Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રગટ કરવાને બદલે બરખાસ્ત કરી રહ્યો છે. તેણી જેમ બહેલાવે તેમ બહલાય છે. બિચારી શુદ્ધ પરિણતિની સખી શિવરમણી, મોક્ષનાં સ્થાનમાં લઈ જવા માટે ઉત્સુક થઈ રાહ જોતી તપસ્વિની બની કુંવારી રહી જાય છે.
પ્રિય પાઠક ગણ ! અધ્યાત્મ જગતમાં આપણી બે ધારા ચાલી રહી છે. (૧) સ્વરૂપજ્ઞાનધારા (૨) વિરૂપ જ્ઞાન કર્મધારા.
સ્વરૂપજ્ઞાન ધારા પ્રમાણે જેઓ પ્રયત્નશીલ બન્યા તે ઠાણાંગ સૂત્રનાં ઉપાયો પ્રમાણે મોક્ષમાં બિરાજિત થઈ ગયા અને વિરૂપ જ્ઞાન કર્મધારાનાં અધ્યવસાયો જે પ્રમાણે ચાલે છે તે પ્રમાણે જીવ કર્મ બાંધી, ઉપાયોનો ઉપયોગ અવળો કરી, વિષય કષાયથી કલુષિત થઈ, મિથ્યાત્વનાં ભાવે અનંત સ્થાને અંતમુહૂર્ત સુધી રહી શકે અથવા ૩૩ સાગર સુધી રહી શકે તેવી ભવબંધનની મૂડી એક સમયમાં એકઠી કરી સંસાર સાગરમાં બિરાજિત થઈ રહ્યા છે. આમ બે ધારાથી વહેતા ભવ્યજીવો માટે એકથી દસ સુધીના સ્થાનોના વિભાગ આ સૂત્ર રજૂ કરે છે.
આપણે પ્રથમ ભાગનાં ચાર સ્થાનનું સંપાદન જોયું. હવે પાંચમાં સ્થાનને જોઈએ. પાંચ-પાંચના નુસખાઓ (ઇલાજો) આ બીજા ભાગનાં પ્રસ્તુત સૂત્રમાં જાણવા મળશે. તમોને જે દરદ હોય તેવા સંપૂર્ણ ઈલાજો ગ્રહણ કરી, પથ્ય પાળશો તો તે તમારા માટે કલ્યાણકારક બની જશે.
પાંચમું સ્થાનઃ
પ્રથમ ઈલાજ પાંચ મહાવ્રત છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. તેની પરહેજ એવી છે કે જે પ્રમાણે કર્મ બાંધ્યા છે તેનું ફળ ઉદયમાં આવે તેને સમભાવે ભોગવી લેવું પ્રતિક્રિયા બિલકુલ કરવી નહીં.
રાગ-દ્વેષાત્મક ભાવોનું કોઈ આંદોલન કરાય નહીં. જે છે તે છે અને જે થવાનું હોય તે થાય, તેને જોવા માત્રની ક્રિયા સાધક કરતો રહે તો અપવર્ગ મળે; તે સફળ ન કરી શકાય તો પછી બીજો ઈલાજ પાંચ અણુવ્રત છે. તેની પરહેજમાં પોતે બંધાયેલો રહે છે તથા છૂટો પણ રહે છે. છૂટો રહે છે ત્યારે કાર્યણસુંદરીના કહ્યા પ્રમાણે આત્મરાજને કરવું પડે છે.
પરાધીનદશાએ તેમણે વિષયોમાં, ઈન્દ્રિયોમાં, કષાયોમાં ભાવોનું મિલન કરતાં,
33