Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 648
________________ અભિવાદનગ્રંથ ( ૬૧૯ શ્રી એ. કે. શાહ વ્યાપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે ઘણાં વર્ષોથી મહારાષ્ટ્રમાં પોતાના કાર્યક્ષેત્રનું વિશાળ પાયા ઉપર વિસ્તૃતીકરણ કર્યું છે. આ સાલસ સ્વભાવ સાથે સાહસિકતા અને પ્રબળ પુરુષાર્થને બળે પ્રગતિને રોપાન સર કરતા રહ્યા. જાપાનમાં પણ એક ઔદ્યોગિક એકમ દ્વારા ભારતમાં જાપાનની ટેકનોલોજીની બાબતમાં મહત્ત્વને હિસ્સો આપી રહ્યા છે. મેસર્સ એ. કે. ફિટિપ્સ પ્રા. લિ, મેસર્સ શાહ ઇન્ડિસ્ટ્રીઅલ કેર્યો. મેસર્સ ઇન્ડસ ટેકસ્ટાઈલ ઈત્યાદિ કું. નું સફળ સંચાલન કરવામાં તેમની સૂઝસમજ અને કાર્યદક્ષતાએ તેમને ઊંચા આસને બેસાડ્યા છે. અને ઔદ્યોગિક જગતમાં પરિશ્રમી જીવનની પ્રેરણાત્મક કેડી પાથરી છે. ગુજરાતમાં પણ વાપી ખાતે મેસર્સ એ. કે. ફિટિપ્સ પ્રા. લિ. નામના ઔદ્યોગિક એકમને સારી રીતે વિકાસના પંથે લઈ ગયા છે. દેશના સુવિખ્યાત ઉદ્યોગગૃહ બડા રેન કોર્પો.ના ડાયરેકટર તરીકે પણ તેમની સેવા અનન્ય છે. જનસેવાના અનેક નાનામોટા ફંડફાળામાં પણ તેમની દેણગી હોય છે. સખાવતી અને વિદ્યાપ્રેમી શ્રી એ. કે. શાહ આપણું ગૌરવ છે. શ્રી ઉમેદચંદ અમૃતલાલ શાહ મૂળ વતન કુતિયાણા (જિ. જૂનાગઢ) ના વતની છે, જેઓ મુંબઈમાં કાપડબજારમાં સારી એવી નામના ધરાવે છે. દશ વર્ષની ઉંમરે અભ્યાસ પ્રવૃત્તિમાં રસ લઈને છેક ઇન્ટર કોમર્સ સુધી પહોંચ્યા. આમ અભ્યાસ બાદ તેઓએ મુંબઈમાં કાપડની લાઈનમાં ઝંપલાવ્યું અને તેઓએ ધંધાકીય ક્ષેત્રે તેમ જ જ્ઞાતિમાં પણ તેઓએ નામના મેળવી. આજથી ૫૦ વર્ષ પહેલાં તેઓએ મુંબઈને પિતાની એક કર્મભૂમિ માનીને પિતે આ કાપડ વ્યવસાયમાં ઝંપલાવ્યું. આમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662