Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 635
________________ ૬૬ ] [ આપણે શ્રેણી અધ્યાત્મક૯પમ અને એવા બીજા ઘણા ગ્રંથોના અનુવાદ વિ. નું વાંચન કર્યું. આજે પણ ધાર્મિક વાંચન ચાલુ છે. બાળપણથી પ્રભુપૂજા, સામાયિક, જાપ વિ. તથા અભક્ષ્યત્યાગ આદિ નિયમો ચાલુ છે. ગુરુભગવંતોને સત્સંગ તથા જ્ઞાનચર્ચામાં ખૂબ જ આનંદ આવે છે. ઘણુ ગુરુભગવંતના અંગત પરિચયમાં છે અને તેમને તેઓના પર અનહદ ઉપકાર છે. અત્યારે જે કંઈ છે તે તેઓના પ્રતાપે છે. ધાર્મિક સંસ્થાઓમાં પ્રવૃત્તિ :–પૂ. ગુરુદેવની પ્રેરણાથી કાવી તીર્થમાં કાર્યકર તરીકે પ્રથમ સન ૧૯૬૮-૬૯માં જોડાયા. ત્યાંના ધર્મશાળા વિ.ને કામથી શરૂઆત કરી. તે દરમ્યાન ઝઘડિયા તીર્થમાં ટ્રસ્ટી તરીકે જોડાયા. ત્યારબાદ કાવીમાં પણ ટ્રસ્ટી તરીકે જોડાયા. બને તીર્થોમાં હજુ પણ ટ્રસ્ટી તરીકે ચાલુ જ છે. તેમના વતન મનીના દેરાસરમાં પણ ટ્રસ્ટી તરીકે છેલ્લાં ૨૦ વર્ષથી સેવા બજાવે છે. કાવી તીર્થને છેલ્લાં ૨૦ વર્ષમાં ખૂબ વિકાસ થયે. બન્ને દેરાસરના જીર્ણોદ્ધાર થયા. જો કે કાવી તીર્થમાં મુખ્ય ફાળે શાહ જેન્તીભાઈ અમીચંદને છે; પરંતુ તે સત્કાર્યમાં તેઓ પણ સહભાગી છે. સન ૧૯૭૬થી ભરૂચ તીર્થમાં જૈનધર્મ ફડ પેઢી તથા મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર પેઢી—એ બને પેઢીમાં નવું ટ્રસ્ટી મંડળ અસ્તિત્વમાં આવ્યું અને તેમાં તેઓ પતે ટ્રસ્ટી તરીકે જોડાયા. જીવનનું સૌથી મહત્ત્વનું કાર્ય : જ્યારથી ભરૂચમાં ટ્રસ્ટી તરીકે જોડાયા ત્યારથી અને કદાચ તે પહેલાંથી પણ જેવો કાવી તીર્થને ઉદ્ધાર થયે તે જીર્ણોદ્ધાર-તીર્થોદ્ધાર થાય તેવી ભાવના મનમાં રમ્યા કરતી. સાથી ટ્રસ્ટીઓએ પણ આ વાત સહર્ષ સ્વીકારી. સં. ૨૦૪પ મહા સુ. ૧૩ના રોજ પ. પૂ. આ. દેવ નવીનસૂરીશ્વરજી મસા.ના વરદ હસ્તે આરસના ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા થઈ. ભરૂચ તીર્થની પ્રતિષ્ઠાને પ્રસંગ ખૂબ જ સુંદર રીતે ધામધૂમપૂર્વક સેંકડે સાધુસાધ્વી તથા હજારે ભાવિક ભક્તોની હાજરીમાં ઊજવા. ખુદ ભરૂચ શહેરમાં છેલ્લાં ૧૦૦/૨૦૦ વર્ષના ઇતિહાસમાં આવો ભવ્ય પ્રસંગ જેન | જૈનેતરમાં થયે નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662