Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 625
________________ ૬૧૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો સંસ્થાનું ઋણ તેમણે બેવડી રીતે વાળી દીધું. ઈ. સ. ૧૯૪૦માં અઢાર વર્ષની વયે તેઓ મુંબઈ આવ્યા. તેમને અભ્યાસ તે નામને હતું, પણ તકને પકડી લેવાની કુશળતા તેમ જ હિંમત તેમનામાં અજબ પ્રકારની હતી. અત્યંત દુઃખના દિવસેમાંથી તેઓ પસાર થયા છે. ઈ. સ. ૧૯૪૭માં તેમના પિતાશ્રીનું જ્યારે મુંબઈમાં દુઃખદ અવસાન થયું ત્યારે તેમની પાસે કુલ મૂડી માત્ર બે આનાની હતી. ઉપર આભ અને નીચે ધરતી જેવી તેમની દશા હતી. તેમને દુઃખમાં સધિયારે મળે છતાં તે સૌમાં ત્રાપજવાળા શ્રી વૃજલાલ રતિલાલ શાહ તરફથી પ્રાપ્ત થયેલ સધિયારે તેઓ આજે પણ ભૂલ્યા નથી. તેમણે કરેલ સહાયની વાત તેઓ આજે પણ ગળગળા થઈને કરે છે. કેઈએ કરેલા ઉપકારને કદી પણ ન વીસરો તે તેમને શ્રેષ્ઠ ગુણ છે. આ માણસ જીવનમાં કોઈ ને કઈ વખતે રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત કર્યા વિના રહેતો નથી. એક વિદ્વાને કહ્યું છે કે જગતમાં જેણે દુઃખ જોયું નથી કે અનુભવ્યું નથી તે માણસ આ જગતને સૌથી કંગાલમાં કંગાલ માણસ છે. દુઃખને જે જાણતો નથી તે સુખને માણી શકતું નથી. તેઓ સુખી અને સાધનસંપન્ન છે. તેમ છતાં તેમનું જીવન અને રહેણીકરણ તદ્ન સાદાં અને આડંબર વિનાનાં છે. મોટાઈ બિલકુલ નથી. તેમના ધર્મપત્ની પણ એવાં જ પ્રેમાળ અને ધર્મપરાયણ છે. આ દંપતી છેલ્લાં ઘણું વર્ષોથી ધર્મ આરાધનામાં જ પિતાની સંપત્તિને છૂટે હાથે ઉપયોગ કરી રહ્યાં છે. આવા પરિવારે જૈન શાસનનું ગૌરવ છે. શ્રી વૃજલાલ મોહનલાલ ડોડિયા સુખ અને દુઃખની ઘટમાળ અંધારાં–અજવાળાં ઘટમાળની જેમ ફરતી જ રહે છે. જે લોકોને તેમના ડહાપણપૂર્વક સમયને લાભ લેતાં આવડે તેઓ જીવનમાં સાચું જીવન જીવી શકે છે. સૌરાષ્ટ્રમાં મૂળ વીંછિયાના વતની શ્રી વજુભાઈ ડોડિયાએ ચાર દાયકા પહેલાં કામધંધાની લગનીએ મુંબઈમાં પગ મૂક્યો ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662