીવને એક વખતે એક જ હોય. ઋજ્વાદિ કે નકાદિ ગતિ અથવા પુદ્ગલની ગતિ. ગમન સ્વરૂપ વડે સર્વ જીવ અને પુદ્ગલોની ગતિ એક છે.
[૨૬] માગતિ - આવવું તે. નાકાદિથી પાછું આવવું તે, ગતિવત્
[૨૭] ચ્યવન - વૈમાનિક, જ્યોતિકોનું મરણ, એક જીવને એક છે - ૪ - [૨૮] ૩પપાત - ઉત્પન્ન થવું તે ઉપપાત, દેવ-નાસ્કોનો જન્મ.
[૨૯] તર્ક વિમર્શ, અવાયથી પહેલા અને ઈહા પછી. પ્રાયઃ માથું ખંજવાળવું વગેરે પુરુષના ધર્મો અહીં ઘટે છે. - ૪ - તેનું એકત્વ પૂર્વવત્.
[૩૦] સંજ્ઞા - વ્યંજનાવગ્રહના ઉત્તરકાલમાં થનાર મતિ વિશેષ અથવા આહાર, ભય આદિ ઉપાધિવાળી ચેતના તે સંજ્ઞા, નામ તે સંજ્ઞા.
[૩૧] મન્ત્ર – મનન કરવું તે મતિ - કંઈક અર્થનું જ્ઞાન થવાથી સૂક્ષ્મ ધર્મની આલોચનારૂપ બુદ્ધિ. કેટલાંક મતિ એટલે આલોચન કહે છે. અથવા માનનાર, માનવા યોગ્ય-સ્વીકાર, આ અર્થ છે. બંનેમાં સામાન્યથી એકત્વ છે.
[૩૨] ા વિશૂ - વિદ્વાન્ કે વિજ્ઞ, સમાન બોધપણાંથી એક છે. - ૪ - [33] મેથળ – પહેલા વેદના, સામાન્ય કર્મના અનુભવ સ્વરૂપ કહી છે. અહીં
તે પીડા સ્વરૂપ જ જાણવી. તે સામાન્યથી એક જ છે. - તેનું કારણ - [૩૪] છેવળ – શરીર કે બીજાનું ખડ્ગાદિથી છેદન કરવું તે.
[૩૫] મેવળ – ભાલાદિથી ભેદન અથવા છેદન-કર્મનો સ્થિત ઘાત, ભેદન તે કર્મનો રસઘાત. તેનું એકપણું વિશેષની અવિવક્ષાથી છે.
[૩૬] મર – વેદનાથી મરણ થાય, તેથી મરણ કહે છે - છેલ્લું શરીર તે અંતિમ શરીર, તેમાં થનારી વેદના. - ૪ - જેને છેલ્લું શરીર છે, જેમને તે અંતિમ શારીરિકા. છેલ્લા શરીરમાં જીવોને એક મરણ છે. કેમકે સિદ્ધપણામાં પુનર્મરણનો
અભાવ છે. અંતિમ શરીરી સ્નાતક થઈ મરે છે તેથી–
[3] ì સંશુદ્ધે – એક સંશુદ્ધ - કષાય રહિતતાથી નિર્મળ ચાસ્ત્રિી. તાત્વિક પાત્રની જેમ અતિશયવાળા જ્ઞાનાદિ ગુણરત્નોનું પાત્ર. - X -
[૩૮] ì સુવણે – અંતિમ ભવગ્રહણ સંભવ દુઃખ જેને છે તે એક દુઃખ. - હવા - એવું પાઠાંતર છે - એક પ્રકારે સંશુદ્ધાદિ કથન જેને છે તે. અસંશુદ્ધ કે સંશુદ્ધાસંશુદ્ધ નહીં. વ્યપદેશાંતર નિમિત્તને કષાયાદિનો અભાવ છે, તેથી તે એક પ્રકારે નામવાળો થાય. અથવા એક પ્રકારે જીવવાળો. પ્રાણીઓને એકભૂત-આત્મા સમાન જાણે છે. - ૪ - ૪ - તેમના સમસ્વભાવત્વ હોવાથી જીવનું એકપણું છે. અથવા