________________
ને ભાદરવા સુદિ ૮ મંગળવારના દિવસે પિતાની પાટે વિજય ક્ષમારિને સ્થાપન કર્યા હતા. અને દેવવિજય, લબ્ધિવિજય અને હિતવિજ્યજીને પાઠક પદ આપ્યાં હતાં. આ ઉત્સવ ઉપર ઉદેપુરના સંઘે ૨૦ હજાર રૂપિયા ખરચ્યા હતા. તે પછી બીજાજ દિવસે હેમણે પિતાનું આયુષ્ય ટૂંકું જાણું અણસણ કર્યું હતું, અને છેવટે સં. ૧૭છ૩ ના ભાદરવા વદિ ૨ ના દિવસે સ્વર્ગગામી થયા હતા.
(૧૦) મેઘવિજય ઉપાધ્યાય. (આમની ૨૪ નંબરની એકજ સઝાય છે). આ મેઘવિજય ઉપાધ્યાયને જન્મ કમ્હાં અને કમ્હારે થયો? દીક્ષા કહાં અને કમ્હારે લીધી ? ઉપાધ્યાય પદવી કહાં અને કહારે મળી ? તેમ હેમના માતા પિતાનું નામ શું હતું ? તે સબંધી કંઈ માહિતી હજુ સુધી મળી નથી, પરંતુ તેઓ અઢારમી શતાબ્દિમાં થયા છે, અને હીરવિજયસૂરિની પરંપરામાં થયેલ શ્રીકૃપાવિજયજીના શિષ્ય હતા, એમ હૈમના ગ્રંથ ઉપરથી જણાય છે. ન ઉપાધ્યાયજી શ્રીમેઘવિયજીના સબંધમાં કેટલોક ભ્રમ થઈ જાય તેમ છે. કારણ કે મેઘવિજય ઉપાધ્યાય બે થયા છે, એક થયા છે. સત્તરમી શતાબ્દિમાં શ્રીવિજ્યસેનસૂરિ વિગેરેના સમકાલીન, અને બીજા થયા છે અઢારમી શતાબ્દિમાં. પહેલા મેઘવિજ્યજીની ઉપાધ્યાય પદવી, સં. ૧૬૫૬ ના વૈશાખ સુદિ ૪ ના દિવસે વિજયદેવસૂરિની પદસ્થાપના વખતે ખંભાતમાં થઈ હતી. એટલે હેમની દીક્ષા અને જન્મ તે તેથી પણ પહેલાં અમુક વર્ષોએ થયેલ, વ્હારે બીજા મેઘવિય, કે જેઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org