Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
**
પ્રાકૃતભાષા હોવા છતાં તેમાં કાવ્યનો ઝંકાર સંભળાય છે. આ રીતે કેટલાય ઉદાહરણો આ શાસ્ત્રમાં પ્રરૂપાયા છે. શાસ્ત્રનો અનુવાદ કરનારા વિદ્વમંડળ બધા ઉદાહરણોને સુંદર રીતે પ્રકાશિત કરશે. જેથી અહીં બીજા ઉદાહરણ આપ્યા નથી.
આપણે અહીં આ શાસ્ત્રની ગંભીરતા વિશે વિચાર કરીશું. “ધર્મકથાનુયોગ”ની સાથે “જ્ઞાતા” શબ્દ જોડવામાં આવ્યો છે, તે સામાન્ય અર્થને અનુસરણ કરે તેટલો મર્યાદિત શબ્દ નથી, પરંતુ તેમાં ઊંડા ભાવ પણ રહેલા છે, તેને સમજવા પ્રયાસ કરીશું.
‘“જ્ઞા’” ધાતુ જ્ઞાનવાચી છે. કોશ પ્રમાણે “જ્ઞા’’ધાતુનો અર્થ ત્રણ પ્રકારે પ્રતિધ્વનિત થાય છે. (૧) જ્ઞા એટલે “જાણવું” તે સામાન્ય ક્રિયા (૨) જાણ્યા પછી સાંગોપાંગ નિર્ણય કરી, સંકલ્પ કરી લેવો, તે પણ “જ્ઞા” ક્રિયા છે અને (૩) જાણ્યા પછીના પરિણામ અનુસાર પ્રવૃત્તિ કરવી તે જ્ઞાનની પરિપક્વતા છે. વ્યાકરણના નિયમ અનુસાર કોઈ પણ દ્રવ્ય, વ્યક્તિ, નામ, પદાર્થ કે ક્રિયા આ બધા શબ્દોને ભાવાત્મક બનાવવા માટે "ત્વ" અથવા "તા" પ્રત્યય લગાડવામાં આવે છે. જેમ કે– ''મનુષ્યત્વ" અને "માનવતા" "સુંદરતા" ઇત્યાદિ "ત્વ" અને "તા" લગાડવાથી હજારો ભાવાત્મક શબ્દો બને છે પરંતુ વ્યવહારમાં બધા શબ્દો પ્રયુક્ત થતા નથી. કેટલાક શબ્દો "ત્વ" વાચી બની પ્રયુક્ત થાય છે, તે શબ્દો "તા" લગાડ્યા પછી વ્યવહારમાં વપરાતા નથી. જેમ કે– "દ્રવ્યત્વ" આ શબ્દ વપરાય છે પરંતુ "દ્રવ્યતા" શબ્દ વપરાતો નથી. આપણે "સૂર્યનું" "સૂર્યત્વ" એવો વ્યવહાર કરીએ છીએ પરંતુ "સૂર્યતા" આ શબ્દ વ્યવહારમાં નથી. જ્યારે "વીરત્વ" અને "વીરતા" આ બંને શબ્દો વ્યવહારમાં વપરાય છે. વ્યવહારમાં વપરાય કે ન વપરાય પરંતુ જેમાં "તા" લાગેલો છે, તે ભાવાત્મક શબ્દ છે તેમ સમજવું જોઈએ.
અહીં "જ્ઞાતા" શબ્દ છે. "જ્ઞાતા" શબ્દનો સામાન્ય અર્થ "જાણકાર" છે."જ્ઞાતૃ" શબ્દથી "જ્ઞાતા' બને છે. જેમ પિતૃથી પિતા, વાતૃથી વાતા, શ્રોતૃથી શ્રોતા બને છે તેમ, પરંતુ અહીં સામાન્ય અર્થમાં ''જ્ઞાતા'' શબ્દ વપરાયો હોય, તેવો શાસ્ત્રકારનો અભિપ્રાય લાગતો નથી. અહીં "જ્ઞા' ક્રિયા સાથે "ત" પ્રત્યય જોડી ભાવાત્મક શબ્દ "જ્ઞાતા'' બન્યો છે તેવું અનુમાન થાય છે.
હવે આપણે “જ્ઞા” શબ્દ ઉપર વિચાર કરીએ ‘“જ્ઞા’” શબ્દનો અર્થ સંકલ્પ યુક્ત” “નિશ્ચયાત્મક” “બૌદ્ધિક નિર્ણય” જે તર્કસંગત હોય, ન્યાય સંગત હોય અને . સમ્યક્ પ્રકારે શુદ્ધ નિષ્કંટક, શલ્ય રહિત જે ભાવ છે, જે જ્ઞાન છે અથવા જે સંકલ્પ
AB
23
66