Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 259
________________ આવું ટાણું કોઈકવાર જ ઉપલબ્ધ થતું હોય છે, આપણા વડવાઓએ ગુર્જર રાષ્ટ્રમાં સંસ્કારનું ઘડતર કરવાનો ધર્મ અદા કર્યો. આપણી સમક્ષ આબુનાં આ શિખરો પર, આરસની નગરીનું નિર્માણ કરીને, એ નગરીને ધર્મકળા, ઇતિહાસ, શિલ્પકળા અને ભક્તિની ભાતીગળ ભરતીથી ભરચક, સમર્પણના સાગરથી સમૃદ્ધ અને પ્રસિદ્ધ બનાવવાનું સ્વપરને કલ્યાણકારી એક કર્તવ્ય બજાવવાની પુણ્ય-પળ ખડી થઈ છે, તો હવે આ પળને પૂરેપૂરી વધાવી લેવામાં શા માટે ઓછાશ રાખવી જોઈએ ! દંડનાયક વિમલની ભાવનાનું જ આ એક આછું પ્રતિબિંબ હતું. એથી એમણે કહ્યું : આ નિર્માણમાં શિલ્પના શાસ્ત્રોને બોલતાં કરવાના મારા મનોરથ છે. કળા, કારીગરી અને કોતરણી તો ગૌણ ચીજ છે. આ નિર્માણમાં પ્રધાનતા તો પ્રભુ-પ્રતિમાજીઓની મુખમુદ્રા પર તરવરતી વિરાગ-કલાનું જ રહેશે. પણ કળા-કારીગરીના રસિયાજીવોનેય અહીંનું જ આકર્ષણ જાગે અને આ આકર્ષણથી ખેંચાઈને આવેલા કળાના એ રસિયા, જેના ચરણે આવી કળાસૃષ્ટિ સમર્પિત બનશે, એ પ્રભુજીનાં દર્શન પામીને રોમાંચ અનુભવે, એવા સર્જનનો મારો નિરાધાર છે, સુવર્ણ ભલે લોઢાના ભાવે તોલીને આપવું પડે, પણ આમ કરવાથી એ આરસ જો હીરાની મૂલ્યવત્તા પામતો હોય, તો આથી વધીને સુવર્ણનો સારામાં સારો સદુપયોગ બીજો વળી કયો હોઈ શકે ? સરાગીની | સંસારીની સંપત્તિ જમીનમાં દટાયા પછીય ભયમુક્ત નથી હોતી, જ્યારે વીતરાગના રાગીની સંપત્તિ પર્વતોના શિખરે ખુલ્લી વેરાયેલી હોવા છતાં દર્શકના દિલમાં દાનવતા નહિ, દાનની ભાવના જગવવામાં કારણ બની જતી હોય છે, આ વાતની આંશિક પ્રતીતિ પણ આપણું સર્જન કરાવી જશે; તો આપણે ધન્ય બની જઈશું. શક્તિ અને ભક્તિના સ્વામી દંડનાયક શ્રી વિમલ અને શ્રીદેવી કલાકોના કલાકો સુધી, કો” નવજાત શિશુની અદાથી પોતાના એ ભાવિ સર્જનની આ વર્તમાન કલ્પનાને આ રીતે પ્રેમથી પંપાળી રહ્યાં, સ્નેહથી સિંચી રહ્યાં અને વાત્સલ્યથી વધાવી રહ્યાં ! ટૂંકા કાળમાં હવે મંત્રીશ્વર વિમલ ર૦ ૨૪૭

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306