Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 647
________________ ૬૩૮ ] છે આપણું શ્રેષ્ઠીવર્યો વગેરે જાહેર ક્ષેત્રનાં દવાખાનાઓમાં માનવસેવા આપી. શત્રુંજય હોસ્પિટલ પાલીતાણામાં દરમાસે નિયમિત માનદ્ સેવા આપવા નિષ્ણાત ડોકટરોની ટીમ સાથે જાય છે. ભારત જૈન મહામંડળ ભાવનગર શાખામાં સ્થાપક પ્રમુખ તરીકે– સેવાના ક્ષેત્રે–તબીબી ક્ષેત્રે મધ્યમ વર્ગના લોકો માટે સારી સેવા આપી રહ્યા છે. તેમનાં ધર્મપત્ની અંજલીબહેને એક સારા ચિત્રકાર કલાકાર તરીકે One man show જ સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. ચક્ષુદાન પછી દેહદાનની પ્રવૃત્તિને ખૂબ જ વેગ આપી ભાવનગર જિલ્લામાં સમગ્ર ભારતભરમાંથી વધુમાં વધુ દેહદાન કરાવી મેડિકલ કોલેજના શિક્ષણમાં ઉપયોગી ફાળો નેંધાવેલ છે. શ્રી વેણલાલ પોપટલાલ દોશી પાલીતાણા પાસે મોખડકાના વતની. હાલ પાલીતાણામાં વ્યવસાયમાં પડેલા શ્રી વેણીભાઈ વિદ્યાર્થીકાળથી જ તેજસ્વી કારકિર્દી ધરાવે છે. જૈન બાલાશ્રમમાં વર્ષો પહેલાં વિદ્યાર્થીગણના નેતા તરીકે ઉજજવળ પરંપરા ઊભી કરી આજ તેઓ જૈન બાલાશ્રમનું સુકાન સંભાળી રહ્યા છે. પ્રમાણિકતાના ઉમદા ખ્યાલ સાથે ધંધામાં ઝંપલાવ્યું. કેઈ પણ જાતની જાહેરાત કર્યા વગર (મરચાંની ભૂકી) મરચાંના શુદ્ધ ચેખા માલમાં તેમની પ્રતિષ્ઠા બહાર દૂર દૂર સુધી પહોંચવાને કારણે ધંધામાં પ્રગતિ થતી રહી. ધાર્મિક સંસ્થાઓ અને કાર્યો પરત્વે પણ એટલું જ મમત્વ. સોનગઢ-પાલીતાણા રોડ ઉપર મોખકડા ગામે એક નાનકડું પરબ, વિશ્રાંતિગૃહ અને ચબૂતરાનું એમણે કરાવેલું સુંદર બાંધકામ પ્રવાસીએનું ખાસ ધ્યાન ખેંચે છે. ધાર્મિક વ્યાખ્યાન અને ભક્તિસંગીતમાં વિશેષ રસ અને રુચિ ધરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662