Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 633
________________ ૬૨૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો રીતે જ સાદુ મિતભાષી જીવન જીવીને સમાજસેવાની પ્રવૃત્તિઓ - શ્રી શાંતિલાલભાઈની વિચક્ષણ બુદ્ધિશક્તિ દુનિયાના ચાલુ પ્રવાહને પારખવાની દીર્ઘદ્રષ્ટિ અને જીવનનાં સાચાં મૂલ્યને સમજવાની અને મૂલવવાની વિવેકદ્રષ્ટિ હોવાને કારણે જ તેઓએ ધંધામાં આટલી સફળતા ઝડપથી મેળવી અને આજે પણ તેઓ આવી દષ્ટિથી જ તમામ કાર્યો કરે છે. અનેકવિધ સામાજિક સંસ્થાઓના તેઓ પ્રણેતા બન્યા છે, અને તેમની હૂંફ અને પ્રેરણાથી માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ નવપલ્લિત બની છે. સામાન્ય કુટુંબમાં જન્મેલા એક ગુજરાતીએ પરદેશમાં જઈ પિતાની સૂઝસમજ ને શક્તિનાં જે દર્શન કરાવ્યાં છે તેથી ગુજરાતીની ભૂમિનું તેઓએ ખરેખર ગૌરવ વધાર્યું જુગ જુગ છે શાંતિ દાદા! - શ્રી શૈલેષભાઈ હિંમતલાલ કોઠારી સારાં કાર્યોમાં ભાગીદાર થવું અને પરમાથી પ્રવૃત્તિ માટે કાર્યરત રહેવું તે શ્રી શૈલેષભાઈ કે ઠારીના સર્વાગી જીવનમાં સ્પષ્ટ નજરે ચડે છે. પિતાશ્રી ધર્માનુરાગી ઉદારચરિત શ્રેષ્ઠીવર્ય શ્રી હિંમતલાલ ડાહ્યાલાલ કેકારી તથા માતુશ્રી ધર્મપરાયણ શ્રીમતી મતીબેન તરફથી મળેલ સંસ્કાર તેઓએ જીવનમાં ઉતારી ઉચ્ચ આદર્શ ખડે કર્યો છે. સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાઈ તેના ઉત્કર્ષમાં ઉદારદિલ સહકાર આપી સંપત્તિને સદુપયોગ કરે એમનું ધ્યેય છે. તેઓશ્રીના પિતાશ્રી સ્વ. ધર્માનુરાગી શ્રી હિંમતભાઈ સમયદશી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના અનન્ય ભક્ત હતા, અને પોતાના ગુરુના લેકેપકારક ઉપદેશને સાકાર કરવા સહકાર આપે તે તેના જીવનનું મધ્યબિંદુ હતું. સુરતમાં અદતન સગવડતાવાળી મહાવીર હોસ્પિટલના સર્જનમાં તેમને સહગ પણ મહત્ત્વનું છે. કેળવણ દ્વારા સમાજ ઉત્કર્ષના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662