Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 627
________________ ૬૧૮ ! [ આપણા શ્રેષ્ઠીવર્યો વિકાસકૂચમાં તેમનું પ્રદાન સતત રહ્યું છે, જેમકે-૧૯૫૨ થી ૧૯૫૭ સુધી ભરૂચ જિલ્લાના સ્કૂલબોર્ડના અધ્યક્ષપદે રહી બુનિયાદી શિક્ષણના વિકાસમાં મહત્ત્વને ફાળે આયે. ૧૫ર થી ૧૬૨ સુધી ભરૂચ જિલ્લા વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે જિલ્લાના ઉત્કર્ષમાં ગદાન આપ્યું. ૧૯૫૭ થી ૧૯૫૯ના ગાળામાં ભરૂચ જિલ્લા કેંગ્રેસના પ્રમુખ તરીકે રહ્યા. ૧૯૫૯ થી ૧૯૬૩ સુધી ગુજરાત પ્રદેશ કેગ્રેસના મંત્રી તરીકે રહ્યા. સ્વાતંત્ર્ય-સંગ્રામ, રાજકારણ, સમાજસેવાનાં ક્ષેત્રની જેમ શિક્ષણક્ષેત્રે પણ તેમનું પ્રદાન મહત્વનું રહ્યું છે. જેમકેઃ ગુજરાત યુનિવર્સિટીના સેનેટર તરીકે ૭ વર્ષ સિન્ડીકેટના સભ્ય તરીકે અને દક્ષિણ ગુજરાત યુનિ. ની સલાહકાર સમિતિના સભ્ય તરીકે તેમણે સેવાઓ આપી છે. જંબુસર વિસ્તારના ઉચ્ચ શિક્ષણના આધારસ્તંભ સમાન જે. એમ. શાહ આર્ટ્સ કોલેજની સ્થાપનામાં અને તેના સંચાલક મંડળના પ્રમુખથી માંડીને વિવિધ હેદ્દાઓ પર રહીને તેઓ કિંમતી માર્ગદર્શન-સેવાઓ આપે છે. ૧૯૬૭માં જંબુસર વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને મુખ્ય મંત્રીશ્રીના પાર્લામેન્ટરી સેક્રેટરી તરીકે આયેાજન ખાતાને હવાલો સંભાળી સફળતા પૂર્વક કામગીરી બજાવી. ૧૯૭૧માં પંચાયત, આજન, ઉદ્યોગ, માહિતી ખાતાના નાયબ મંત્રી તરીકે નિમણુક થઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કર્પોરેશન (એસ. ટી.) જ્યારે કપરી દશામાં હતું ત્યારે તેના અધ્યક્ષ તરીકે તેને હવાલે સંભાળી ત્રણ વર્ષમાં તે તેમણે પિતાની કુશળતાથી અને વ્યવહારુ વહીવટકર્તાના અભિગમથી એસ. ટી. કેર્પોરેશનને કાયાકલ્પ કરી નમૂનેદાર બનાવ્યું. હાલ અમદાવાદમાં હોવા છતાં પણ વતન જબુસર માટેનાં પ્રેમ અને લાગણી વ્યક્ત થયા વિના રહેતાં નથી. ધર્મપત્ની તારાબેન શાહે (જેઓ ૧૯૮૯માં જ અવસાન પામ્યા) પણ આઝાદી-જંગમાં સ્ત્રી-જાગૃતિ માટે પિતાને ફાળો આપ્યો હતે. “તારા-માતૃ સ્મૃતિ કેન્દ્ર” જંબુસરમાં મહિલા વિકાસ માટે હાલમાં સ્થપાયું છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662