Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 634
________________ અભિવાદનગ્રંથ ] [ ૬ર૫ કાર્યમાં શ્રી મહાવીર જૈન વિદ્યયનું નેંધપાત્ર કાર્ય છે. ઉદારદિલ મહાનુભાવોની ઉદાત્ત ભાવના જાગ્રત કરવામાં તેઓ પ્રેરણાસ્ત્રોત બનતા. એવા ઉદારચરિત શ્રી હિંમતભાઈના સૌજન્યશીલ સુપુત્ર શ્રી શેલેષભાઈ પણ મિલનસાર સ્વભાવના સરળ સરસ વ્યક્તિત્વ ધરાવતા નવી પેઢીના આશાસ્પદ યુવાન છે. મૂળ પાલનપુર શહેરના વતની, ઝવેરાતના ધંધામાં નામનાપાત્ર સ્થાન ધરાવનાર, ધર્મ, સમાજનાં ક્ષેત્રમાં ઉત્સાહથી સમય સાધન અને સંપત્તિને ઉપયોગ કરનાર શાંત, મિલનસાર અને વ્યવહારકુશળ નવયુવાન શ્રી શૈલેષભાઈ કેકારી જૈન સમાજનું ખરેખર ગૌરવ છે. ડો. સુરેષ ઠાકોરલાલ મહેતા જન્મ સં. ૧૯૯૫ ફાગણ સુદ ૨ તા. ૨૧-૨-૩૯ સમની ગામે (જિ. ભરૂચ). પિતા ઠાકરલાલ ક્લચંદ મહેતા. માતા કમળાબેન. વ્યાવહારિક શિક્ષણ:-વ્યવસાયાર્થે પિતા આમેદ (જિ. ભરૂચ) સ્થાયી થવાથી પ્રાથમિક તથા એસ. એસ. સી. સુધીનું શિક્ષણ આમેદમાં જ થયું. સન ૧૯૬૩ માં M. B. B. S. ની ઉપાધિ પ્રાપ્ત કરી. તા. ૧૩-૫-૫ થી ભરૂચમાં પ્રાઈવેટ મેડિકલ પ્રેક્ટિસ ચાલુ કરી, જે આજે પણ ચાલુ છે. ધાર્મિક શિક્ષણ:--આમોદમાં નાની વયમાં જ પૂ. ગુરુદેવના પરિચયમાં આવતાં તેઓની પાસે તથા પાઠશાળામાં પણ અભ્યાસ ચાલુ રહ્યો. અતિચાર સહિત પંચ-પ્રતિક્રમણ સુધી અભ્યાસ કર્યો. ભરૂચમાં સ્થિર થયા બાદ ફરી ગુરુદેવના પરિચયમાં આવતાં ધર્મ પ્રત્યેની અભિરુચિ પુનઃ જાગૃત થઈ. જીવવિચાર, નવતત્ત્વ દંડક, તથા પ્રથમ ૩ કર્મગ્રંથને તથા તત્વાર્થસૂત્રને અર્થસહિત અભ્યાસ કર્યો. ધાર્મિક ગ્રંથ, વૈરાગ્ય ષિક ગ્રંથ વાંચવા પણ ખૂબ ગમતા. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, શાંતસુધારસ ગદષ્ટિ, સમુચ્ચય, યેગશાસ્ત્ર, છે. ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662