Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 640
________________ અભિવાદનગ્રંથ | [ ૬૩૨ પ્રસંગે તેમની સલાહ અને સૂચના અત્યંત ઉપયોગી થતાં. તેઓ જેમને સલાહ આપતા તેમનું યથાગ્ય સારું કઈ રીતે દેખાય તેને ખ્યાલ રાખતા. હંમેશાં સર્વમાં સંપ અને સુમેળ રહે તે જ રાહ તેમણે જીવનમાં આત્મસાત્ કર્યો હતો સાચું કહેવામાં તેઓ ડરતા નહિ. અને એકવાર નિર્ણય લીધા પછી તેના પાલનમાં તેઓ દઢનિશ્ચયી હતા. ઈ. સ. ૧૯૩૦માં આઝાદીની લડતમાં ભારતની સ્વતંત્રતાના કાર્યમાં ભાગ લીધો હતો. તેમની પાસે મૂંઝવણ પ્રસંગે માર્ગદર્શન માટે જે કઈ આવે તેમને તેઓ સાચી હિતકારી સલાહ અને સ્પષ્ટ માર્ગદર્શન આપતા. હૃદયથી તેઓ અત્યંત સુકમળ, મૃદુ અને નિખાલસ હતા. કોઈના દુઃખની વાત સાંભળીને તેમનું હૈયું દ્રવી જતું. સર્વ સ્થાને પ્રતિભા તેમની વિશિષ્ટ હતી તેથી તેમના નિકટના પરિચયમાં આવનારના હૃદયમાં ધર્મશ્રદ્ધા, જીવનમાં વ્યવહારનું મહત્વ અને દીન-દુઃખી અનુકંપાનો ભાવ સ્પર્શ. સામાયિક વગેરે ધર્મકૃત્યે તેમના નિત્ય નિયમમાં હતાં. ધાર્મિક સ્વાધ્યાય તેઓ હરરોજ અચૂક કરતા. શ્રી નવકાર મહામંત્રમાં તેમની અખૂટ શ્રદ્ધા હતી. પૂજ્ય સાધુ-સાધ્વીજીઓની સેવા તથા વૈયાવચ્ચને લાભ તેઓ ઘણે લેતા. તેમનું વ્યાવહારિક જીવન બહુ સાદાઈભર્યું હતું. તેઓમાં ધર્મનું પાલન કરવાની પૂરી કાળજી હતી. જીવમાત્ર તરફ અનુકંપાથી તેમનું હૈયું સભર હતું. તેઓ ધર્મનિષ્ઠ અને ભદ્ર પરિણતિવાળા હતા. બહોળા કુટુંબમાં તેઓએ સંસ્કારનો પ્રાણ પૂર્યો છે. જીવદયા, દુષ્કાળ રાહત, સાધર્મિક વાત્સલ્ય અને ધર્મ કે જ્ઞાતિના કેઈપણ પ્રકારના ભેદભાવ વિના દીનદુઃખીને મદદ કરવાનાં કાર્યો પૂજ્ય હરખચંદભાઈ કયારેય ચૂકતા નહીં. સહાયની આશાએ તેમની પાસે આવેલી કઈ વ્યક્તિ નિરાશ થઈને પાછી જતી નહિ. જબ તુમ આયે જગતમેં, લેક હસત તુમ રાય, ઐસી કરણ કર ચલે, તુમ હસે જગ રેય. સૌરાષ્ટ્રના ગોહિલવાડ પ્રાન્તનું કહેવાતું કાશ્મીર પ્રાચીન કાળમાં જેને મધુમતી નગરી પણ કહેવામાં આવતી હતી. પરમાત્મા શ્રી મહાવીર દેવની વિદ્યમાનતામાં શ્રી મહાવીર પરમાત્માની પ્રતિમા જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662