________________
આચાર્ય વિજયપ્રભસૂરિએ દશ માસાં સારાષ્ટ્ર દેશમાં કર્યા હતા, તે પછી સં. ૧૭૨૨ માં ગુજરાતમાં આવી ત્રણ ચેમાસાં ગુજરાતમાં કર્યા હતાં. ગુજરાતથી સં. ૧૭૨૬ માં ઉદયપુર આવી બે માસાં મેવાડ દેશમાં કર્યા હતાં. ઉદયપુરના જીવા જાવરીયાએ તે વખતે મંદિર બનાવ્યું હતું. ( જહે
જાવરીયાના મંદિર ” ના નામથી અત્યારે પણ પ્રસિદ્ધ છે ). મેવાડમાંથી પછી તેઓ મારવાડમાં ગયા હતા. સં. ૧૭૩૨ ની સાલમાં નાગરમાં પાલણપુરના ઓશવાલ હીરાની ભાર્યા હીરાદેને પુત્રરત્ન, કે જેઓ વિજય રત્નસૂરિ થયા છે, હેમને પિતાની પાટે સ્થાપન કર્યા હતા, પછી મેડતામાં માસુ કરી વિચરતા વિચરતા સં. ૧૭૩૯ માં પાછા ગુજરાતમાં (પાટણ) આવ્યા હતા.
છેવટ સં. ૧૭૪૯ માં તેઓ ઉનામાં સ્વર્ગવાસી થયા હતા.
વિજયરત્નસૂરિ. ( આ આચાર્યની ૨૨, ૨૩, ૫૮, પ, ૬૦ અને ૬૩ નંબરની એમ ૬ સજઝાય છે.) - આ આચાર્ય અઢારમી શતાબ્દિના મધ્યગાળામાં થયા છે. પાલણપુરના રહીશ ઓશવાલ હીરા અને હેનાં પત્ની હીરાદેને ચાર પુત્ર હતા. તેઓનાં નામ રૂપજી, નયણશી, વિમલ અને જ્યતસિંહ હતાં. હીરાશાના કાળ કરી ગયા પછી હેને પ્રથમ પુત્ર રૂપજી પણ રવર્ગવાસી થયેલ હતું. તે પછી તે ત્રણ છોકરાઓની માતા હીરાદે, ત્રણે પુત્રને લઈને યાત્રા કરવા નિકળી હતી. તે સિદ્ધાચલજીની યાત્રા કરીને ગિરિનારની યાત્રાએ ગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org