Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 630
________________ અભિવાદનગ્રંથ | [ ૬૨૧ પ્રાચીન શહેર તરીકે પંકાયેલું (સિંહપુર) આજનું સિહોર એમનું મૂળ વતન. ત્રણ અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ તેમની બુદ્ધિપ્રતિભાએ સિદ્ધિનું પાન સર કરવામાં યારી આપી અને જૈન ધર્મની વિજયપતાકાને ઊંચે ગગને લહેરાવવામાં યશનામી બન્યા. ચાલીશ વર્ષ પહેલા પિતાની સાધારણ સ્થિતિ, ગરીબાઈમાં દિવસો વિતાવેલા, એટલે સખ્ત પરિશ્રમ અને વ્રત-જપ-તપથી જીવન-ઘડતરમાં સતત જાગૃતિ બતાવવી પડેલી. વર્ષો પહેલાં મુંબઈમાં વાસણની લાઈનમાં નેકરીની શરૂઆત કરી. નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કર્યું. જૈન ધર્મના વારસાગત સંસ્કારનાં દર્શન બચપણથી જ કરાવ્યાં હતાં. એમની એ દિશામાં ભારે મેટી તપશ્ચર્યાને કારણે પ્રગતિની મંઝિલ વેગવાન બની. સમય જતાં નેકરી કરતા તે જ પેઢીમાં ભાગીદાર થયા. ભાગ્યનું ચક્ર ફર્યું. લક્ષમીની કૃપા થઈ અને ધંધાને આબાદ રીતે ખીલળે. પુરુષાર્થથી મેળવેલી સંપત્તિને જરાપણ મેહ રાખ્યા વગર છૂટે હાથે દાનપ્રવાહ વહેતે રાખે. વિશેષ કરીને ગુપ્તદાનમાં વિશેષ માનતા. જેને સમાજના ગરીબ માણસને પ્રસંગોપાત્ત નાનીમેટી સહાય કરતા રહેતા. ઘોઘારી જૈન સેવા સમાજના કાર્યક્રમમાં તેમની હાજરી અચૂક હાય જ. તેમના સુપુત્રેએ વારસાને આજે જાળવી રાખેલ છે. શ્રી શાંતિલાલ મોહનલાલ શાહ શ્રી શાંતિલાલ મેહનલાલ શાહ (જેઓ શાંતિદાદા તરીકે જાણીતા છે) તેઓનું મૂળ ગામ પાણશીણ લબડી પાસેનું છે. તેઓ બ્રિટિશ પાસપોર્ટ ધરાવે છે અને ભાવનગરમાં છેલ્લા ૧૦ વર્ષથી વસવાટ કરે છે. તેઓના પિતાશ્રી મેહનલાલ ધનજીભાઈ શાહે આખી જિંદગી રિબંદર રાજ્યમાં શિક્ષક તરીકે ગાળી હતી. શાંતિભાઈ એ અભ્યાસ પોરબંદરમાં કરી ૧૯૨૪ની સાલમાં મેટ્રિકની પરીક્ષા ભાવનગરની આફ્રેડ હાઈસ્કૂલમાં આપી આફ્રિકા ગયા. પાછળથી જાણવામાં આવ્યું કે તેઓ મેટ્રિકમાં નાપાસ થયા હતા. લગભગ પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662