________________
૪ મચીંદદુર્ગમાં કુંભારાણાએ કરાવેલ જિનચૈત્યને ઉદ્ધાર
કરાવ. આ ચારે બાબતે કબૂલ કરી હતી.
આ સિવાય હાલાર દેશમાં નવાનગરના લાખા રાજાને પણ પ્રતિબોધ કર્યો હતે, તેમ દક્ષિણમાં ઈદલશા નામના બાદશાહને પ્રતિબધ કરી ગૌવધ બંધ કરાવ્યું હતું. વળી ઈડરને કલ્યાણમલ્લ રાજા અને દીવના ફિરંગીએ પણ તહેમના ઉપદેશને બહુ માન આપતા હતા. હારે તેઓ દક્ષિણમાં વિચરતા હતા, તે વખતે હેમણે ૮૦ સાધુઓને પંડિતપદ ઉપર સ્થાપન કર્યા હતા, અને તે સિવાય ઈડરમાં સં. ૧૭૦૫ માં ૬૪ પંડિતે બનાવ્યા હતા,
આચાર્ય વિજયદેવસૂરિના શિષ્ય પણ વાદ કરવામાં બહાદુર હતા. હેમણે સાદડીમાં લંકાનુયાયિને પરાજય કર્યો હતો. તેમજ ઉદયપુરના રાણુની સમક્ષ પણ લકાઓને હરાવી રાણાને પટે સહી અને ભાલાના ચિન્હવાળે તપાઓની સત્યતાને કરાવ્યું હતું. આ પટે સાદડીના બજારમાં વાંચીને સૂરિજીની પ્રસન્નતા મેળવી હતી.
આ સૂરિજીના હાથે રાજનગરમાં ૨, પાટણમાં ૪, ખંભાતમાં ૩, વડનગર, ઈડરમાં ૩, સાબલીમાં ૨, આરાસણ, જાલેર, મેડતા, ખમણેર, રામપુર, દેવકુલપાટક (દેલવાડા), નાહી, આઘાટ, આબૂ, નવાનગર, ઉજ્જયિની અને દક્ષિણનાં કેટલાંક જુદાં જુદાં સ્થાનમાં પ્રતિષ્ઠાઓ પણ ઘણી થઈ હતી.
તેઓ અઢી હજાર સાધુઓના ઉપરી હતા. સાત લાખથી અષિક શ્રાવકે હેમના રાગી હતા. જો કે, હેમના વખતમાં સાધુઓમાં કેટલેક ખળભળાટ ઉભું થયે હતું, અને તેઓ સાગરપક્ષવાળાઓને એક વખતે ખુલ્લંખુલ્લા મળી પણ ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org