Book Title: Aatmsetu Author(s): Veenaben Ravani Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 5
________________ આત્મ સેતુ આવો આપણે... . એ પહેલા મને એવી માહિતી ન હતી કે મોક્ષની આકાંક્ષા સેવી ધર્મ કરવો... સ્મરણ છે કે બાળપણથી, હું ખૂબ લાગણીશીલ. કોઈની તકલીફ, પીડા, દુઃખ જોઈ હું સહાનુભૂતિથી ઘેરાઈ જાઉં. આ તકલીફો દૂર કરવા મારાં ગજા ઉપરાંત મહેનત કરું. એક ભાવના મારામાં હંમેશા છવાયેલી રહી છે, કે સૌ પ્રેમથી રહે, સૌ સંપીને રહે, સૌ એકબીજાને સહકાર આપી થોડુ ઘણું સહી લે. સંપ, સ્નેહ, સહકાર આપતી રહી.. નમ્ર, નમેલી રહેતી રહી... જે સંજોગો-પરિસ્થિતિ આવી મળે તેનો સહજ સ્વીકાર થતો ચાલ્યો... પ્રેમથી રહેતી, પ્રેમથી વિસ્તરતી ગઈ... એક દિવસ, અચાનક, પ્રેમથી પ્રસન્ન થઈ “પ્રભુ પધાર્યા.” હું, અવાચક મૌન! આ પછી, વર્ષો પછી, ઓસ્ટીનમાં, શાસ્ત્ર-વાંચન કરતાં ભાઈ-બેનો સાથે વાતો કરવાનો અવસર આવ્યો. તેમાંની થોડી વાતો અહીં છે. જો કંઈ યોગ્ય લાગે, તો, તે, પ્રભુની પ્રસાદી છે! અયોગ્ય લાગે, તો, મારી કચાશ છે. દરગુજર કરશો. આવો, આપણે, ઇચ્છા-મહેચ્છા, આશા-અપેક્ષા, માન-અપમાન, સ્નેહ-નફરત, વગેરે અનેક વૃત્તિઓની આંગળી પકડી, અંતર જગતની યાત્રાએ નીકળી પડીએ. આ લખાણ પુસ્તક રૂપે છાપવા માટે પૂજ્ય શ્રી રાકેશભાઇ ઝવેરીએ પ્રેમપૂર્વક પ્રોત્સાહન આપ્યું અને આવકાર લખી અમને ઉપકૃત કર્યા, તથા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર તરફથી આ પુસ્તક પ્રકાશિત કરવાનું નક્કી કર્યું તે માટે તેઓશ્રીનો હાર્દિક ઋણ સ્વીકાર કરું છું. આ પુસ્તક તૈયાર કરવાનું કાર્ય ભાઈશ્રી અજીતભાઈ રવાણીએ ભાવપૂર્વક ઉપાડી લીધુ તે બદલ, તથા શ્રી પ્રણવભાઈ શાહ, શ્રી રાજીવભાઈ ગાંધી અને સૌ સ્વજન-સત્સંગી ભાઈ-બહેનોના સહકાર બદલ સૌનો આભાર માનું છું. શ્રી અર્પિતા ગાંધીએ હોંશપૂર્વક મુખપૃષ્ઠ તૈયાર કર્યું, તે માટે તથા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાના શ્રી કેતનભાઈ શાહે આ લખાણ કંપ્યુટરમાં તૈયાર કરી આપવા બદલ તેમનો આભાર માનું છું. સૌનું કલ્યાણ થાય તેવી પ્રભુ પ્રાર્થના. વીણાબેન રવાણીના વંદન ૧૮ એપ્રિલ-૦૬ 8213, Prince Wales Court Plan૦, Tx. U.S.A. 75025Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 110